આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં વૉઇસ મેમો ટ્રાંસક્રિપ્શન જુઓ

iPadOS 18 અથવા તેના પછીના વર્ઝનમાં તમારા ઑડિઓ રેકોર્ડિંગની સ્પીચને વૉઇસ મેમોમાં ટેક્સ્ટમાં ટ્રાંસક્રાઇબ કરી શકાય છે. તમે રેકોર્ડિંગ કરતી વખતે અથવા પછી ટ્રાંસક્રિપ્શન જોઈ શકો છો.

જો તમે વૉઇસ મેમોના પહેલાંના વર્ઝનમાં (iPadOS 17 અથવા તેની પહેલાંના વર્ઝનમાં) કરેલા રેકોર્ડિંગને ખોલો છો અને જો તેમાં રેકોર્ડ કરેલી સ્પીચ સામેલ હશે તો વૉઇસ મેમો ઑટોમૅટિક રીતે તેનું ટ્રાંસક્રિપ્શન કરશે.

નોટ : સપોર્ટેડ મૉડલમાં ઑડિઓ ટ્રાંસક્રિપ્શન અંગ્રેજી (તમામ વેરિઅંટ), સ્પેનિશ, પોર્ટુગીઝ, ઇટાલિયન, ફ્રેંચ, જર્મન, જાપાનીઝ, કોરિયન, સરળીકૃત ચાઇનીઝ અને પરંપરાગત ચાઇનીઝમાં ઉપલબ્ધ છે. તે તમામ દેશ અથવા વિસ્તારમાં ઉપલબ્ધ નથી.

રેકોર્ડિંગ કરતી વખતે ટ્રાંસક્રિપ્શન જુઓ

  1. તમારા iPadમાં વૉઇસ મેમો ઍપ પર જાઓ.

  2. રેકોર્ડિંગ શરૂ કરવા માટે “રેકોર્ડ કરો” બટન પર ટૅપ કરો.

  3. ટ્રાંસક્રિપ્શનને લાઇવ જોવા માટે “ટ્રાંસક્રિપ્શન” બટન પર ટૅપ કરો.

    વેવફૉર્મ ટેંપરરી ગાયબ થઈ જાય છે અને વર્તમાન શબ્દ હાઇલાઇટ કરેલા સાથે ટ્રાંસક્રિપ્શન દેખાય છે. વેવફૉર્મ વ્યૂ પર પાછા ફરવા માટે “સિલેક્ટ કરેલું ટ્રાંસક્રિપ્શન” બટન પર ટૅપ કરો.

  4. રેકોર્ડિંગ રોકવા માટે “પૉઝ કરો” બટન પર ટૅપ કરો; ચાલુ રાખવા માટે ફરી શરૂ કરો પર ટૅપ કરો.

  5. રેકૉર્ડિંગ સેવ કરવા માટે પૂર્ણ બટન પર ટૅપ કરો.

રેકોર્ડિંગ કર્યા પછી ટ્રાંસ્ક્રાઇબ કરેલી ટેક્સ્ટ જુઓ અથવા કૉપિ કરો

  1. તમારા iPadમાં વૉઇસ મેમો ઍપ પર જાઓ.

  2. તમે જોવા માંગો છો તે ટ્રાંસક્રિપ્ટ સાથેના રેકોર્ડિંગ પર ટૅપ કરો પછી “રેકોર્ડિંગ સંપાદિત કરો” બટન પર ટૅપ કરો.

  3. ટ્રાંસક્રિપ્શન જોવા માટે “ટ્રાંસક્રિપ્શન” બટન પર ટૅપ કરો.

  4. તમે જે ટેક્સ્ટ કૉપિ કરવા માંગો છો તે સિલેક્ટ કરો પછી “કૉપિ કરો” પર ટૅપ કરો.

    તમે Mail મેસેજ અથવા ટેક્સ્ટ ફાઇલ જેવા બીજાં ડૉક્યુમૅન્ટ ખોલી શકો છો અને તેમાં ટેક્સ્ટ પેસ્ટ કરી શકો છો.

Apple Intelligence* દ્વારા તમે ટૅપથી ટ્રાંસક્રિપ્ટનો સારાંશ કરવા, તમારા કામને પ્રૂફરીડ કરવા અને માત્ર યોગ્ય શબ્દ અને ટોન શોધવા માટે લેખનશિલ્પીનો ઉપયોગ કરી શકો છો. Apple Intelligence દ્વારા લેખનશિલ્પીનો ઉપયોગ કરો જુઓ.

ટાઇટલ અને ટ્રાંસક્રિપ્શનમાં ટેક્સ્ટ સર્ચ કરો

  1. તમારા iPadમાં વૉઇસ મેમો ઍપ (યુટિલિટી ફોલ્ડરમાં) પર જાઓ.

  2. સર્ચ ફીલ્ડ બતાવવા માટે રેકોર્ડિંગના લિસ્ટની ટોચ પરથી નીચે સ્વાઇપ કરો.

  3. સર્ચ ફીલ્ડમાં તમે જે સર્ચ કરવા માંગો છો તે એંટર કરો.

    લિસ્ટ ફક્ત ટાઇટલમાં અથવા ઑડિઓ ટ્રાંસક્રિપ્શનમાં હોય તે ટેક્સ્ટ સાથેનાં રેકોર્ડિંગ બતાવે છે.

જ્યારે ટ્રાંસક્રિપ્શનમાં તમે કોઈ શબ્દ સિલેક્ટ કરો છો ત્યારે પ્લેહેડ તે લોકેશન પર ઑડિઓ વેવફૉર્મમાં દેખાય છે. વેવફૉર્મ પર પાછા જવા માટે “સિલેક્ટ કરેલું ટ્રાંસક્રિપ્શન” બટન પર ટૅપ કરો.

*Apple Intelligence નીચેની ભાષાઓ માટે સપોર્ટ સાથે બીટામાં ઉપલબ્ધ છે : અંગ્રેજી, ડેનિશ, ડચ, ફ્રેંચ, જર્મન, ઇટાલિયન, નોર્વેજિયન, પોર્ટુગીઝ, સ્પેનિશ, સ્વીડિશ, ટર્કિશ, ચીની (સરળીકૃત), ચીની (પરંપરાગત), જાપાનીઝ, કોરિયન અને વિયેતનામીઝ. અમુક ફીચર તમામ ભાષા અથવા વિસ્તારમાં ઉપલબ્ધ ન પણ હોઈ શકે. ભાષા અને ફીચરની ઉપલબ્ધતા અને સિસ્ટમની જરૂરિયાતો વિષે વધુ માહિતી માટે Apple સપોર્ટ લેખ જુઓ : Apple Intelligence કેવી રીતે મેળવવું.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.