આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં વૉઇસ મેમોમાં રેકોર્ડિંગ શેર કરો

તમે AirDrop, મેસેજ, Mail વગેરેનો ઉપયોગ કરીને અન્ય લોકો સાથે ઑડિઓ રેકોર્ડિંગ શેર કરી શકો છો (અથવા તેને તમારા Mac અથવા બીજા ડિવાઇસ પર મોકલી શકો છો).

રેકોર્ડિંગ શેર કરો

  1. તમારા iPadમાં વૉઇસ મેમો ઍપ પર જાઓ.

  2. તમે જે રેકોર્ડિંગને શેર કરવા કરવા માંગો છો તેના પર ટૅપ કરો પછી “શેર કરો” બટન પર ટૅપ કરો.

  3. શેર કરો પર ટૅપ કરો પછી વિકલ્પો પર ટૅપ કરો અને નીચેનામાંથી કોઈ પણ એક પસંદ કરો :

    • રેંડર કરેલ : તમામ ઑડિઓ ઇફેક્ટ અને લેયર મિક્સ કરીને એક .m4a ફાઇલ બનાવો.

    • સંપાદિત કરવા યોગ્ય : સુસંગત ડિવાઇસ અને સૉફ્ટવેર અપડેટ ધરાવતા પ્રાપ્તકર્તાને ઇફેક્ટ અને લેયર કંફિગર કરવા દે તેવી ફાઇલ શેર કરો.

  4. પૂર્ણ બટન પર ટૅપ કરો

  5. શેરિંગ વિકલ્પ પસંદ કરો, પ્રાપ્તકર્તા સિલેક્ટ કરો અથવા એંટર કરો પછી પૂર્ણ બટન અથવા “મોકલો” બટન પર ટૅપ કરો.

એક કરતાં વધારે રેકોર્ડિંગ શેર કરો

  1. તમારા iPadમાં વૉઇસ મેમો ઍપ પર જાઓ.

  2. રેકૉર્ડિંગની સૂચીની ઉપર સિલેક્ટ કરો પર ટૅપ કરો પછી તમે જે રેકૉર્ડિંગ શેર કરવા માંગો છો તેને સિલેક્ટ કરો.

  3. “શેર કરો” બટન પર ટૅપ કરો, વિકલ્પો પર ટૅપ કરો પછી ફાઇલ વિકલ્પ પસંદ કરો (રેંડર કરેલ અથવા સંપાદિત કરવા યોગ્ય)

  4. શેરિંગ વિકલ્પ પસંદ કરો, પ્રાપ્તકર્તા સિલેક્ટ કરો અથવા એંટર કરો પછી પૂર્ણ બટન અથવા “મોકલો” બટન પર ટૅપ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.