iPadમાં તમારાં ફોટો કલેક્શન બ્રાઉઝ કરો

તમારા ફોટો અને વીડિયોને યાદગીરી, મનપસંદ, લોકો અને પાળતું પ્રાણી વગેરે જેવા ખાસ ક્યૂરેટ કરેલા કલેક્શનમાં ગોઠવવામાં આવે છે.

ફોટોસ ઍપ ખુલ્લી છે અને સાઇડબારમાં કલેક્શન ટૅબ સિલેક્ટ કરેલું છે.

તમારાં કલેક્શન જુઓ

  1. તમારા iPadમાં ફોટોસ ઍપ પર જાઓ.

  2. કલેક્શન પર ટૅપ કરો.

  3. કલેક્શન જોવા માટે ઉપર સ્વાઇપ કરો.

    દરેક કલેક્શનના હેડિંગની નીચે વિવિધ કલેક્શન જોવા માટે ડાબે અથવા જમણે સ્વાઇપ કરો. અથવા તે શ્રેણીમાં તમામ કલેક્શન જોવા માટે હેડિંગ પર ટૅપ કરો.

  4. કલેક્શન ખોલવા માટે તેના પર ટૅપ કરો.

ટિપ : સાઇડબાર બંધ કરવા માટે સાઇડબાર છુપાવો બટન પર ટૅપ કરો. સાઇડબાર ફરીથી બતાવવા માટે “સાઇડબાર ટૉગલ કરો” બટન પર ટૅપ કરો.

કલેક્શનનું ડિસ્પ્લે બદલવા માટે

કલેક્શનને મોટી અથવા નાની ઇમેજ ટાઇલ સાથે અથવા કોઈ પણ ઇમેજ વગર જોઈ શકાય છે. તમે સ્ક્રીન કલેક્શન દેખાવાનો ક્રમ પણ બદલી શકો છો.

  1. તમારા iPadમાં ફોટોસ ઍપ પર જાઓ.

  2. કલેક્શન પર ટૅપ કરો.

  3. “વધુ” બટન પર ટૅપ કરો પછી નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • કલેક્શન ટાઇલની સાઇઝ મોટી કરવા માટે : મોટી ગ્રિડ બટન પર ટૅપ કરો.

    • કલેક્શન ટાઇલની સાઇઝ ઘટાડવા માટે : નાની ગ્રિડ બટન પર ટૅપ કરો.

    • ડિફૉલ્ટ ડિસ્પ્લે બતાવવા માટે : મિક્સ ગ્રિડ બટન પર ટૅપ કરો.

    • કલેક્શન ટાઇલ છુપાવવા માટે : તમામને કોલૅપ્સ કરો પર ટૅપ કરો.

    • કલેક્શનનો ક્રમ ફરી ગોઠવવા માટે : ક્રમ ફરી ગોઠવો પર ટૅપ કરીને કલેક્શનને ટચ કરીને નવી જગ્યા સુધી ડ્રૅગ કરો પછી પૂર્ણ બટન પર ટૅપ કરો.

    • કલેક્શનમાં કઈ ફોટો લાઇબ્રેરી સામેલ કરવી તે પસંદ કરો (જો તમે iCloud શેર કરેલી ફોટો લાઇબ્રેરીનો ભાગ હોવ તો) : બંને લાઇબ્રેરી, પર્સનલ લાઇબ્રેરી અથવા શેર કરેલી લાઇબ્રેરી પર ટૅપ કરો.

ટિપ : જો તમે સિંગલ કલેક્શન માટે ઇમેજ ટાઇલ છુપાવવા માંગતા હોવ તો ફૉરવર્ડ કરો બટન પર ટૅપ કરો. તેમને છુપાવવાનું રોકવા માટે ફૉરવર્ડ કરો બટન પર ટૅપ કરો.

જ્યારે તમે કલેક્શન પર ટૅપ કરો ત્યારે ડિફૉલ્ટ રૂપે વીડિયો અને Live Photo ઑટોમૅટિક રીતે પ્લે થાય છે. ઑટોપ્લે બંધ કરવા માટે ઉપરના જમણા ખૂણામાં તમારા અકાઉંટ પર ટૅપ કરો પછી “Motion અને લૂપ વીડિયો ઑટો-પ્લે કરો” બંધ કરો.

કલેક્શનનો ક્રમ ફરી ગોઠવો

તમે કલેક્શનનો ક્રમ બદલી શકો છો જેથી તમે જે કલેક્શન પર સૌથી વધુ વાર જાઓ છો તે પહેલા દેખાય. ઉદાહરણ તરીકે જો તમે વારંવાર તમારા શેર કરેલા ઍલ્બમ જોતા હોવ તો તેને અન્ય કલેક્શનથી ઉપર મુવ કરી શકો છો.

  1. તમારા iPadમાં ફોટોસ ઍપ પર જાઓ.

  2. કલેક્શન પર ટૅપ કરો.

  3. સ્ક્રીનમાં નીચે સુધી સ્ક્રોલ કરો, “ફરી ક્રમ ગોઠવો” પર ટૅપ કરો પછી કલેક્શનને ડ્રૅગ કરીને નવી સ્થિતિ પર મૂકો.

  4. “પૂર્ણ” પર ટૅપ કરો.

તમે “વધુ” બટન પર પણ ટૅપ કરી શકો છો પછી ફરી ક્રમ ગોઠવો પર ટૅપ કરો.

કલેક્શન અને ઍલ્બમ પિન કરવા માટે

સ્ક્રીનમાં ટોચ પર પિન કરેલા હેડિંગની નીચે કયા કલેક્શન અને ઍલ્બમ દેખાય છે તે તમે પસંદ કરી શકો છો. તમે સૌથી વધુ વાર જોતા કલેક્શન અને ઍલ્બમને પિન કરો જેથી તેમને શોધવામાં સરળતા રહે.

  1. તમારા iPadમાં ફોટોસ ઍપ પર જાઓ.

  2. કલેક્શન પર ટૅપ કરો.

  3. “સંપાદિત કરો” પર ટૅપ કરો (પિન કરેલા હેડિંગની જમણી બાજુએ) પછી નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • પિન કરેલું કલેક્શન કાઢી નાખવા માટે : “કાઢી નાખો” બટન પર ટૅપ કરીને પછી “ટ્રૅશ” બટન પર ટૅપ કરો.

    • ક્લેક્શન પિન કરવા માટે : તમે ઉમેરવા માંગો છો તે સૂચવેલા કલેક્શન પર ટૅપ કરો અથવા વધુ વિકલ્પ જોવા માટે કોઈ પણ કલેક્શન અથવા ઍલ્બમ પર ટૅપ કરો.

    • પિન કરેલા કલેક્શનનો ક્રમ ફરી ગોઠવવા માટે : પિન કરેલા કલેક્શનને ટચ અને હોલ્ડ કરો પછી તેને નવા સ્થાન પર ડ્રૅગ કરો.

      નોટ : જેમની બાજુમાં “કાઢી નાખો” બટન હોય તેવાં કલેક્શન વર્તમાનમાં તમારાં પિન કરેલાં કલેક્શનમાં છે. જેમની બાજુમાં “ઉમેરો” બટન હોય તેવાં કલેક્શન હજુ સુધી પિન કરેલાં નથી.

  4. તમે પૂર્ણ કરો ત્યારે “બંધ કરો” બટન પર ટૅપ કરો.

ટિપ : પિન કરેલામાં કલેક્શનને ઝડપથી ઉમેરવા માટે તેને ટચ કરી દબાવી રાખો પછી પિન કરો પર ટૅપ કરો. પિન કરેલામાંથી કલેક્શનને દૂર કરવા માટે તેને ટચ કરી દબાવી રાખો પછી અનપિન પર ટૅપ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.