આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં Freeform બોર્ડમાં ટેક્સ્ટ ઉમેરવા માટે

તમે સ્ટિકી નોટ અથવા ટેક્સ્ટ બૉક્સનો ઉપયોગ કરીને Freeform બોર્ડમાં ટેક્સ્ટ ઉમેરી શકો છો અથવા આકારમાં ટેક્સ્ટ ઉમેરી શકો છો.

સિલેક્ટ કરેલું ટેક્સ્ટ બૉક્સ અને તેની નીચે ટેક્સ્ટ ફૉર્મેટિંગ ટૂલ દર્શાવતું Freeform બોર્ડ.
  1. તમારા iPadમાં Freeform ઍપ પર જાઓ.

  2. બોર્ડ ખોલો અથવા નવું બોર્ડ શરૂ કરવા માટે “નવું બોર્ડ” બટન પર ટૅપ કરીને પછી નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • ટેક્સ્ટ બૉક્સ ઉમેરો : “ટેક્સ્ટ બૉક્સ ઉમેરો” બટન પર ટૅપ કરો.

    • આકારમાં ટેક્સ્ટ ઉમેરો : કૉન્ટેંટ હબ બટન પર ટૅપ કરીને પછી “આકાર ઉમેરો” બટન પર ટૅપ કરો.

    • સ્ટિકી નોટ ઉમેરો : “સ્ટિકી નોટ ઉમેરો” બટન પર ટૅપ કરો.

  3. ટેક્સ્ટ બૉક્સ, આકાર અથવા સ્ટિકી નોટ પર ડબલ-ટૅપ કરો અને પછી ટેક્સ્ટ એંટર કરો. (જો તમે કીબોર્ડ કનેક્ટ કરેલું હોય તો આઇટમ દેખાય તેની સાથે જ તમે ટાઇપ કરવાનું શરૂ કરી શકો છો.)

  4. ફૉન્ટ, અલાઇનમેંટ વગેરે બદલવા ઑબજેક્ટનાં ફૉર્મેટિંગ ટૂલ બતાવવા માટે ડબલ-ટૅપ કરો અને પછી “ટેક્સ્ટમાં ફેરફાર કરો” બટન પર ટૅપ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.