આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં Live Photos સંપાદિત કરવા માટે

ફોટોસ ઍપમાં તમે Live Photos સંપાદિત કરી શકો છો, મુખ્ય ફોટો બદલી શકો છો અને બાઉંસ અને લૂપ જેવી ફન ઇફેક્ટ ઉમેરી શકો છો.

Live Photoનું સંપાદન કરવું

ફોટો સંપાદન ટૂલનો ઉપયોગ કરવા ઉપરાંત તમે Live Photoનો મુખ્ય ફોટો બદલી શકો છો, તેની લંબાઈ ટ્રિમ કરી શકો છો, સાઉંડ મ્યૂટ કરી શકો અને Live Photoને સ્થિર ફોટોમાં બદલી શકો છો.

  1. તમારા iPadમાં ફોટોસ ઍપ પર જાઓ.

  2. Live Photo ખોલો અને પછી “સંપાદિત કરો” બટન પર ટૅપ કરો.

  3. “Live Photo” બટન પર ટૅપ કરો પછી નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • મુખ્ય ફોટો સેટ કરો : ફ્રેમ વ્યૂઅર પર સફેદ ફ્રેમને મૂવ કરો, મુખ્ય ફોટો બનાવો પર ટૅપ કરો અને પછી પૂર્ણ પર ટૅપ કરો.

    • Live Photo ટ્રિમ કરો : Live Photos પ્લે કરે છે તે ફ્રેમ પસંદ કરવા માટે ફ્રેમ વ્યૂઅરનો એક છેડો ડ્રૅગ કરો.

    • સ્થિર ફોટો બનાવવા માટે : લાઇવ ફીચર બંધ કરવા માટે સ્ક્રીનમાં ટોચ પર આવેલા લાઇવ બટન પર ટૅપ કરો. Live Photo તેના મુખ્ય ફોટોનો સ્થિર ફોટો બની જાય છે.

    • Live Photoને મ્યૂટ કરવા માટે : સ્ક્રીનમાં ઉપર “મ્યૂટ” બટન પર ટૅપ કરો. અનમ્યૂટ કરવા માટે ફરી ટૅપ કરો.

    ફોટોસ ઍપમાં Live Photo સંપાદન સ્ક્રીનની મધ્યમાં છે. વીડિયોના નીચેના ભાગમાં ફ્રેમ વ્યૂઅર છે અને સંપાદિત કરેલા Live Photoમાં સામેલ કરવા માટે સિલેક્ટ કરેલી ફ્રેમની આસપાસ પીળી આઉટલાઇન છે; કી ફોટો બનાવવા માટે એક ફ્રેમ સિલેક્ટ કરેલી છે. સંપાદન ટૂલ સ્ક્રીનની ડાબી બાજુએ છે : ઉપરથી નીચે Live Photo, ઍડજસ્ટ, ફિલ્ટર અને ક્રૉપ બટન છે. Live Photo સિલેક્ટ કરેલો છે.

Live Photoમાં ઇફેક્ટ ઉમેરો

તમે Live Photosમાં ઇફેક્ટ ઉમેરીને તેમને ફન વીડિયોમાં ફેરવી શકો છો.

  1. તમારા iPadમાં ફોટોસ ઍપ પર જાઓ.

  2. Live Photo ખોલો.

  3. ઉપરના ડાબા ખૂણામાં Live પર ટૅપ કરો પછી નીચેનામાંથી કોઈ પણ એક પસંદ કરો :

    • લાઇવ : લાઇવ વીડિયો પ્લેબૅક ફીચર લાગુ કરે છે.

    • લૂપ : સતત લૂપ થતા વીડિયોમાં ઍક્શન રિપીટ થાય છે.

    • બાઉંસ : ઍક્શનને બૅકવર્ડ અથવા ફૉરવર્ડ રિવાઇંડ કરે છે.

    • લૉન્ગ ઍક્સપોઝર : મોશનને બ્લર કરીને DSLR જેવી લાંબી એક્સપૉઝર ઇફેક્ટને સિમ્યૂલેટ કરે છે.

    • બંધ : લાઇવ વીડિયો પ્લેબૅક ફીચર અથવા લાગુ કરેલી ઇફેક્ટ બંધ કરે છે.

Live Photoને વીડિયોમાં ફેરવો

તમે Live Photoને સેવ અથવા શેર કરવા માટે શૉર્ટ વીડિયોમાં બદલી શકો છો—ઉદાહરણ તરીકે, Apple ડિવાઇસ પર ન હોય એવા લોકો સાથે શેર કરવા માટે.

  1. તમારા iPadમાં ફોટોસ ઍપ પર જાઓ.

  2. Live Photo ખોલો પછી ઉપર-જમણા ખૂણામાં “વધુ” બટન પર ટૅપ કરો.

  3. “વીડિયો તરીકે સેવ કરો” પર ટૅપ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.