iPad પર કૉલ કરવા માટે

તમારા iPadમાં ફોન કૉલ કરવાની ઘણી રીતો છે : કીપૅડ પર નંબર ડાયલ કરો, મનપસંદ અથવા તાજેતરના કૉલ પર ટૅપ કરો અથવા તમારી સંપર્ક સૂચીમાંથી કોઈ નંબર પસંદ કરો.

નોટ : જો તમારી પાસે તમારા iPadમાં ફોન ઍપ ન હોય તો તમે તેને App Storeમાંથી ડાઉનલોડ કરી શકો છો.

સ્ક્રીનની ડાબી બાજુએ મનપસંદ સંપર્ક સાથેની ફોન ઍપ. મનપસંદની નીચે તાજેતરના કૉલ અને વૉઇસમેલની સૂચી છે. સ્ક્રીનમાં જમણી બાજુએ સંપર્કની માહિતી દેખાય છે અને સ્ક્રીનમાં ઉપર જમણી બાજુએ કીપૅડ બટન દેખાય છે.

નંબર ડાયલ કરો

Siri: નંબર પર કૉલ અથવા ડાયલ કરવાનું Siriને કહો. દરેક અંકને અલગથી બોલો-ઉદાહરણ તરીકે “ચાર એક પાંચ, પાંચ પાંચ પાંચ....” ભારતમાં 800 એરિયા કોડ માટે તમે “આઠસો” કહી શકો છો. Siriનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણો.

અથવા Siriનો ઉપયોગ કર્યા વગર :

  1. તમારા iPadમાં ફોન ઍપ પર જાઓ.

  2. ઉપરના જમણા ખૂણામાં ગોળ ગ્રિડ બટન પર ટૅપ કરો પછી નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • કીપૅડનો ઉપયોગ કરીને નંબર એંટર કરો : જો તમે કોઈ ભૂલ કરો છો તો ડિલીટ કરો બટન પર ટૅપ કરો.

    • છેલ્લે ડાયલ કરેલો નંબર ફરી ડાયલ કરો : છેલ્લે ડાયલ કરેલો નંબર જોવા માટે “કૉલ” બટન પર ટૅપ કરો અને પછી તે નંબરને કૉલ કરવા માટે “કૉલ” બટન પર ટૅપ કરો.

    • તમે કૉપિ કરેલો નંબર પેસ્ટ કરો : કીપૅડની ઉપર ફોન નંબર ફીલ્ડ પર ટૅપ કરો અને પછી “પેસ્ટ કરો” પર ટૅપ કરો.

    • સોફ્ટ (2-સેકંડ) પૉઝ એંટર કરો : અલ્પવિરામ દેખાય ત્યાં સુધી સ્ટાર (*) કીને ટચ કરીને હૉલ્ડ કરો.

    • હાર્ડ પૉઝ એંટર કરો (તમે ડાયલ બટનને ટૅપ ન કરો ત્યાં સુધી ડાયલિંગ પૉઝ કરવા માટે) : અર્ધવિરામ દેખાય ત્યાં સુધી પાઉંડ (#) કીને ટચ કરીને હૉલ્ડ કરો.

    • આંતરરાષ્ટ્રીય કૉલ માટે “+” એંટર કરો : “+” ન દેખાય ત્યાં સુધી “0” કીને ટચ કરીને હૉલ્ડ કરો.

  3. કૉલ શરૂ કરવા માટે “કૉલ” બટન પર ટૅપ કરો.

કૉલ સમાપ્ત કરવા માટે “કૉલ સમાપ્ત કરો” બટન પર ટૅપ કરો.

તમારા મનપસંદમાંથી સંપર્ક ઉમેરો અથવા કાઢી નાખો

  1. તમારા iPadમાં ફોન ઍપ પર જાઓ.

  2. “ફિલ્ટર” બટન પર ટૅપ કરીને પછી કૉલ પર ટૅપ કરો.

  3. સંપર્કને તમારા મનપસંદમાં ઉમેરવા માટે સ્ક્રીનમાં ઉપરના ડાબા ખૂણામાં સંપાદિત કરો પર ટૅપ કરીને પછી નીચેનામાંથી એક કરો :

    • જો તમે તમારું પહેલું મનપસંદ ઉમેરી રહ્યા હોવ તો : મનપસંદ ઉમેરો પર ટૅપ કરો.

    • જો તમે પહેલાંથી જ કોઈ મનપસંદ ઉમેર્યું હોય તો : મનપસંદ સંપાદિત કરો પર ટૅપ કરીને પછી “ઉમેરો” બટન પર ટૅપ કરો.

  4. સંપર્ક પર ટૅપ કરો, સંચારની ડિફૉલ્ટ પદ્ધતિ (ઉદાહરણ તરીકે મેસેજ, કૉલ અથવા વીડિયો) અને પસંદગીનો નંબર પસંદ કરો પછી પૂર્ણ બટન પર ટૅપ કરો.

  5. તમારા મનપસંદમાંથી સંપર્કને દૂર કરવા માટે સંપાદિત કરો પર ટૅપ કરીને મનપસંદ સંપાદિત કરો પર ટૅપ કરીને તમે જે સંપર્કને કાઢી નાખવા માંગો છો તેના ઉપરના ડાબા ખૂણામાં “કાઢી નાખો” બટન પર ટૅપ કરીને પછી પૂર્ણ બટન પર ટૅપ કરો.

તમારા મનપસંદમાંના કોઈનો સંપર્ક કરવા માટે તેમના નામ પર ટૅપ કરો.

તાજેતરના કૉલને ફરી ડાયલ કરો અથવા રિટર્ન કરો

  1. તમારા iPadમાં ફોન ઍપ પર જાઓ.

  2. “ફિલ્ટર” બટન પર ટૅપ કરીને પછી કૉલ પર ટૅપ કરો.

  3. તમારી સ્ક્રીનની ડાબી બાજુએ તાજેતરની સૂચીમાં નામ અથવા નંબર પર ટૅપ કરો.

    કૉલ અથવા કૉલર વિષેની માહિતી સ્ક્રીનની જમણી બાજુએ દેખાય છે.

  4. ફરીથી ડાયલ કરવા અથવા કૉલ પર પાછા જવા માટે સ્ક્રીનની જમણી બાજુએ કૉલરના નામ અથવા નંબરની નીચે “કૉલ” બટન પર ટૅપ કરો.

તમારી સંપર્ક સૂચીમાં કોઈને કૉલ કરો

Siri: Siriને આવું કંઈક કહો, “Call Eliza’s mobile.” Siriનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણો.

અથવા નીચે પ્રમાણે કરો :

  1. તમારા iPadમાં ફોન ઍપ પર જાઓ.

  2. સ્ક્રીનમાં ઉપરના જમણા ખૂણામાં સર્ચ ફીલ્ડ પર ટૅપ કરીને તમે જે સંપર્કને કૉલ કરવા માંગો છો તેમનું નામ ટાઇપ કરીને પછી સર્ચ પરિણામોમાં તેમનું નામ દેખાય ત્યારે તેના પર ટૅપ કરો.

  3. સ્ક્રીનની જમણી બાજુએ સંપર્ક કાર્ડમાં ફોન બટન પર ટૅપ કરીને પછી તમે જે નંબર પર કૉલ કરવા માંગો છો તેના પર ટૅપ કરો.

ચેતવણી : જોખમી પરિસ્થિતિમાં પરિણમી શકે તેવા વિક્ષેપોને ટાળવા વિષેની મહત્ત્વપૂર્ણ માહિતી માટે iPad માટે મહત્ત્વપૂર્ણ સુરક્ષા માહિતી જુઓ.

*Apple Intelligence નીચેની ભાષાઓ માટે સપોર્ટ સાથે બીટામાં ઉપલબ્ધ છે : અંગ્રેજી, ડેનિશ, ડચ, ફ્રેંચ, જર્મન, ઇટાલિયન, નોર્વેજિયન, પોર્ટુગીઝ, સ્પેનિશ, સ્વીડિશ, ટર્કિશ, ચીની (સરળીકૃત), ચીની (પરંપરાગત), જાપાનીઝ, કોરિયન અને વિયેતનામીઝ. અમુક ફીચર તમામ ભાષા અથવા વિસ્તારમાં ઉપલબ્ધ ન પણ હોઈ શકે. ભાષા અને ફીચરની ઉપલબ્ધતા અને સિસ્ટમની જરૂરિયાતો વિષે વધુ માહિતી માટે Apple સપોર્ટ લેખ જુઓ : Apple Intelligence કેવી રીતે મેળવવું.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.