આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં પુસ્તક ઍપમાં પુસ્તક ગોઠવો

તમારા દ્વારા પુસ્તક ઍપમાં ખરીદવામાં આવેલાં પુસ્તક અને ઑડિઓબુક તમારી લાઇબ્રેરીમાં સેવ કરવામાં આવે છે અને ઑડિઓબુક, વાંચવાની ઇચ્છા અને સમાપ્ત જેવા કલેક્શનમાં ઑટોમૅટિક રીતે સૉર્ટ કરવામાં આવે છે.

પુસ્તક ઍપમાં લાઇબ્રેરી સ્ક્રીન.

નોટ : Apple Books તમામ દેશ અથવા વિસ્તારમાં ઉપલબ્ધ નથી. Apple સપોર્ટ લેખ Apple મીડિયા સર્વિસની ઉપલબ્ધતા જુઓ.

કલેક્શન બનાવવા માટે

તમારી લાઇબ્રેરીને ગોઠવવા અને પર્સનલાઇઝ કરવા માટે તમે તમારા પોતાના કલેક્શન બનાવી શકો છો.

  1. તમારા iPadમાં પુસ્તક ઍપ પર જાઓ.

  2. લાઇબ્રેરી પર ટૅપ કરીને કલેક્શન બટન પર ટૅપ કરીને પછી નવું કલેક્શન પર ટૅપ કરો.

    પુસ્તક ઍપમાં લાઇબ્રેરી સ્ક્રીન. સ્ક્રીનમાં ઉપર કલેક્શન મેન્યૂ ખુલ્લું છે અને તે ઑડિઓબુક અને PDF જેવા વિકલ્પ દર્શાવે છે.
  3. કલેક્શનને નામ આપો—ઉદાહરણ તરીકે બીચ રીડ અથવા બુક ક્લબ—પછી પૂર્ણ બટન પર ટૅપ કરો.

કલેક્શનમાં પુસ્તક ઉમેરવા માટે

તમે બનાવેલાં કલેક્શનમાં તમે તમારી લાઇબ્રેરીમાંથી અથવા પુસ્તક સ્ટોરમાંથી પુસ્તક ઉમેરી શકો છો.

  1. તમારા iPadમાં પુસ્તક ઍપ પર જાઓ.

  2. પુસ્તક પર નૅવિગેટ કરો પછી કવરની નીચે “વધુ” બટન પર ટૅપ કરો.

  3. “કલેક્શનમાં ઉમેરો” પર ટૅપ કરો પછી તમે જે કલેક્શનમાં તેને ઉમેરવા માંગો છો તેના પર ટૅપ કરો.

ટિપ : તમે સમાન પુસ્તકને મલ્ટિપલ કલેક્શનમાં ઉમેરી શકો છો.

તમારા પુસ્તકને ગોઠવવા માટે

તમારી લાઇબ્રેરી અથવા કલેક્શનમાં પુસ્તક કેવી રીતે ડિસ્પ્લે અને સૉર્ટ કરવામાં આવે તે તમે બદલી શકો છો.

  1. તમારા iPadમાં પુસ્તક ઍપ પર જાઓ.

  2. લાઇબ્રેરી પર ટૅપ કરો અથવા કલેક્શન પર જાઓ.

  3. “વધુ” બટન પર ટૅપ કરીને પછી નીચેનામાંથી કોઈ એક કરો :

    • પુસ્તક ડિસ્પ્લે બદલવા માટે : ગ્રિડ અથવા લિસ્ટ પર ટૅપ કરો.

    • તમારા પુસ્તકને સૉર્ટ કરવા માટે : તાજેતરના, ટાઇટલ, લેખક અથવા મૅન્યુઅલ પર ટૅપ કરો.

      જો તમે મૅન્યુઅલ પસંદ કરો છો તો પુસ્તકના કવરને ટચ અને હૉલ્ડ કરો પછી તેને નવી પોઝિશન પર ડ્રૅગ કરો.

પુસ્તક, ઑડિઓબુક અને PDF કાઢી નાખવા માટે

તમે હોમ અને તમારાં લાઇબ્રેરી કલેક્શનમાંથી પુસ્તક, ઑડિઓબુક અને PDFને કાઢી શકો છો અથવા તેને તમારા iPadમાં છુપાવી શકો છો.

  1. તમારા iPadમાં પુસ્તક ઍપ પર જાઓ.

  2. તમે કાઢી નાખવા માંગો છો તે પુસ્તક અથવા ઑડિઓબુકમાં નૅવિગેટ કરો પછી કવરની નીચે “વધુ” બટન પર ટૅપ કરો.

  3. કાઢી નાખો પર ટૅપ કરો પછી વિકલ્પ પસંદ કરો.

    નોટ : જો તમે “ડાઉનલોડ કાઢી નાખો” પસંદ કરો છો તો ટાઇટલ સાથે સંકળાયેલા કૉન્ટેંટ અને ડેટા હવે પછીથી તમારા iPad પર સ્ટોર કરવામાં આવશે નહિ. ટાઇટલ ફરી ડાઉનલોડ કરવા માટે “વધુ” બટન પર ટૅપ કરો પછી “ડાઉનલોડ કરો” પર ટૅપ કરો. જો તમે “પુસ્તક છુપાવો” પસંદ કરો તો પુસ્તક તમારી લાઇબ્રેરી અથવા કલેક્શનમાં દેખાશે નહિ. પુસ્તક અને ઑડિઓબુકને બતાવવા માટે હોમ ઍપ પર ટૅપ કરો, તમારા અકાઉંટ આઇકન પર ટૅપ કરો પછી “છુપાયેલી ખરીદીઓ મૅનેજ કરો” પર ટૅપ કરો.

તમે પુસ્તક પૂરું કર્યા પછી તમારા iPadમાંથી ડાઉનલોડને ઑટોમૅટિક રીતે કાઢી શકો છો. લાઇબ્રેરી પર ટૅપ કરીને પછી સ્ક્રીનની ઉપર જમણી બાજુએ “વધુ” બટન પર ટૅપ કરો. ડાઉનલોડ કાઢી નાખો પર ટૅપ કરો પછી સમાપ્ત થાય ત્યારે “ઑટોમૅટિક રીતે” પર ટૅપ કરો.

કલેક્શન ડિલીટ કરવા માટે

  1. તમારા iPadમાં પુસ્તક ઍપ પર જાઓ.

  2. લાઇબ્રેરી પર ટૅપ કરીને પછી કલેક્શન બટન પર ટૅપ કરો.

  3. તમે જે કલેક્શનને ડિલીટ કરવા માંગો છો તેના પર ડાબી બાજુ સ્વાઇપ કરો અને પછી “ડિલીટ કરો” પર ટૅપ કરો.

    નોટ : કલેક્શન ડિલીટ કરવાથી કલેક્શનમાં રહેલાં પુસ્તક અથવા ઑડિઓબુક ડિલીટ થતા નથી; તે હજુ પણ તમારી લાઇબ્રેરીમાં છે.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.