આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં મેસેજમાં iMessage ઍપ્સનો ઉપયોગ કરો

તમે મેસેજ ઍપમાંથી નીકળ્યા વગર iMessage ઍપ્સ દ્વારા પોલ મોકલવા, ગેમ પ્લે કરવી, ઑડિઓ મેસેજ રેકોર્ડ કરવા, ગીત શેર કરવા અને વધુ કરી શકો છો. તમે તમારી ઉપલબ્ધ ઍપ્સના લિસ્ટને કસ્ટમાઇઝ કરી શકો છો અથવા App Storeમાં તમને મળતી iMessage ઍપ્સ ઉમેરી શકો છો.

મેસેજ વાર્તાલાપમાં ઉમેરો બટન પર ટૅપ કર્યા પછી તમારા મેસેજમાં ઉમેરવા માટેના ફીચરની સૂચી દેખાય છે.

iMessage ઍપ્સ ફરીથી ગોઠવો

  1. તમારા iPadમાં મેસેજ ઍપ પર જાઓ.

  2. વાર્તાલાપમાં “ઉમેરો” બટન પર ટૅપ કરો.

  3. લિસ્ટમાં કોઈ પણ ઍપ આઇકનને ત્યાં સુધી ટચ અને હોલ્ડ કરો જ્યાં સુધી તે થોડું સંકોચાય નહિ, પછી તેને તમારા ઇચ્છિત લોકેશન પર ડ્રૅગ કરો.

    ઍપ આઇકનને બીજા પેજ પર મુવ કરવા માટે તેને સ્ક્રીનની ઉપરની અથવા નીચેની કિનારી પર ડ્રૅગ કરો. નવું પેજ દેખાય તે માટે તમારે થોડી રાહ જોવી પડી શકે છે.

iMessage ઍપ્સ ઉમેરો

મેસેજ ઍપ iMessage ઍપ્સ સાથે આવે છે જેનો ઉપયોગ તમે ફોટો, વીડિયો, ઑડિઓ મેસેજ, ચુકવણી, સ્ટિકર વગેરે મોકલવા માટે કરી શકો છો. તમે હજુ પણ વધુ વિકલ્પો માટે વધારાની iMessage ઍપ્સ ડાઉનલોડ કરી શકો છો.

  1. તમારા iPadમાં મેસેજ ઍપ પર જાઓ.

  2. વાર્તાલાપમાં “ઉમેરો” બટન પર ટૅપ કરો.

  3. iMessage માટે App Store ખોલવા માટે સ્ટોર પર ટૅપ કરો.

  4. વધુ વિગતો અને રિવ્યૂ જોવા માટે ઍપ પર ટૅપ કરો અને પછી નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • ઍપ ખરીદો : કિંમત પર ટૅપ કરો. તમારા Apple અકાઉંટ સાથે જોડાયેલી પદ્ધતિનો ઉપયોગ કરીને ચુકવણી કરવામાં આવે છે.

    • ફ્રી ઍપ ડાઉનલોડ કરો : “મેળવો” પર ટૅપ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.