આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં સ્ક્રીનની બ્રાઇટનેસ અને રંગ ઍડજસ્ટ કરો

iPadમાં તમે તમારી સ્ક્રીનને ડિમ અથવા બ્રાઇટ કરી શકો છો (સ્ક્રીનને ડિમ કરવાથી બૅટરી લાઇફ વધે છે). તમે ડાર્ક મોડ, True Tone અને Night Shift દ્વારા સ્ક્રીનના રંગ અને બ્રાઇટનેસને મૅન્યુઅલ રીતે અથવા ઑટોમૅટિક રીતે પણ ઍડજસ્ટ કરી શકો છો.

સ્ક્રીનની બ્રાઇટનેસ મૅન્યુઅલ રીતે ઍડજસ્ટ કરવા માટે

ડાર્ક મોડ ચાલુ હોય તેવી iPad હોમ સ્ક્રીન

તમારા iPadની સ્ક્રીનને ડિમ અથવા બ્રાઇટ કરવા માટે નીચેમાંથી કોઈ એક કરો :

  • કંટ્રોલ સેંટર ખોલો પછી “બ્રાઇટનેસ” બટનને ઉપર અથવા નીચે ડ્રૅગ કરો.

  • સેટિંગ્સ  > ડિસ્પ્લે & બ્રાઇટનેસ પર જાઓ પછી સ્લાઇડર ડ્રૅગ કરો.

સ્ક્રીનની બ્રાઇટનેસ ઑટોમૅટિક રીતે ઍડજસ્ટ કરવા માટે

iPad બિલ્ટ-ઇન ઍમ્બિઅંટ લાઇટ સેંસરનો ઉપયોગ કરીને વર્તમાન લાઇટની સ્થિતિ પ્રમાણે સ્ક્રીનની બ્રાઇટનેસ ઍડજસ્ટ કરે છે.

  1. સેટિંગ્સ  > ઍક્સેસિબિલિટી પર જાઓ.

  2. ડિસ્પ્લે & ટેક્સ્ટ સાઇઝ પર ટૅપ કરો પછી ઑટો બ્રાઇટનેસ ચાલુ કરો.

    ઑટો બ્રાઇટનેસ બંધ કરવાથી પાવરનો વપરાશ વધી શકે છે.

ડાર્ક મોડ ચાલુ અથવા બંધ કરો

ડાર્ક મોડ સંપૂર્ણ iPad પર ડાર્ક કલર સ્કીમનો અનુભવ આપે છે જે ઓછા પ્રકાશના વાતાવરણ માટે યોગ્ય છે. ઉદાહરણ તરીકે તમારી બાજુના વ્યક્તિને પરેશાન કર્યા વગર પથારીમાં બેસીને વાંચન કરતી વખતે તમે ડાર્ક મોડ ચાલુ કરીને તમારા iPadનો ઉપયોગ કરી શકો છો.

નીચેનામાંથી કોઈ પણ એક કરો :

  • કંટ્રોલ સેંટર ખોલો, “બ્રાઇટનેસ” બટનને ટચ અને હોલ્ડ કરો પછી ડાર્ક મોડ ચાલુ અથવા બંધ કરવા માટે “દેખાવ” બટન પર ટૅપ કરો.

  • સેટિંગ્સ  > ડિસ્પ્લે & બ્રાઇટનેસ પર જાઓ પછી ડાર્ક મોડ ચાલુ કરવા માટે “ડાર્ક” સિલેક્ટ કરો અથવા તેને બંધ કરવા માટે “લાઇટ” સિલેક્ટ કરો.

ઑટોમૅટિક રીતે ચાલુ અને બંધ કરવા માટે ડાર્ક મોડ શેડ્યૂલ કરો

તમે સેટિંગ્સમાં રાત્રે (અથવા કસ્ટમ શેડ્યૂલમાં) ઑટોમૅટિક રીતે ડાર્ક મોડ ચાલુ થવાનું સેટ કરી શકો છો.

  1. સેટિંગ્સ  > ડિસ્પ્લે & બ્રાઇટનેસ પર જાઓ.

  2. ઑટોમૅટિક ચાલુ કરો પછી વિકલ્પ પર ટૅપ કરો.

  3. સૂર્યાસ્તથી સૂર્યોદય સિલેક્ટ કરો અથવા કસ્ટમ શેડ્યૂલ કરો.

    જો તમે કસ્ટમ શેડ્યૂલ પસંદ કરો છો તો ડાર્ક મોડ ચાલુ અને બંધ કરવા કરવાનો સમય શેડ્યૂલ કરવા માટે વિકલ્પ પર ટૅપ કરો.

    જો તમે સૂર્યોદયથી સૂર્યાસ્ત સિલેક્ટ કરો છો તો તમારા માટે રાત્રિનો સમય ક્યારે છે તે નિર્ધારિત કરવા માટે iPad તમારી ઘડિયાળ અને ભૌગોલિક સ્થાનમાંથી ડેટાનો ઉપયોગ કરે છે.

Night Shift ચાલુ અથવા બંધ કરવા માટે

તમે મૅન્યુઅલ રીતે Night Shift ચાલુ કરી શકો છો જે તમને દિવસ દરમિયાન ઝાંખા પ્રકાશવાળા રૂમમાં હોવ ત્યારે મદદરૂપ થાય છે.

કંટ્રોલ સેંટર ખોલો, “બ્રાઇટનેસ” બટન ટચ અને હોલ્ડ કરો પછી “Night Shift” બટન પર ટૅપ કરો.

ઑટોમૅટિક રીતે ચાલુ અને બંધ કરવા માટે Night Shift શેડ્યૂલ કરવા માટે

તમારા ડિસ્પ્લેમાં રંગોને રાત્રે સ્પેક્ટ્રમના વૉર્મ છેડા તરફ શિફ્ટ કરવા અને સ્ક્રીન સામે જુઓ ત્યારે તમારી આંખો પર ભાર ન પડે તે માટે Night Shift શેડ્યૂલ કરો.

  1. સેટિંગ્સ  > ડિસ્પ્લે & બ્રાઇટનેસ > Night Shift પર જાઓ.

  2. શેડ્યૂલ ચાલુ કરો.

  3. Night Shift માટે રંગ બૅલેંસ ઍડજસ્ટ કરવા માટે રંગના તાપમાનની નીચે આપેલા સ્લાઇડરને સ્પેક્ટ્રમના વૉર્મ અથવા કૉલ્ડ છેડા તરફ ડ્રૅગ કરો.

  4. “પ્રારંભ સમય” પર ટૅપ કરો અને પછી સૂર્યાસ્તથી સૂર્યોદય સિલેક્ટ કરો અથવા કસ્ટમ શેડ્યૂલ સિલેક્ટ કરો.

    જો તમે કસ્ટમ શેડ્યૂલ પસંદ કરો છો તો Night Shift ચાલુ અને બંધ કરવાનો સમય શેડ્યૂલ કરવા માટેના વિકલ્પ પર ટૅપ કરો.

    જો તમે સૂર્યોદયથી સૂર્યાસ્ત સિલેક્ટ કરો છો તો તમારા માટે રાત્રિનો સમય ક્યારે છે તે નિર્ધારિત કરવા માટે iPad તમારી ઘડિયાળ અને ભૌગોલિક સ્થાનમાંથી ડેટાનો ઉપયોગ કરે છે.

    નોટ : તમે સેટિંગ્સ  > પ્રાઇવસિ & સુરક્ષામાં લોકેશન સેવા બંધ કરી હોય અથવા તમે સેટિંગ્સ > પ્રાઇવસિ & સુરક્ષા > લોકેશન સેવા > સિસ્ટમ સેટિંગ્સમાં ટાઇમઝોન સેટિંગ્સ બંધ કર્યું હોય તો સૂર્યાસ્તથી સૂર્યોદય વિકલ્પ ઉપલબ્ધ રહેશે નહિ.

ટ્રૂ ટોન ચાલુ અથવા બંધ કરો

સપોર્ટેડ મૉડલ પર તમારા વાતાવરણની લાઇટ સાથે મૅચ કરવા True Tone ડિસ્પ્લેના રંગ અને ઇંટેંસિટીને ઑટોમૅટિક રીતે અડૅપ્ટ કરે છે.

નીચેનામાંથી કોઈ પણ એક કરો :

  • કંટ્રોલ સેંટર ખોલો, “બ્રાઇટનેસ” બટન ટચ અને હોલ્ડ કરો પછી True Tone ચાલુ અથવા બંધ કરવા માટે “True Tone” બટન પર ટૅપ કરો.

  • સેટિંગ્સ  > ડિસ્પ્લે & બ્રાઇટનેસ પર જાઓ પછી “ટ્રૂ ટોન” ચાલુ અથવા બંધ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.