આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં રિમાઇંડર બનાવવા માટે

તમારા iPadમાં રિમાઇંડર બનાવવા સરળ છે. તમે તેમને રિમાઇંડર અને કૅલેંડર ઍપમાં ઉમેરી શકો છો અથવા તમે હાલમાં જે ઍપમાં છો તેમાંથી બહાર નીકળ્યા વિના તરત જ એક બનાવી શકો છો.

Siri: Siriને આવું કંઈક કહો, “Add artichokes to my groceries list.” Siriનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણો

રિમાઇંડર સૂચીમાં નવું ટાસ્ક ઉમેરવામાં આવી રહ્યું છે.

નોટ : આ ગાઇડમાં વર્ણવેલાં તમામ રિમાઇંડર ફીચર જ્યારે તમે iCloudમાં અપડેટ કરેલાં રિમાઇંડરનો ઉપયોગ કરો ત્યારે ઉપલબ્ધ હોય છે. અન્ય અકાઉંટનો ઉપયોગ કરતી વખતે અમુક ફીચર ઉપલબ્ધ નથી.

રિમાઇંડર બનાવવા માટે

  1. તમારા iPadમાં રિમાઇંડર ઍપ પર જાઓ.

  2. “નવું રિમાઇંડર” બટન પર ટૅપ કરો પછી વર્ણન એંટર કરો.

ઍપ્સ સ્વિચ કર્યા વગર રિમાઇંડર બનાવવા માટે

કોઈ પણ ઍપ અથવા સ્ક્રીન પર રિમાઇંડર બનાવવા માટે નીચે પ્રમાણે કરો :

કૅલેંડરમાં રિમાઇંડર બનાવવા માટે

બુદ્ધિશાળી સૂચનો મેળવો

જો તમારા iPadમાં Apple Intelligence* ચાલુ હોય તો ઇમેલ અથવા અન્ય ટેક્સ્ટના આધારે તમે ટાસ્ક, કરિયાણાની આઇટમ અને ફૉલો-અપ જેવા અન્ય ઍપ્સમાં ટેક્સ્ટમાંથી સૂચવેલા રિમાઇંડર મેળવી શકો છો. જુઓ : રિમાઇંડરમાં Apple Intelligenceનો ઉપયોગ કરો.

*Apple Intelligence નીચેની ભાષાઓ માટે સપોર્ટ સાથે બીટામાં ઉપલબ્ધ છે : અંગ્રેજી, ડેનિશ, ડચ, ફ્રેંચ, જર્મન, ઇટાલિયન, નોર્વેજિયન, પોર્ટુગીઝ, સ્પેનિશ, સ્વીડિશ, ટર્કિશ, ચીની (સરળીકૃત), ચીની (પરંપરાગત), જાપાનીઝ, કોરિયન અને વિયેતનામીઝ. અમુક ફીચર તમામ ભાષા અથવા વિસ્તારમાં ઉપલબ્ધ ન પણ હોઈ શકે. ભાષા અને ફીચરની ઉપલબ્ધતા અને સિસ્ટમની જરૂરિયાતો વિષે વધુ માહિતી માટે Apple સપોર્ટ લેખ જુઓ : Apple Intelligence કેવી રીતે મેળવવું.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.