આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં આરોગ્ય ઍપ સાથે શરૂ કરો

iPadમાં આરોગ્ય ઍપ વિવિધ સ્રોતોમાંથી આરોગ્ય ડેટા સ્ટોર કરે છે જેમ કે : તમારું iPad, iPhone, Apple Watch અને સુસંગત ઍપ્સ અને તૃતીય પક્ષ ડિવાઇસ. તમે તમારી દવાઓ લેવાનો સમય શેડ્યૂલ કરી શકો છો, તમારા હેડફોનનું લેવલ ચકાસી શકો છો, તમારા માસિક ચક્રને ટ્રૅક કરવું વગેરે કરી શકો છો.

આરોગ્ય ઍપમાં સારાંશ સ્ક્રીન. ઍક્ટિવિટી, દવાઓ, વાઇટલ્સ, માનસિક અવસ્થા, ઊંઘ, હૃદય દર અને વર્કઆઉટ વિષેની માહિતી “પિન કરેલ”ની નીચે દેખાય છે.

તમારો આરોગ્ય ડેટા એક જગ્યાએ શોધો

તમારા મેડિકલ પ્રોવાઇડરના આરોગ્ય રેકોર્ડ, હેડફોનનાં ઑડિઓ લેવલ વગેરેની આરોગ્ય સંબંધી મૂલ્યવાન વિગતો ઑટોમૅટિક રીતે iPadમાં સ્ટોર થાય છે અને તેનું વિશ્લેષણ થાય છે. તમે લઈ રહ્યાં હોવ તે દવાઓ, તમારું માસિક ચક્ર વગેરે વિષેની માહિતી તમે મૅન્યુઅલ રીતે પણ ઉમેરી શકો છો. તમારા આરોગ્યનો તમામ ડેટા ડિસ્પ્લે કરવા માટે આરોગ્ય ઍપમાં જાઓ અને હાઇલાઇટ જોવા માટે નીચે સ્ક્રોલ કરો.

આરોગ્યની વિગતોની સ્ક્રીનમાં નામ, જન્મ તારીખ, લોહીનો પ્રકાર, લિંગ અને અન્ય માહિતી માટેનાં ફીલ્ડ સામેલ છે.

તમારા આરોગ્યની વિગતો ભરો

તમારા અનુભવને પર્સનલાઇઝ બનાવવા માટે આરોગ્યની વિગતોમાં તમારું નામ, જન્મ તારીખ, લિંગ અને અન્ય સામાન્ય માહિતી ઉમેરો. તમારા આરોગ્યની વિગતોને સંપાદિત કરવા માટે ઉપર ડાબી બાજુએ તમારા ફોટો અથવા પ્રથમાક્ષરની બાજુમાં પ્રોફાઇલ પર ટૅપ કરો અને આરોગ્યની વિગતો પર ટૅપ કરો પછી સંપાદિત કરો પર ટૅપ કરો.

આરોગ્ય ઍપમાં દવાઓની સ્ક્રીન પર તારીખ અને દવાઓનો લૉગ બતાવવામાં આવી રહ્યો છે.

તમારી દવાઓનું શેડ્યૂલ બનાવો

તમે જે દવાઓ લઈ રહ્યાં છો તેની યાદી બનાવો, તેને લેવાનું શેડ્યૂલ બનાવો અને તેને જ્યારે લો તે સમયનો લૉગ કરો. નવી દવા ઉમેરવા માટે “સર્ચ કરો” બટન પર ટૅપ કરો અને “દવા” પર ટૅપ કરો પછી “દવા ઉમેરો” પર ટૅપ કરો.

સ્ક્રીનમાં ટોચ પર અઠવાડિયાંની ટાઇમલાઇન દર્શાવતી પિરિઅડ સાઇકલ ટ્રૅકિંગ સ્ક્રીન. રંગ પૂરેલાં લાલ વર્તુળ અને જાંબલી ડૉટ ટાઇમલાઇનના પહેલા 5 દિવસને અંકિત કરે છે. ટાઇમલાઇનની નીચે પિરિઅડ, લક્ષણો વગેરે વિષે માહિતી ઉમેરવાના વિકલ્પો છે.

તમારા માસિક ચક્રને ટ્રૅક કરો

પિરિઅડ સાઇકલ ટ્રૅકિંગ દ્વારા તમે તમારા પિરિઅડને લૉગ કરી શકો છો, ક્રેમ્પ જેવાં લક્ષણો રેકોર્ડ કરી શકો છો અને સ્તનપાન જેવા પિરિઅડ સાઇકલ ફૅક્ટરને ટ્રૅક કરી શકો છો. તમારા આગામી પિરિઅડ અથવા ફર્ટાઇલ વિંડોની શરૂઆત અંગે અંદાજ લગાવવામાં મદદ મેળવવા માટે પણ તમે તેનો ઉપયોગ કરી શકો છો. પિરિઅડ સાઇકલ ટ્રૅકિંગ સેટ અપ કરવા માટે “સર્ચ કરો” બટન પર ટૅપ કરો અને “પિરિઅડ સાઇકલ ટ્રૅકિંગ” પર ટૅપ કરો પછી “પિરિઅડ સાઇકલ ટ્રૅકિંગ સેટ અપ” પર ટૅપ કરો.

વધુ જાણવા માંગો છો?

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.