આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં Freeformમાં સુસંગત શૈલી અને ફૉર્મેટિંગ લાગુ કરો

તમારી સ્ટિકી નોટ, આકાર અથવા ટેક્સ્ટ બૉક્સની ટેક્સ્ટ Freeformમાં સુસંગત બતાવવા માંગતા હોવ—ઉદાહરણ તરીકે ફૉન્ટ, સાઇઝ અને રંગ સુસંગત બતાવવા માંગતા હોવ—તો તમે એક આઇટમમાંથી શૈલી કૉપિ કરીને તેને બીજામાં પેસ્ટ કરી શકો છો. તમે શૈલી સેવ પણ કરી શકો છો.

  1. તમારા iPadમાં Freeform ઍપ પર જાઓ.

  2. બોર્ડમાં આઇટમ પર ટૅપ કરો અને ફૉર્મેટિંગમાં કોઈ પણ ઍડજસ્ટમેંટ કરો—જેથી તેમાં તમે કૉપિ કરવા માંગો છો તે શૈલી હોય.

  3. તમારી પસંદની શૈલીમાં ફૉર્મેટ કરેલી આઇટમ હોય ત્યારે તેના ફૉર્મેટિંગ ટૂલ બતાવવા માટે તેના પર ટૅપ કરો.

  4. “વધુ” બટન પર ટૅપ કરો, શૈલી પર ટૅપ કરો પછી “શૈલી કૉપિ કરો” પર ટૅપ કરો.

  5. તમે જે આઇટમની શૈલી બદલવા માંગો છો તેના ફૉર્મેટિંગ ટૂલ સિલેક્ટ કરવા અને બતાવવા માટે ટૅપ કરો.

  6. “વધુ” બટન પર ટૅપ કરો, “શૈલી” પર ટૅપ કરો પછી “શૈલી પેસ્ટ કરો” પર ટૅપ કરો.

    તમે જે આઇટમમાં શૈલી પેસ્ટ કરી રહ્યાં છો તેના આધારે ફૉન્ટ, લાઇનની જાડાઈ અથવા રંગને મૅચ કરવામાં આવે છે.

    લિંક કરેલી અથવા મૂકવામાં આવેલી ફાઇલ માટે પેસ્ટ કરેલી શૈલીના ખૂણા અને શૅડો અપડેટ કરવામાં આવે છે.

ટિપ : જો તમને કોઈ આઇટમની શૈલી પસંદ હોય તો તેની શૈલી સેવ કરી શકો છો. પછી જ્યારે પણ તમે તમારા બોર્ડમાં આવી બીજી આઇટમ ઉમેરો ત્યારે તે સેવ કરેલી શૈલીનો ઉપયોગ કરે છે. ટેક્સ્ટ બૉક્સ સિલેક્ટ કરવા માટે ટૅપ કરીને “વધુ” બટન પર ટૅપ કરીને શૈલી પર ટૅપ કરીને પછી ઇંસર્ટ શૈલી તરીકે સેવ કરો પસંદ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.