આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં સ્વિચ કંટ્રોલનો પરિચય

સ્વિચ કંટ્રોલ એ મર્યાદિત ગતિશીલતા ધરાવતા કોઈ પણ માટે સહાયક ટૅક્નોલોજી છે. તે એક્સટર્નલ અડૅપ્ટિવ બટન દબાવવું, માથાની મુવમેંટ કરવી અથવા વૉઇસ અથવા વૉઇસલેસ સાઉંડ કરવો વગેરે સ્વિચ સક્રિય કરીને તમને iPad સાથે ઇંટરૅક્ટ કરવામાં સક્ષમ બનાવે છે. એક અથવા ઘણી સ્વિચનો ઉપયોગ કરીને તમે iPadની સ્ક્રીનમાં કર્સરને નૅવિગેટ કરી શકો છો અને પછી ટૅપ, ઝૂમ ઇન, ઝૂમ આઉટ વગેરે જેવી ઉપલબ્ધ ઍક્શન પસંદ કરવા માટે સ્કૅનર મેન્યૂ ખોલી શકો છો.

સ્વિચ એટલે શું?

તમારા iPadમાં સ્વિચ એક્સટર્નલ હાર્ડવેર ડિવાઇસ અથવા ફીચર હોઈ શકે છે.

iPadમાં સ્વિચ કરવા માટે કોઈ વધારાના હાર્ડવેરની જરૂર પડતી નથી. ઉદાહરણ તરીકે :

  • સ્ક્રીન : iPadની સ્ક્રીન પર ગમે ત્યાં ટૅપ કરો અથવા દબાવી રાખો. તમે “ટૅપ કરવું” અને “લાંબી પ્રેસ કરવું”ને અલગ-અલગ ઍક્શન સાથે બે અલગ-અલગ સ્વિચ તરીકે સેટ અપ કરી શકો છો.

  • કૅમેરા : iPadના ફ્રંટ કૅમેરાને જોતી વખતે તમારું માથું ડાબી કે જમણી તરફ મુવ કરો અથવા તમારી ડાબી કે જમણી તર્જની અને અંગૂઠાને પિંચ કરો. તમે દરેક જેસ્ચરને અલગ ઍક્શન સાથે અલગ સ્વિચ તરીકે સેટ અપ કરી શકો છો.

  • બૅક ટૅપ : iPadની પાછળની બાજુએ ડબલ-ટૅપ અથવા ટ્રિપલ-ટૅપ કરો. તમે ડબલ ટૅપ અને ટ્રિપલ ટૅપને અલગ ઍક્શન સાથે બે અલગ સ્વિચ તરીકે સેટ અપ કરી શકો છો.

  • સાઉંડ : સરળ વૉઇસ સાઉંડ (જેમ કે “Oo”) અથવા વૉઇસલેસ સાઉંડ (જેમ કે પૉપ) કરો. તમે દરેક સાઉંડને અલગ ઍક્શન સાથે અલગ સ્વિચ તરીકે સેટ અપ કરી શકો છો.

  • AirPods : તમારા iPad સાથે પેર કરેલા સપોર્ટેડ AirPods પહેર્યા હોય ત્યારે હા કરતું માથું કરો અથવા માથું હલાવો. તમે “હા કરતું માથું” અને “માથું હલાવવું”ને અલગ-અલગ ઍક્શન સાથે બે અલગ-અલગ સ્વિચ તરીકે સેટ અપ કરી શકો છો.

  • ગેમિંગ : iPadમાં તમારી મનપસંદ ગેમ રમવા માટે કોઈ પણ સ્વિચને વર્ચ્યૂઅલ ગેમ કંટ્રોલરમાં ફેરવો.

Bluetooth® અથવા Lightning કનેક્ટર અથવા USB-C કનેક્ટર દ્વારા એક્સટર્નલ સ્વિચને iPad સાથે કનેક્ટ કરો. ઉદાહરણ તરીકે :

  • ઍડપ્ટિવ ઍક્સેસરિ

  • જૉયસ્ટિક

  • ગેમ કંટ્રોલર

  • MFi સ્વિચ અથવા સ્વિચ ઇંટરફેસ

સ્વિચ કંટ્રોલ કેવી રીતે કામ કરે છે?

સ્વિચ કંટ્રોલમાં દરેક સ્વિચ નિશ્ચિત ઍક્શન કરે છે—ઉદાહરણ તરીકે “આગામી આઇટમ પર મુવ કરો“ કર્સરને સ્ક્રીન પરની આગામી આઇટમ પર મુવ કરે છે. તમે સ્વિચને અડૅપ્ટિવ બટન દબાવીને, તમારા માથાને મુવ કરીને અથવા સાઉંડ કરીને સક્રિય કરો છો ત્યારે સ્વિચની ઍક્શન કરવામાં આવે છે.

કામ કરવા માટે તમને પસંદ હોય તે રીતના આધારે તમે માત્ર એક સ્વિચનો ઉપયોગ કરી શકો છો અથવા વિવિધ ઍક્શન માટે ઘણી સ્વિચનો ઉપયોગ કરી શકો છો. ઉદાહરણ તરીકે તમે કર્સરને એક આઇટમથી આગળની આઇટમ પર મુવ કરવા માટે “આગળની આઇટમ પર મુવ કરો” સ્વિચને સક્રિય કરી શકો છો. તમે ઇચ્છો તે આઇટમને કર્સર હાઇલાઇટ કરે ત્યારે તમે તમારી “આઇટમ સિલેક્ટ કરો” સ્વિચને સક્રિય કરી શકો છો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.