આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં ઍક્સેસિબિલિટી માટે ઑનસ્ક્રીન અને એક્સટર્નલ કીબોર્ડ સેટિંગ્સ ઍડજસ્ટ કરો

તમે iPadમાં ઑનસ્ક્રીન કીબોર્ડને માત્ર અપરકેસ અક્ષર બતાવવા પર સેટ કરી શકો છો અને જો તમે iPadમાં ફિઝિકલ કીબોર્ડનો ઉપયોગ કરો છો તો કીની સંવેદનશીલતા ઍડજસ્ટ કરી શકો છો અને કીના કૉમ્બિનેશનને દબાવવાનું સરળ બનાવી શકો છો.

તમે ઑટો-કરેક્શન અને ટાઇપ કરવા માટે સ્લાઇડ કરવા જેવા ટાઇપિંગના વિકલ્પ પણ સેટ કરી શકો છો અને અન્ય ભાષાઓ અથવા વૈકલ્પિક લેઆઉટ માટે કીબોર્ડ ઉમેરી શકો છો.

ફક્ત અપરકેસ અક્ષર ડિસ્પ્લે કરવા માટે ઑનસ્ક્રીન કીબોર્ડ સેટ અપ કરવા

જો અપરકેસ અક્ષર વાંચવામાં સરળતા રહેતી હોય તો તમે એવો વિકલ્પ સેટ કરી શકો છો જેનાથી ઑનસ્ક્રીન કીબોર્ડમાં લોઅરકેસ અક્ષર ડિસ્પ્લે ન થાય.

સેટિંગ્સ  > ઍક્સેસિબિલિટી > કીબોર્ડ અને ટાઇપિંગ પર જાઓ પછી લોઅરકેસ કી બતાવો બંધ કરો.

ટિપ : Mail, મેસેજ, નોટ્સ અને Safari સહિત ઘણી ઍપ્સમાં ટાઇપ કરવા માટે મોટા કીબોર્ડનો ઉપયોગ કરવા માટે iPadને લેંડસ્કેપ ઑરિએંટેશનમાં ફેરવો. જુઓ : સ્ક્રીન ઑરિએંટેશન લૉક બદલો અથવા લૉક કરો.

એક્સટર્નલ કીબોર્ડ પર કીની પ્રતિસાદ આપવાની રીતને બદલવા માટે

જો તમે iPad સાથે ફિઝિકલ કીબોર્ડનો ઉપયોગ કરો છો તો તમે કીની સંવેદનશીલતા ઍડજસ્ટ કરી શકો છો અને કીના કૉમ્બિનેશનને દબાવવાનું સરળ બનાવી શકો છો.

સેટિંગ્સ  > ઍક્સેસિબિલિટી > કીબોર્ડ અને ટાઇપિંગ પર જાઓ પછી નીચેનામાંથી કોઈ પણ એક પર ટૅપ કરો :

  • કી રિપીટ : કી રિપીટ થવાનું શરૂ થાય તે પહેલાં તમે તેને કેટલા સમય સુધી દબાવીને હોલ્ડ કરવા માંગો છો તે અને શરૂ થાય તે પછી કેટલી ઝડપથી રિપીટ થાય છે તે સેટ કરી શકો છો. તમે કીને રિપીટ થતી રોકી પણ શકો છો.

  • સ્ટિકી કી : તમારે એક જ સમયે ઘણી કી દબાવવાની જરૂર હોય ત્યારે તેના બદલે તમે દરેક કીને અલગથી દબાવી શકો છો. ઉદાહરણ તરીકે, કમાંડ દબાવીને અને પછી Z દબાવીને કીબોર્ડ શૉર્ટકટ કમાંડ-Z એંટર કરો.

  • સ્લો કી : તમે કીને દબાવો અને તે ઍક્ટિવેટ થાય તેની વચ્ચેના સમયને ઍડજસ્ટ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.