આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં કૅલેંડરમાં આમંત્રણ મોકલો

કૅલેંડર ઍપમાં તમે મીટિંગ અને ઇવેંટનાં આમંત્રણ મોકલી શકો છો. iCloud, Microsoft Exchange અને કેટલાંક CalDAV સર્વરની મદદથી પણ તમે મીટિંગનાં આમંત્રણ મોકલી શકો છો. (તમામ કૅલેંડર સર્વર દરેક ફીચરને સપોર્ટ કરતા નથી.)

શરૂ કરતા પહેલાં

તમે શેડ્યૂલ કરેલી ઇવેંટમાં લોકોને આમંત્રિત કરી શકો તે પહેલાં તમારે ખાતરી કરવી પડશે કે તમારું કૅલેંડર અકાઉંટ ચાલુ છે.

  1. તમારા iPadમાં સેટિંગ્સ ઍપ  પર જાઓ.

  2. ઍપ્સ પર ટૅપ કરો પછી કૅલેંડર પર ટૅપ કરો.

  3. “કૅલેંડર અકાઉંટ” પર ટૅપ ટેપ કરીને અકાઉંટ સિલેક્ટ કરો અને પછી કૅલેંડર ચાલુ છે કે નહિ તે તપાસો.

    કૅલેંડર કેવી રીતે ઉમેરવું તેના વિષે વધુ માહિતી માટે ઘણાં કૅલેંડર સેટ અપ કરો જુઓ.

ઇવેંટમાં અન્ય લોકોને આમંત્રિત કરવા માટે

તમે શેડ્યૂલ કરેલી ઇવેંટમાં તમે લોકોને આમંત્રિત કરી શકો છો.

  1. તમારા iPadમાં કૅલેંડર ઍપ પર જાઓ.

  2. ઇવેંટ પર ટૅપ કરો અને પછી સ્ક્રીનમાં ઉપરના ભાગે બાજુમાં “સંપાદિત કરો” પર ટૅપ કરો.

  3. “આમંત્રિત” પર ટૅપ કરો.

  4. નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • તમારા સંપર્કમાંથી નામ ઉમેરવા માટે : સંપર્કનું નામ એંટર કરીને નામ પર ટૅપ કરીને પછી પૂર્ણ બટન પર ટૅપ કરો.

      સંપર્ક સિલેક્ટ કરવા માટે તમે “ઉમેરો” બટન પર પણ ટૅપ કરી શકો છો.

      નોટ : સંપર્કમાં ઇમેલ ઍડ્રેસ અથવા ફોન નંબર હોવો આવશ્યક છે (ચીન અને ભારતમાં સપોર્ટેડ). સંપર્ક માહિતી ઉમેરો અને તેનો ઉપયોગ કરો જુઓ.

    • ઇમેલ અડ્રેસ ઉમેરવા માટે : ઇમેલ અડ્રેસ એંટર કરીને પાછા જાઓ પર ટૅપ કરીને પછી પૂર્ણ બટન પર ટૅપ કરો.

    • ફોન નંબર ઉમેરવા માટે : ફોન નંબર એંટર કરીને પાછા જાઓ પર ટૅપ કરીને પછી પૂર્ણ બટન પર ટૅપ કરો.

      નોટ : ફોન નંબર પર કૅલેંડર આમંત્રણ મોકલવું ફક્ત ચીન અને ભારતમાં સપોર્ટેડ છે.

  5. આમંત્રણને વૈકલ્પિક બનાવવા માટે આમંત્રિતો પર ટૅપ કરીને આમંત્રિત પર ડાબી બાજુ સ્વાઇપ કરો પછી વૈકલ્પિક બનાવો પર ટૅપ કરો.

જો કોઈ મીટિંગ નકારે તેની સૂચના તમે મેળવવા માંગતા ન હોવ તો સેટિંગ્સ  > ઍપ્સ > કૅલેંડરમાં જાઓ અને પછી “આમંત્રિત નકારે તે બતાવો”ને બંધ કરો.

નોટ : Microsoft Exchange અને અન્ય Exchange સર્વરની મદદથી તમે શેડ્યૂલ ન કરેલી ઇવેંટમાં પણ લોકોને આમંત્રિત કરી શકો છો.

ભાગ લેવાના હોય તે લોકોને ઝડપથી ઇમેલ કરવા માટે

તમે ઇવેંટમાં ભાગ લેવાના તે તમામ લોકોને ઇમેલ કરી શકો છો—ઉદાહરણ તરીકે ઇવેંટની વિગતો શેર કરવા માટે.

  1. તમારા iPadમાં કૅલેંડર ઍપ પર જાઓ.

  2. લોકો જેમાં ભાગ લેવાના હોય તે ઇવેંટ પર ટૅપ કરો

  3. “આમંત્રિત” પર ટૅપ કરો પછી “આમંત્રિતોને મેલ મોકલો” બટન પર ટૅપ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.