આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં મેલબૉક્સમાં ઇમેલને ગોઠવો

તમે તમારા ઇમેલને મેલબૉક્સમાં મૅનેજ કરી શકો છો.

સ્વાઇપ કરીને ઇમેલ મૅનેજ કરો

મેસેજની સૂચી જોતી વખતે તમે વ્યક્તિગત ઇમેલને ટ્રૅશમાં મુવ કરવા, તેમને “વાંચેલ” તરીકે અંકિત કરવા વગેરે માટે સરળ સ્વાઇપનો ઉપયોગ કરી શકો છો.

  1. તમારા iPadમાં Mail ઍપ પર જાઓ.

  2. મેસેજની સૂચીમાં નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • ઍક્શનનું લિસ્ટ બતાવો : મેન્યૂ દેખાય ત્યાં સુધી મેસેજને ધીમે ધીમે ડાબી તરફ ડ્રૅગ કરો પછી આઇટમ પર ટૅપ કરો.

    • સૌથી જમણી ઍક્શનનો ઝડપથી ઉપયોગ કરો : સામટા ડાબી તરફ સ્વાઇપ કરો.

    • અન્ય ઍક્શન બતાવો : જમણે સ્વાઇપ કરો.

તમે મેન્યૂમાં જે ઍક્શન બતાવવા માંગો છો તે પસંદ કરવા માટે સેટિંગ્સ  > ઍપ્સ > Mail > સ્વાઇપના વિકલ્પો (મેસેજ લિસ્ટની નીચે) પર જાઓ.

મેલબૉક્સ દ્વારા તમારા મેલને ગોઠવો

મેલબૉક્સ સંપાદન સ્ક્રીન. વૈકલ્પિક મેલબૉક્સ દરેક વિકલ્પની ડાબી બાજુએ ચેકબૉક્સ સાથે ઉપરથી નીચે સુધી લિસ્ટ કરવામાં આવે છે. સ્ક્રીનમાં નીચે-જમણા ખૂણે “નવું મેલબૉક્સ” લેબલવાળું બટન છે.

કયા મેલબૉક્સને જોવું, તમારા મેલબૉક્સનો ફરી ક્રમ ગોઠવવો, નવું બનાવવું અથવા મેલબૉક્સનું નામ બદલવું અથવા ડિલીટ કરવું તે તમે પસંદ કરી શકો છો. (અમુક મેલબૉક્સ બદલી શકાતાં નથી.)

  1. તમારા iPadમાં Mail ઍપ પર જાઓ.

  2. તમારા મેલબૉક્સને ગોઠવવા માટે ઉપરના ડાબા ખૂણામાં “સાઇડબાર બતાવો” બટન પર ટૅપ કરો.

  3. “સંપાદિત કરો” પર ટૅપ કરો અને પછી નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • મેલબૉક્સ જુઓ : તમે મેલબૉક્સ લિસ્ટમાં જે મેલબૉક્સને સામેલ કરવા માંગો છો તેની બાજુનાં ચેકબૉક્સને સિલેક્ટ કરો.

    • મેલબૉક્સનો ક્રમ ફરી ગોઠવો : મેલબૉક્સ ઉપર ન આવે ત્યાં સુધી તેની બાજુમાં “ક્રમ ફરી ગોઠવો” બટન પર ટચ અને હોલ્ડ કરો પછી તેને ડ્રૅગ કરીને નવી સ્થિતિ પર લઈ જાઓ.

    • નવું મેલબૉક્સ બનાવો : નીચલા જમણા ખૂણામાં નવા મેલબૉક્સ પર ટૅપ કરો અને પછી ઑનસ્ક્રીન સૂચનાઓનું પાલન કરો.

    • મેલબૉક્સનું નામ બદલો : મેલબૉક્સ પર ટૅપ કરો અને પછી ટાઇટલ પર ટૅપ કરો. નામ ડિલીટ કરો અને પછી નવું નામ એંટર કરો.

    • મેલબૉક્સ ડિલીટ કરો : મેલબૉક્સ પર ટૅપ કરો અને પછી “મેલબૉક્સ ડિલીટ કરો” પર ટૅપ કરો.

મેલબૉક્સમાં ઇમેલ મુવ કરો

  1. તમારા iPadમાં Mail ઍપ પર જાઓ.

  2. નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • પ્રાથમિક મેસેજ જોતી વખતે : “મેલબૉક્સ” બટન પર ટૅપ કરો પછી મેલબૉક્સ પસંદ કરો.

    • મેસેજની સૂચી જોતી વખતે : “સિલેક્ટ કરો” પર ટૅપ કરો પછી તમે જે મેસેજને મુવ કરવા માંગો છો તેના ચેકબૉક્સ પર ટૅપ કરીને તેને સિલેક્ટ કરો. મેસેજની સૂચીમાં નીચે “મેલબૉક્સ” બટન પર ટૅપ કરો પછી મેલબૉક્સ પસંદ કરો.

      મહત્ત્વપૂર્ણ : તમે ટ્રાંઝેક્શન, અપડેટ અથવા પ્રમોશન મેસેજ સિલેક્ટ કરો છો ત્યારે તમે મોકલનારના તે શ્રેણીના તમામ મેસેજ સિલેક્ટ કરો છો.

    • મોકલનારનું ડાયજેસ્ટ વ્યૂ જોતી વખતે : મેસેજ પર ડાબી બાજુ સ્વાઇપ કરો, “ઍક્શનનો જવાબ આપો” બટન પર ટૅપ કરો, “મેસેજ મુવ કરો” પર ટૅપ કરો પછી મેલબૉક્સ પસંદ કરો.

એક સમયે એક અકાઉંટના ઇમેલ જુઓ

તમે Mail ઍપ સાથે ઘણા ઇમેલ અકાઉંટનો ઉપયોગ કરતા હોવ તો તમે એક સમયે એક અકાઉંટમાં મેસેજ જોવા માટે મેલબૉક્સ સૂચીનો ઉપયોગ કરી શકો છો.

  1. તમારા iPadમાં Mail ઍપ પર જાઓ.

  2. ઉપરના ડાબા ખૂણામાં “સાઇડબાર બતાવો” બટન પર ટૅપ કરીને પછી તમે જે ઇમેલ અકાઉંટને ઍક્સેસ કરવા માંગો છો તેની નીચે મેલબૉક્સ પર ટૅપ કરો.

    કોઈ ચોક્કસ ઇમેલ અકાઉંટની નીચે સૂચીબદ્ધ કરેલા દરેક મેલબૉક્સમાં ફક્ત તે ઇમેલ અકાઉંટના મેસેજ ડિસ્પ્લે થાય છે. ઉદાહરણ તરીકે ફક્ત તમારા iCloud અકાઉંટમાંથી મોકલેલા મેસેજ જોવા માટે iCloud પર ટૅપ કરો પછી “મોકલેલ” પર ટૅપ કરો.

ઇમેલને જંકમાં મુવ કરો

  1. તમારા iPadમાં Mail ઍપ પર જાઓ.

  2. નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • પ્રાથમિક મેસેજ જોતી વખતે : નીચેના જમણા ખૂણામાં “વધુ ઍક્શન” બટન પર ટૅપ કરો પછી “જંકમાં મુવ કરો“ પર ટૅપ કરો.

    • મેસેજની સૂચી જોતી વખતે : “સિલેક્ટ કરો” પર ટૅપ કરો પછી તમે જે મેસેજને મુવ કરવા માંગો છો તેના ચેકબૉક્સ પર ટૅપ કરીને તેને સિલેક્ટ કરો. મેસેજની સૂચીમાં નીચે અંકિત કરો બટન પર ટૅપ કરો પછી જંકમાં મુવ કરો પર ટૅપ કરો.

      મહત્ત્વપૂર્ણ : તમે ટ્રાંઝેક્શન, અપડેટ અથવા પ્રમોશન મેસેજ સિલેક્ટ કરો છો ત્યારે તમે મોકલનારના તે શ્રેણીના તમામ મેસેજ સિલેક્ટ કરો છો.

    • મોકલનારનું ડાયજેસ્ટ વ્યૂ જોતી વખતે : મેસેજ પર ડાબી બાજુ સ્વાઇપ કરીને “ઍક્શનનો જવાબ આપો” બટન પર ટૅપ કરો પછી “જંકમાં મુવ કરો” પર ટૅપ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.