આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPad ડિસ્પ્લે અને ટેક્સ્ટ સેટિંગ્સ ઍડજસ્ટ કરો

તમે તમારા iPadમાં ટેક્સ્ટની સાઇઝ વધારી શકો છો, ટેક્સ્ટને બોલ્ડ કરી શકો છો, Liquid Glass માટે તમારી પસંદગીનો દેખાવ પસંદ કરી શકો છો અને સ્ક્રીન પર વધુ કૉન્ટેંટ ડિસ્પ્લે કરી શકો છો.

સેટિંગ્સમાં ડિસ્પ્લે અને બ્રાઇટનેસ સ્ક્રીન.

ટેક્સ્ટ સાઇઝ ઍડજસ્ટ કરવા માટે

  1. તમારા iPadમાં સેટિંગ્સ ઍપ  પર જાઓ.

  2. ડિસ્પ્લે અને બ્રાઇટનેસ પર ટૅપ કરીને પછી ટેક્સ્ટ સાઇઝ પર ટૅપ કરો.

  3. ટેક્સ્ટ સાઇઝ બદલવા માટે સ્લાઇડરને ડાબે અથવા જમણે ડ્રૅગ કરો.

ટેક્સ્ટને બોલ્ડ કરવા માટે

  1. તમારા iPadમાં સેટિંગ્સ ઍપ પર જાઓ.

  2. ડિસ્પ્લે અને બ્રાઇટનેસ પર ટૅપ કરીને પછી બોલ્ડ ટેક્સ્ટ ચાલુ કરો.

Liquid Glass માટે તમારો મનપસંદ દેખાવ પસંદ કરવા માટે

  1. તમારા iPadમાં સેટિંગ્સ ઍપ પર જાઓ.

  2. ડિસ્પ્લે અને બ્રાઇટનેસ પર ટૅપ કરીને પછી Liquid Glass પર ટૅપ કરો.

  3. વધુ પારદર્શક દેખાવ માટે ક્લિઅર પસંદ કરો અથવા વધુ કૉન્ટ્રાસ્ટ અને વધુ અપારદર્શકતા માટે ટિનટેડ પસંદ કરો.

    નોટ : જો તમે ઍક્સેસિબિલિટી સેટિંગ્સમાં ઘટાડેલી પારદર્શકતા અથવા વધારેલો કૉન્ટ્રાસ્ટ ચાલુ કર્યો હોય તો તમારે Liquid Glassનો દેખાવ બદલવા માટે તેને બંધ કરવાની જરૂર છે.

તમારી સ્ક્રીન પર વધુ કૉન્ટેંટ ફિટ કરવા માટે

સપોર્ટેડ મૉડલમાં તમે ડિસ્પ્લે ઝૂમનો ઉપયોગ કરીને ટેક્સ્ટ અને બટનને નાનાં કરી શકો છો જેનાથી તમારી સ્ક્રીન પર વધુ કૉન્ટેંટ ફિટ થઈ શકે.

  1. તમારા iPadમાં સેટિંગ્સ ઍપ પર જાઓ.

  2. ડિસ્પ્લે અને બ્રાઇટનેસ પર ટૅપ કરીને ડિસ્પ્લે ઝૂમ પર ટૅપ કરીને પછી વધુ જગ્યા પર ટૅપ કરો.

  3. પૂર્ણ બટન પર ટૅપ કરીને પછી વધુ જગ્યાનો ઉપયોગ કરો પર ટૅપ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.