આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં ફેમિલી શેરિંગ ગ્રૂપ છોડો અથવા કોઈ સભ્યને કાઢી નાખો

ફેમિલી શેરિંગ ગ્રૂપમાં ઑર્ગનાઇઝર સભ્યોને કાઢી શકે છે અથવા ગ્રૂપને વિખેરી શકે છે અને પરિવારના સભ્યો (વાલી નિયંત્રણ ધરાવતા કિશોરો અથવા બાળકો સિવાય) પોતાને કાઢી શકે છે.

ફેમિલી શેરિંગના સભ્યોના પ્રકાર વિષે જાણો.

ફેમિલી ગ્રૂપમાંથી સભ્યને કાઢી નાખવા માટે

ફેમિલી શેરિંગ ગ્રૂપના ઑર્ગનાઇઝર અન્ય સભ્યોને કાઢી શકે છે. પરિવારના કોઈ સભ્યને કાઢી નાખવામાં આવે છે ત્યારે તે શેર કરેલાં સબ્સ્ક્રિપ્શન અને અન્ય સભ્યો દ્વારા ખરીદવામાં આવેલી કૉન્ટેંટનો ઍક્સેસ તરત જ ગુમાવી દે છે.

  1. સેટિંગ્સ  > પરિવાર પર જાઓ.

  2. [સભ્યનું નામ] પર ટૅપ કરો અને પછી શેરિંગ ગ્રૂપમાંથી [સભ્યનું નામ] કાઢી નાખો” પર ટૅપ કરો.

તમે તમારા ફેમિલી શેરિંગ ગ્રૂપમાંથી બાળકને કાઢી શકતા નથી. જો કે તમે તેમને બીજા ગ્રૂપમાં મુવ કરી શકો છો અથવા તેમના Apple અકાઉંટને ડિલીટ કરી શકો છો. જુઓ : Apple સપોર્ટ લેખ ફેમિલી શેરિંગનો ઉપયોગ કરીને બાળકને બીજા ગ્રૂપમાં મુવ કરો.

જો તમે કિશોર માટે સ્ક્રીન ટાઇમ ચાલુ કર્યો હોય તો તેમને ગ્રૂપમાંથી કાઢો તે પહેલાં તમારે સ્ક્રીન ટાઇમ સેટિંગ્સ બંધ કરવા પડશે. જુઓ : પરિવારના સભ્ય માટે સ્ક્રીન ટાઇમ સેટ અપ કરો.

ફેમિલી શેરિંગ ગ્રૂપ છોડવા માટે

તમે ફેમિલી શેરિંગ ગ્રૂપ છોડો છો ત્યારે તમારી ખરીદીઓ અને સબ્સ્ક્રિપ્શનને પરિવારના સભ્યો સાથે શેર કરવાનું બંધ કરો છો અને તેમને શેર કરેલા કોઈ પણ કૉન્ટેંટનો ઍક્સેસ તુરંત જ ગુમાવી દો છો.

નોટ : ઑર્ગનાઇઝર ફેમિલી શેરિંગ ગ્રૂપને છોડી શકતા નથી. જો તમે ઑર્ગનાઇઝર બદલવા માંગો છો તો તમારે ગ્રૂપને વિખેરી નાખવું પડશે અને બીજા કોઈ વયસ્ક વ્યક્તિને નવું ગ્રૂપ બનાવવાનું કહેવું પડશે.

  1. સેટિંગ્સ  > પરિવાર પર જાઓ.

  2. [તમારું નામ] પર ટૅપ કરો પછી “ફેમિલી શેરિંગનો ઉપયોગ કરવાનું બંધ કરો” પર ટૅપ કરો.

ફેમિલી શેરિંગ બંધ કરો

જ્યારે ફેમિલી ઑર્ગનાઇઝર ફેમિલી શેરિંગ બંધ કરે છે ત્યારે પરિવારના તમામ સભ્યોને એક જ સમયે ગ્રૂપમાંથી કાઢી નાખવામાં આવે છે. ફેમિલી શેરિંગ બંધ હોય ત્યારે તમામ સભ્યો શેર કરેલા કૉન્ટેંટ અને સબ્સ્ક્રિપ્શનનો ઍક્સેસ તુરંત ગુમાવી દે છે.

નોટ : જો ફેમિલી શેરિંગ ગ્રૂપમાં બાળક હોય તો ગ્રૂપને વિખેરી નાખતા પહેલાં ઑર્ગનાઇઝરે તેમને બીજા ગ્રૂપમાં મુવ કરવું પડશે અથવા તેમનું Apple અકાઉંટ ડિલીટ કરવું પડશે. જુઓ : Apple સપોર્ટ લેખ ફેમિલી શેરિંગનો ઉપયોગ કરીને બાળકને બીજા ગ્રૂપમાં મુવ કરો.

  1. સેટિંગ્સ  > પરિવાર પર જાઓ.

  2. [તમારું નામ] પર ટૅપ કરો પછી “ફેમિલી શેરિંગનો ઉપયોગ કરવાનું બંધ કરો” પર ટૅપ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.