આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં આરોગ્ય ડેટાનો પરિચય

આરોગ્ય ઍપ iPhone, iPad અને Apple Watch ઉપરાંત સુસંગત તૃતીય પક્ષ ઍપ્સ અને કનેક્ટેડ ડિવાઇસમાંથી તમારી આરોગ્ય સંબંધિત માહિતી સુરક્ષિત રીતે સ્ટોર કરે છે. તમે શરીરનાં માપન, લક્ષણો, માસિક ચક્રની માહિતી વગેરેનો ડેટા મૅન્યુઅલ રીતે પણ એંટર કરી શકો છો.

Siri: સપોર્ટેડ મૉડલમાં, Siriને આવું કંઈક કહો, “What’s my heart rate?” અથવા “How far have I walked today?” તમામ ભાષાઓ અથવા વિસ્તારોમાં ઉપલબ્ધ નથી. Siriનો ઉપયોગ કેવી રીતે કરવો તે શીખો.

આરોગ્ય ઍપમાં સારાંશ સ્ક્રીન. ઍક્ટિવિટી, દવાઓ, વાઇટલ્સ, માનસિક અવસ્થા, ઊંઘ, હૃદય દર અને વર્કઆઉટ વિષેની માહિતી “પિન કરેલ”ની નીચે દેખાય છે.

iPadમાંથી આરોગ્ય ડેટા

iPadમાં મૂલ્યવાન આરોગ્ય ડેટા ઑટોમૅટિક રીતે સ્ટોર થાય છે અને તેનું વિશ્લેષણ થાય છે જેમાં નીચેનાનો સમાવેશ થાય છે :

  • હેડફોનનાં ઑડિઓ લેવલ : કનેક્ટેડ AirPods, EarPods અથવા અન્ય સુસંગત હેડફોનનાં ઑડિઓ લેવલના માપન ઑટોમૅટિક રીતે આરોગ્ય ઍપમાં સ્ટોર થાય છે. તમે હિયરિંગ શ્રેણીમાં આ ડેટાનું રિવ્યૂ કરી શકો છો જેથી તમને હેડફોનનો ઉપયોગ કરવાની તમારી આદત સમજવામાં મદદ મળી શકે.

  • સ્લીપ હિસ્ટરી : જો તમે iPhoneમાં આરોગ્ય ઍપમાં સ્લીપ શેડ્યૂલ સેટ અપ કર્યું હોય તો જ્યારે તમે બેડ પર સૂઈ રહ્યા હોવ ત્યારે iPhone એ અવધિનો અંદાજ કાઢે છે. તમે તમારા ઊંઘનાં લક્ષ્યોને પૂર્ણ કરવામાં મદદ માટે iPadમાં સ્લીપ શ્રેણીમાં આ ડેટાની સમીક્ષા કરી શકો છો.

  • તમારા હેલ્થકેર પ્રોવાઇડર પાસેથી આરોગ્ય રેકોર્ડ : જો તમે iPhone પર આરોગ્ય રેકોર્ડ ડાઉનલોડ કરો છો, તમે સપોર્ટેડ હેલ્થકેર સંસ્થાઓમાંથી (તમામ દેશ અથવા વિસ્તારમાં ઉપલબ્ધ નથી) તમારી એલર્જી, તબીબી પરિસ્થિતિઓ, દવાઓ વગેરેના આરોગ્ય રેકોર્ડ બ્રાઉઝ કરી શકો છો.

અન્ય ઍપ્સ અને ડિવાઇસમાંથી આરોગ્ય ડેટા

જ્યારે તમે App Store પરથી ડાઉનલોડ કરેલી આરોગ્ય અને ફિટનેસ ઍપ્સ સેટ અપ કરો છો ત્યારે તેમની ઑનસ્ક્રીન સૂચનાઓને અનુસરો જેથી તેઓ આરોગ્ય ઍપ સાથે ડેટા શેર કરી શકે.

બ્લડ પ્રેશર મૉનિટર અને વજન કાંટા જેવા ડિવાઇસમાંથી ડેટા સ્ટોર કરવા માટે તેમની સેટ અપ સૂચનાઓનું પાલન કરો. Bluetooth® ડિવાઇસને iPad સાથે પેર કરવાની જરૂર છે.

નોટ : તમે કોઈ પણ સમયે ઍપ્સ અને ડિવાઇસ માટે આરોગ્ય ડેટા પરવાનગી બદલી શકો છો.

તમે મૅન્યુઅલ રીતે ઉમેરી શકો તે ડેટા

તમે તમારા માસિક ચક્ર, દવાઓ, શરીરનાં માપન વગેરે ડેટા મૅન્યુઅલ રીતે એંટર કરી શકો છો.

  • તમારા માસિક ચક્ર વિષેની માહિતી ઉમેરો : માસિક ચક્રની માહિતી લૉગ કરીને તમે પિરિઅડ અને ફર્ટાઇલ વિંડોનો અંદાજ મેળવી શકો છો. જુઓ : આરોગ્ય ઍપમાં માસિક ચક્રની માહિતી લૉગ કરો.

  • તમારી દવાઓ, વિટામીન અને સપ્લીમેંટ ઉમેરવા માટે : આ આઇટમ ઉમેરીને તમે તેને લેવા માટે અને તેના વિષે વધુ જાણવા માટે રિમાઇંડર મેળવી શકો છો. જુઓ : આરોગ્ય ઍપમાં તમારી દવાઓ ટ્રૅક કરો.

  • અન્ય આરોગ્ય શ્રેણીમાં માહિતી ઉમેરો : “સર્ચ કરો” બટન પર ટૅપ કરો, શ્રેણી પર ટૅપ કરો, તમે જે ડેટા અપડેટ કરવા માંગો છો તેના માટે “વિગતો” બટન પર ટૅપ કરો પછી ઉપર જમણી બાજુએ ”ડેટા ઉમેરો” પર ટૅપ કરો.

મહત્ત્વપૂર્ણ : iPhone, iPad અને Apple Watch મેડિકલ ડિવાઇસ નથી. જુઓ : iPad માટે મહત્ત્વપૂર્ણ સુરક્ષા માહિતી.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.