આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

AirTag, Apple Pencil Pro અથવા iPadમાં “ખોજી”માંથી અન્ય આઇટમ કાઢી નાખો

તમે તમારા Apple અકાઉંટમાંથી AirTag, Apple Pencil Pro અથવા તૃતીય પક્ષ આઇટમને કાઢી નાખવા માટે ખોજી ઍપનો ઉપયોગ કરી શકો છો જેથી કોઈ અન્ય વ્યક્તિ તેને રજિસ્ટર કરી શકે.

AirTag, Apple Pencil Pro અથવા તૃતીય પક્ષ આઇટમને રજિસ્ટર કરવાની રીત જાણો.

AirTag અથવા અન્ય આઇટમ કાઢી નાખવા માટે

  1. તમારા iPadમાં ખોજી ઍપ પર જાઓ.

  2. સ્ક્રીનમાં નીચે-ડાબી બાજુ “આઇટમ” પર ટૅપ કરો પછી તમે જે આઇટમને કાઢી નાખવા માંગો છો તેના પર ટૅપ કરો.

  3. આઇટમને તમારા iPadની નજીક લાવો.

    જો આઇટમ તમારા ડિવાઇસની નજીક ન હોય તો પણ તમે તેને તમારા અકાઉંટમાંથી કાઢી શકો છો. જો કે કોઈ પણ તેમના Apple અકાઉંટમાંથી આઇટમને રજિસ્ટર કરે તે પહેલાં તેને રીસેટ કરવી આવશ્યક છે.

  4. “આઇટમ કાઢી નાખો” પર ટૅપ કરો અને પછી ઑનસ્ક્રીન સૂચનાઓનું પાલન કરો.

Apple Pencil Pro કાઢી નાખવા માટે

  1. તમારા iPadમાં ખોજી ઍપ પર જાઓ.

  2. સ્ક્રીનમાં નીચે ડિવાઇસ પર ટૅપ કરો પછી તમે જે Apple Pencil Proને કાઢી નાખવા માંગતા હોવ તેના પર ટૅપ કરો.

  3. નીચે સ્ક્રોલ કરો અને “આ ડિવાઇસ કાઢી નાખો” પર ટૅપ કરો.

    Apple Pencil Pro કાઢી નાખવાથી “ખોજી લૉક” કાઢી નાખવામાં આવે છે જેનાથી બીજા Apple અકાઉંટને તેમના iPadમાં “ખોજી” ઉમેરવા માટે Apple Pencil Pro ઉમેરવાની અનુમતિ મળે છે.

નોટ : આઇટમને રીસેટ કરવા માટે ઉત્પાદકની સૂચનાઓનું પાલન કરો. AirTag માટે Apple સપોર્ટ લેખ તમારા AirTagને રીસેટ કેવી રીતે કરવું જુઓ.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.