આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં ઍપ્સ વચ્ચે સ્વિચ કરો

એક ઍપ અથવા વિંડોમાંથી બીજી ઍપ અથવા વિંડોમાં ઝડપથી સ્વિચ કરવા માટે તમે Dock, Exposé અથવા જેસ્ચરનો ઉપયોગ કરી શકો છો. જ્યારે તમે પાછા સ્વિચ કરો છો ત્યારે તમે જ્યાંથી છોડ્યું હતું ત્યાંથી પિક કરી શકો છો.

Dockમાંથી કોઈ ઍપ ખોલો

Dock દર્શાવવા માટે સ્ક્રીનની નીચેની ધારથી સહેજ દૂર ઉપર તરફ સ્વાઇપ કરો પછી તમે જે ઍપ ખોલવા માંગો છો તેના પર ટૅપ કરો.

Dockની ડાબી બાજુએ મનપસંદ ઍપ્સ છે અને જમણી બાજુએ તમે તાજેતરમાં તમારા iPadમાં અને તમારા નજીકના iPhone અથવા Macમાં ખોલેલી ઍપ્સ જેવી સૂચવેલી ઍપ્સ છે. Dockમાં સૌથી જમણા આઇકનથી ઍપ લાઇબ્રેરી ખુલે છે.

તમે ફાઇલ ઍપમાંથી ફોલ્ડરને Dockમાં પણ મુવ કરી શકો છો જેથી તમે તેને ઝડપથી ખોલી શકો. જુઓ : ફાઇલ અને ફોલ્ડરમાં ફેરફાર કરો.

ડાબી બાજુએ છ મનપસંદ ઍપ અને જમણી બાજુએ ત્રણ સૂચવેલી ઍપ દર્શાવતી Dock સાથેની હોમ સ્ક્રીન. Dockમાં સૌથી જમણા આઇકનથી ઍપ લાઇબ્રેરી ખુલે છે.

Exposé સાથે ઍપ જોવા અને તેમની વચ્ચે સ્વિચ કરવા માટે

Exposé તમારી બધી ખુલ્લી ઍપ અને વિંડો ડિસ્પ્લે કરે છે અને તમને તેમની વચ્ચે સ્વિચ કરવાની સુવિધા આપે છે.

  1. સ્ક્રીનમાં નીચેથી ઉપર સ્વાઇપ કરો, સ્ક્રીનના સેંટરમાં પૉઝ કરો અને પછી તમારી આંગળી ઉઠાવો.

    તાજેતરમાં વપરાયેલી ઘણી ઍપ બતાવતું Exposé.
  2. ખુલ્લી ઍપ્સને બ્રાઉઝ કરવા માટે જમણી બાજુ અથવા ડાબી બાજુ સ્વાઇપ કરો.

    જો તમે એક જ સ્ક્રીન પર ઘણી વિંડોમાં કામ કરી રહ્યા હોવ તો તે વિંડો જમણી બાજુએ દેખાય છે. અન્ય ખુલ્લી ઍપ ડાબી બાજુએ દેખાય છે.

  3. ઍપ વિંડોને ખોલવા માટે તેના પર ટૅપ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.