આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

તમારા iPadમાં ફોન કૉલ અને ટેક્સ્ટ મેસેજને અનુમતિ આપવા માટે iPhoneનો ઉપયોગ કરો

તમે તમારા iPhoneમાંથી ફોન કૉલ અને ટેક્સ્ટ મેસેજને તમારા iPadમાં રિલે કરી શકો છો જેથી તમે કોઈ પણ ડિવાઇસમાં હોવ તો પણ સરળતાથી સંપર્કમાં રહી શકો.

નોટ : મોબાઇલ સર્વિસ ચાર્જ લાગુ થઈ શકે છે. Wi-Fi કૉલિંગ તમામ નેટવર્ક પ્રોવાઇડર તરફથી ઉપલબ્ધ નથી.

શરૂ કરતા પહેલાં

નીચેની બાબતની ખાતરી કરો :

જો તમે VPNનો ઉપયોગ કરી રહ્યાં હોવ તો ખાતરી કરો કે તેનું કંફિગરેશન લોકલ નેટવર્કિંગને અટકાવતું નથી કારણ કે તે અમુક કંટિન્યૂટિ ફીચરમાં દખલ કરી શકે છે.

તમારા iPadમાં ફોન કૉલની અનુમતિ આપવા માટે તમારા iPadને સેટ અપ કરો

  1. તમારા iPhone પર સેટિંગ્સ ઍપ પર જાઓ.

  2. ઍપ્સ પર ટૅપ કરો પછી ફોન પર ટૅપ કરો.

  3. “અન્ય ડિવાઇસ પર કૉલ” પર ટૅપ કરો, “અન્ય ડિવાઇસ પર કૉલને અનુમતિ આપો” ચાલુ કરો પછી તમે જે ડિવાઇસને કૉલ કરવા અને પ્રાપ્ત કરવાની અનુમતિ આપવા માંગો છો તે ડિવાઇસને પસંદ કરો.

    તમે પસંદ કરેલાં ડિવાઇસ જ્યારે તમારા iPhoneની નજીક હોય, સમાન Wi-Fi નેટવર્કથી કનેક્ટ હોય અને એક જ Apple અકાઉંટમાં સાઇન ઇન કરેલું હોય ત્યારે કૉલ કરી શકે અથવા પ્રાપ્ત કરી શકે છે.

    નોટ : જો તમારી પાસે તમારા iPadમાં ફોન ઍપ ન હોય તો તમે તેને App Storeમાંથી ડાઉનલોડ કરી શકો છો.

તમારા iPad પર ફોન કૉલ કરો અથવા પ્રાપ્ત કરો

તમે તમારા iPhoneમાં તમારાં અન્ય ડિવાઇસમાં કૉલ પ્રાપ્ત કરવાનું સેટ અપ કરી લો તે પછી તમારા iPadથી ફોન કૉલ કરી શકો અને પ્રાપ્ત કરી શકો છો.

  • કૉલ કરવા માટે : સંપર્ક, કૅલેંડર, FaceTime, મેસેજ, સર્ચ અથવા Safariમાં ફોન નંબર પર ટૅપ કરો. અથવા ફોન ઍપ ખોલો, “કીપૅડ” બટન પર ટૅપ કરો અને નંબર ટાઇપ કરો અથવા સંપર્ક સર્ચ કરો.

    જો તમે બીજા ડિવાઇસને તમારા ડ્યૂઅલ SIM સાથેના iPadમાં રિલે કરીને તેમાંથી કૉલ કરો તો તમારી ડિફૉલ્ટ વૉઇસ લાઇનનો ઉપયોગ કરીને કૉલ કરવામાં આવે છે.

  • કૉલ પ્રાપ્ત કરવા માટે : કૉલનો જવાબ આપવા અથવા અવગણવા માટે સૂચના પર સ્વાઇપ અથવા ટૅપ કરો.

તમારા iPadમાં મેસેજ મોકલો અને પ્રાપ્ત કરો

તમે તમારા iPadથી iMessage અને SMS/RCS/MMS મેસેજ જેવા બંને મેસેજ મોકલી અને પ્રાપ્ત કરી શકો છો. iMessage અને SMS/RCS/MMS મેસેજ સંબંધી વધુ માહિતી માટે જુઓ : iMessage, RCS અને SMS/MMS વચ્ચે શું તફાવત છે?

iPadમાં iMessages મોકલવા અને પ્રાપ્ત કરવા માટે જુઓ : iPadમાં મેસેજ સાથે શરૂ કરો.

તમારા iPadમાં SMS/RCS/MMS મેસેજ મોકલવા અને પ્રાપ્ત કરવા માટે જુઓ : તમારાં તમામ Apple ડિવાઇસ પર તમારા મેસેજ ઍક્સેસ કરો.

જો તમારા iPadમાં ફોન કૉલ અને ટેક્સ્ટ મેસેજ કામ કરી રહ્યું ન હોય તો

તમારા iPadમાં ફોન કૉલ કરવા અને પ્રાપ્ત કરવા ઉપરાંત તમે FaceTime કૉલને એક ડિવાઇસથી બીજા ડિવાઇસમાં ટ્રાંસફર કરવા માટે પણ Handoffનો ઉપયોગ કરી શકો છો. જુઓ : FaceTime કૉલને તમારા iPadમાંથી તમારાં અન્ય Apple ડિવાઇસમાં Hand off કરો.

Wi-Fi કૉલ વિષે વધુ માહિતી માટે Apple સપોર્ટ લેખ Wi-Fi કૉલિંગથી કૉલ કરો જુઓ.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.