આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં ઘડિયાળ ઍપમાં અલાર્મ સેટ કરો

તમે તમારા iPadને અલાર્મ ઘડિયાળમાં બદલી શકો છો અથવા Siriને તમારા માટે એક સેટ કરવા કહો. અલાર્મને કોઈ પણ સમય માટે સેટ કરી શકાય છે અને અઠવાડિયાંના ચોક્કસ દિવસે રિપીટ કરી શકાય છે. તમે સ્નૂઝ કેટલો સમય ચાલે છે તે પણ ઍડજસ્ટ કરી શકો છો.

Siri: Siriને આવું કંઈક કહો : “Set an alarm for 7 a.m.” Siriનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણો.

અલાર્મનો સમય બદલવા, અલાર્મ રિપીટ કરવાની પસંદગી, અલાર્મ લેબલ ઉમેરવા, અલાર્મ સાઉંડ સિલેક્ટ કરવા, સ્નૂઝ ચાલુ કરવા અને સ્નૂઝનો સમય બદલવા માટેનાં સેટિંગ્સ સાથે ઘડિયાળ ઍપમાં અલાર્મ ટૅબ.

અલાર્મ સેટ કરવા માટે

  1. તમારા iPadમાં ઘડિયાળ ઍપ પર જાઓ.

  2. અલાર્મ પર ટૅપ કરીને પછી “ઉમેરો” બટન પર ટૅપ કરો.

  3. સમય સેટ કરીને પછી નીચેનામાંથી કોઈ પણ વિકલ્પ પસંદ કરો :

    • રિપીટ કરો : અઠવાડિયાના જે દિવસોએ તમે અલાર્મ રિપીટ કરવા માંગો છો તેને પસંદ કરો.

    • લેબલ કરો : અલાર્મને નામ આપો જેમ કે “ઝાડને પાણી આપો.”

    • સાઉંડ : ગીત અથવા રિંગટોન પસંદ કરો.

    • સ્નૂઝ કરો : તમારા અલાર્મ સાથે સ્નૂઝ બટન જોવા માટે આને ચાલુ કરો.

    • સ્નૂઝ અવધિ : અલાર્મ કેટલા સમય સુધી પૉઝ કરવું તે પસંદ કરો.

  4. પૂર્ણ બટન પર ટૅપ કરો.

અલાર્મ બદલવા માટે “અલાર્મ ટાઇમ” પર ટૅપ કરો. અથવા ઉપરની ડાબી બાજુએ “સંપાદિત કરો” પર ટૅપ કરીને પછી અલાર્મ ટાઇમ પર ટૅપ કરો.

અલાર્મનો વૉલ્યૂમ બદલવા માટે

  1. તમારા iPadમાં સેટિંગ્સ  ઍપ પર જાઓ.

  2. સાઉંડ પર ટૅપ કરો.

  3. રિંગટોન અને અલર્ટમાં વૉલ્યૂમ સ્લાઇડરને ડ્રૅગ કરો.

ટિપ : અલાર્મનો વૉલ્યૂમ બદલવા માટે તમારા ડિવાઇસમાં વૉલ્યૂમ બટનનો ઉપયોગ કરવા માટે “બટનથી બદલો” ચાલુ કરો.

તમારું અલાર્મ વાગે છે જ્યારે :

  • તમે સાઇલેંટ મોડ ચાલુ કરો.

  • તમે ડૂ નૉટ ડિસ્ટર્બ (અથવા બીજું ફોકસ) ચાલુ કરો.

  • તમે તમારા iPad સાથે હેડફોન કનેક્ટ કરો. તમારા iPad પર બિલ્ટ-ઇન સ્પીકર અને તમારા હેડફોન બંનેમાં સેટ કરેલા વૉલ્યૂમ પર અલાર્મ વાગે છે.

અલાર્મ બંધ કરવા માટે

  1. તમારા iPadમાં ઘડિયાળ ઍપ પર જાઓ.

  2. “અલાર્મ” પર ટૅપ કરો.

  3. અલાર્મ ટાઇમની નીચે આપેલા બટન પર ટૅપ કરો.

અલાર્મ કાઢી નાખવા માટે

  1. તમારા iPadમાં ઘડિયાળ ઍપ પર જાઓ.

  2. “અલાર્મ” પર ટૅપ કરો.

  3. ઉપર ડાબી બાજુએ સંપાદિત કરો પર ટૅપ કરીને “ડિલીટ કરો” બટન પર ટૅપ કરો પછી પૂર્ણ બટન પર ટૅપ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.