આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં આરોગ્ય ઍપમાં તમારો ડેટા શેર કરો

તમે આરોગ્ય ઍપમાં આરોગ્ય અલર્ટ અને ટ્રેંડ્સ જેવો સ્ટોર કરેલો આરોગ્ય ડેટા તમારા મિત્રો, પરિવારજનો અને તમારી સંભાળ રાખનારા અન્ય લોકો સાથે શેર કરી શકો છો.

કોઈ વ્યક્તિ સાથે આરોગ્ય ડેટા શેર કરવો

તમે જે લોકો સાથે આરોગ્ય ડેટા શેર કરો છો તેઓ પણ તમને મળનારી ઉચ્ચ હૃદય દર અને અનિયમિત લયબદ્ધતાની સૂચનાઓ સહિત આરોગ્ય સૂચનાઓ જોઈ શકે છે. તમે ઍક્ટિવિટીમાં તીવ્ર ઘટાડો જેવા નોંધપાત્ર ટ્રેંડ્સ માટે પણ સૂચના શેર કરી શકો છો.

નોટ : કોઈકની સાથે આરોગ્ય ડેટા શેર કરવા માટે તમારે તેમને તમારા સંપર્કમાં સામેલ કરવા પડશે.

  1. તમારા iPadમાં આરોગ્ય ઍપ પર જાઓ.

  2. શેરિંગ પર ટૅપ કરો અને પછી નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • પહેલી વાર શેરિંગ સેટ અપ કરો : કોઈકની સાથે શેર કરો પર ટૅપ કરો.

    • વધારે સંપર્કો સાથે શેર કરો : “અન્ય વ્યક્તિને ઉમેરો” પર ટૅપ કરો અને પછી “આગળ” પર ટૅપ કરો.

  3. તમારી સંપર્ક યાદીમાં કોઈ વ્યક્તિને શોધવા માટે સર્ચ ફીલ્ડનો ઉપયોગ કરો અને પછી તેમને સિલેક્ટ કરવા માટે તેમની સંપર્ક માહિતી પર ટૅપ કરો.

  4. “સૂચવેલા વિષય જુઓ” અથવા “મૅન્યુઅલ રીતે સેટ અપ કરો” પર ટૅપ કરો પછી શેર કરવા માટે વિષય પસંદ કરો.

  5. સ્ક્રીન પર તમામ વિષય જોવા માટે નીચે સ્ક્રોલ કરો, વિકલ્પ પસંદ કરો અને આગળની સ્ક્રીન જોવા માટે “આગળ” પર ટૅપ કરો.

  6. શેર પર ટૅપ કરો પછી પૂર્ણ પર ટૅપ કરો.

જ્યારે તમારું આમંત્રણ સ્વીકારવામાં આવે છે ત્યારે તમને સૂચના પ્રાપ્ત થાય છે.

તમારા ડૉક્ટર સાથે આરોગ્ય ડેટા શેર કરો

તમે તમારા ડૉક્ટર સાથે આરોગ્ય ડેટા (જેમ કે હૃદય દર, કસરતની મિનિટ, ઊંઘના કલાકો, લેબનાં પરિણામો અને હૃદયના આરોગ્યની સૂચનાઓ) શેર કરી શકો છો. ડૉક્ટરને તેમની આરોગ્ય રેકોર્ડ સિસ્ટમમાં ડૅશબોર્ડમાં ડેટા દેખાય છે (ફક્ત યુ.એસ.; આરોગ્ય ઍપ ડેટા પ્રદાતા સાથે શેર કરોને સપોર્ટ કરતી સિસ્ટમ પર).

  1. તમારા iPadમાં આરોગ્ય ઍપ પર જાઓ.

  2. શેરિંગ પર ટૅપ કરો અને પછી નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • પહેલી વાર શેરિંગ સેટ અપ કરો : “તમારા ડૉક્ટર સાથે શેર કરો” પર ટૅપ કરો.

    • વધારે પ્રદાતા સાથે શેર કરો : “બીજા ડૉક્ટર સાથે શેર કરો” પર ટૅપ કરો.

  3. આગળ પર ટૅપ કરો પછી સૂચવેલા પ્રદાતાઓમાંથી કોઈ એક પસંદ કરો અથવા તમારા પ્રદાતાને શોધવા માટે સર્ચનો ઉપયોગ કરો.

  4. જો અકાઉંટ સાથે કનેક્ટ કરો દેખાય તો તેના પર ટૅપ કરો અને તે અકાઉંટ માટે તમે દર્દીના વેબ પોર્ટલ માટે જે યૂઝરનેમ અને પાસવર્ડનો ઉપયોગ કરો છો તે એંટર કરો પછી ઑનસ્ક્રીન સૂચનોનું પાલન કરો.

    તમારો આરોગ્ય ડેટા શેર કરવા ઉપરાંત તમારા અકાઉંટ સાથે કનેક્ટ કરવાથી તે અકાઉંટમાંથી તમારા આરોગ્ય રેકોર્ડને પણ આરોગ્ય ઍપ પર ડાઉનલોડ કરવામાં આવે છે.

  5. તમારા ડૉક્ટર સાથે શેર કરવા માટે વિષય પસંદ કરો.

  6. સ્ક્રીન પર તમામ વિષય જોવા માટે નીચે સ્ક્રોલ કરો અને આગળની સ્ક્રીન જોવા માટે આગળ પર ટૅપ કરો.

  7. શેર પર ટૅપ કરો પછી પૂર્ણ પર ટૅપ કરો.

તમે અન્ય લોકો સાથે જે ડેટા શેર કરી રહ્યાં છો તેનું રિવ્યૂ કરો અથવા તેને બદલો

  1. તમારા iPadમાં આરોગ્ય ઍપ પર જાઓ.

  2. શેરિંગ પર ટૅપ કરો પછી વ્યક્તિના નામ અથવા હેલ્થકેર પ્રોવાઇડર પર ટૅપ કરો.

  3. નીચે સ્ક્રોલ કરો પછી “શેર કરેલો ડેટા જુઓ” પર ટૅપ કરો.

  4. કોઈ પણ ફેરફાર કરો પછી પૂર્ણ પર ટૅપ કરો.

સંપર્ક અથવા પ્રોવાઇડર સાથે ડેટા શેરિંગ બંધ કરો

  1. તમારા iPadમાં આરોગ્ય ઍપ પર જાઓ.

  2. શેરિંગ પર ટૅપ કરો પછી વ્યક્તિના નામ અથવા હેલ્થકેર પ્રોવાઇડર પર ટૅપ કરો.

  3. શેરિંગ અટકાવો અથવા અકાઉંટ કાઢી નાખો પર ટૅપ કરો.

નોટ : જો તમે કોઈકની સાથે ડેટા શેર કરવાનું શરૂ કરો છો તો તેમને ફક્ત સંપર્કમાંથી કાઢી નાખવાથી તેમની સાથે માહિતીને શેર થતી રોકી શકાશે નહિ.

ઍપ્સ અને ડિવાઇસ સાથે આરોગ્ય અને ફિટનેસ ડેટા શેર કરો

તમે અન્ય ઍપને આરોગ્ય ઍપ સાથે આરોગ્ય અને ફિટનેસ ડેટા શેર કરવાની પરવાનગી આપી શકો છો. ઉદાહરણ તરીકે જો તમે વર્કઆઉટ ઍપ ઇંસ્ટૉલ કરો તો તેનો કસરતનો ડેટા આરોગ્ય ઍપમાં દેખાઈ શકે છે. વર્કઆઉટ ઍપ અન્ય ડિવાઇસ અને ઍપ્સ દ્વારા શેર કરવામાં આવેલો ડેટા (જેમ કે તમારો હૃદય દર અને વજન) પણ વાંચી શકે છે અને તેનો ઉપયોગ કરી શકે છે. જો તમે ઍપ સેટ અપ કરતી વખતે આરોગ્ય ઍપ સાથે ડેટા શેર કરવા માટે ઍપને પરવાનગી ન આપી હોય તો તમે પછીથી તેને પરવાનગી આપી શકો છો. તમે ઍપમાંથી પણ પરવાનગી કાઢી શકો છો.

હેલ્થકેર પ્રોવાઇડરના તમારા રેકોર્ડને ઍપ્સ સાથે શેર કરવા માટે જુઓ : અન્ય ઍપ્સ સાથે તમારા આરોગ્ય રેકોર્ડ શેર કરો.

  1. તમારા iPadમાં આરોગ્ય ઍપ પર જાઓ.

  2. સારાંશ પર ટૅપ કરો પછી તમારા પિક્ચરની બાજુમાં પ્રોફાઇલ અથવા ઉપર ડાબી બાજુએ પ્રથમાક્ષર પર ટૅપ કરો.

  3. પ્રાઇવસિ નીચે ઍપ્સ અથવા ડિવાઇસ પર ટૅપ કરો.

    સ્ક્રીન જેણે આરોગ્ય ડેટાનો ઍક્સેસ કરવાની વિનંતી કરી હતી તેવી આઇટમની યાદી બતાવે છે.

  4. કોઈ આઇટમ માટે ઍક્સેસ બદલવા તેના પર ટૅપ કરો પછી આરોગ્ય ઍપમાં ડેટાને રાઇટ કરવા માટે અથવા ડેટાને રીડ કરવા માટે પરવાનગીને ચાલુ અથવા બંધ કરો.

તમારો આરોગ્ય અને ફિટનેસ ડેટા XML ફૉર્મેટમાં શેર કરો

તમે આરોગ્ય ઍપમાંથી ઍપ્સ વચ્ચે ડેટા શેર કરવા માટેના સામાન્યપણે ઉપયોગમાં લેવાતા XML ફૉર્મેટમાં તમારા તમામ આરોગ્ય અને ફિટનેસ ડેટાને એક્સપોર્ટ કરી શકો છો.

  1. તમારા iPadમાં આરોગ્ય ઍપ પર જાઓ.

  2. સારાંશ પર ટૅપ કરો પછી તમારા પિક્ચરની બાજુમાં પ્રોફાઇલ અથવા ઉપર ડાબી બાજુએ પ્રથમાક્ષર પર ટૅપ કરો.

  3. તમામ આરોગ્ય ડેટા એક્સપોર્ટ કરો પર ટૅપ કરો પછી તમારો ડેટા શેર કરવાની પદ્ધતિ પસંદ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.