આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં App Storeમાં સેટિંગ્સ અને પ્રતિબંધો બદલો

તમે App Store ઍપ માં તમારા અથવા પરિવારના અન્ય સભ્યો દ્વારા કરાયેલી ખરીદીનો રિવ્યૂ કરી શકો છો અને તેને ડાઉનલોડ કરી શકો છો. તમે સેટિંગ્સ ઍપમાં App Store માટે પ્રતિબંધો પણ સેટ કરી શકો છો અને તમારી પસંદગીઓને કસ્ટમાઇઝ કરી શકો છો.

તમારાં App Store સેટિંગ્સ બદલો

  1. તમારા iPadમાં સેટિંગ્સ ઍપ પર જાઓ.

  2. ઍપ્સ પર ટૅપ કરીને App Store પર ટૅપ કરો પછી નીચેનામાંથી કોઈ પણ સેટિંગ્સને ઍડજસ્ટ કરો :

    • લોકેશન : App Storeને તમારા લોકેશનનો ઉપયોગ કરવાની અને તમને સંબંધિત ઍપ્સ અને જાહેરાત બતાવવાની અનુમતિ આપો.

    • Siri : Siriને App Storeનો ઉપયોગ કરવાની તમારી રીતના આધારે ઍપમાં સૂચનો આપવાની અનુમતિ આપો.

    • સર્ચ : App Storeના કૉન્ટેંટને સર્ચમાં દેખાવાની અનુમતિ આપો.

    • મોબાઇલ ડેટા : (મોબાઇલ સર્વિસ સાથેના iPad મૉડલ) App Storeને મોબાઇલ સર્વિસનો ઉપયોગ કરવાની અનુમતિ આપવા માટે મોબાઇલ ડેટા ચાલુ કરો. મોબાઇલ ડેટા માટે ઑટોમૅટિક ડાઉનલોડ જેવા અન્ય સેટિંગ્સ ઍડજસ્ટ કરો.

    • ઍપ ડાઉનલોડ : તમારા અન્ય ડિવાઇસમાં તમે ખરીદેલી ઍપ્સ ઑટોમૅટિક રીતે ઇંસ્ટૉલ કરો.

    • ઍપ અપડેટ : ઍપ અપડેટ ઑટોમૅટિક રીતે ડાઉનલોડ અને ઇંસ્ટૉલ કરો.

    • ઇન-ઍપ કૉન્ટેંટ : તમે પહેલી વાર ઍપ ખોલો તે પહેલાં બૅકગ્રાઉંડમાં ઇન-ઍપ કૉન્ટેંટ ઑટોમૅટિક રીતે ડાઉનલોડ કરો.

    • વીડિયો ઑટોપ્લે : ઍપ પ્રિવ્યૂ વીડિયો ઑટોમૅટિક રીતે પ્લે કરો.

    • ઇન-ઍપ રેટિંગ અને રિવ્યૂ : ઍપને તમારો ફીડબૅક પૂછવા દો.

    • ઉપયોગ ન કરેલી ઍપ્સ ઑફલોડ કરવા માટે : ઉપયોગ ન કરેલી ઍપ્સ ઑટોમૅટિક રીતે કાઢી નાખવા માટે. જો ઍપ હજુ પણ App Storeમાં ઉપલબ્ધ હોય તો તમે કોઈ પણ સમયે તેને ફરી ઇંસ્ટૉલ કરી શકો છો.

કૉન્ટેંટ પ્રતિબંધો સેટ કરો અને ઍપમાં ખરીદીઓને અટકાવો

તમે કૉન્ટેંટ અને પ્રાઇવસિ પ્રતિબંધો ચાલુ કરો પછી નીચે મુજબ કરો :

  1. તમારા iPadમાં સેટિંગ્સ ઍપ પર જાઓ.

  2. સ્ક્રીન ટાઇમ પર ટૅપ કરીને પછી “કૉન્ટેંટ અને પ્રાઇવસિ પ્રતિબંધ” પર ટૅપ કરો.

  3. કૉન્ટેંટ અને પ્રાઇવસિ પ્રતિબંધ ચાલુ કરો.

  4. iTunes અને App Storeની ખરીદીઓ પર ટૅપ કરો પછી ઍપ્સ ઇંસ્ટૉલ કરવા અથવા ડિલીટ કરવા અને ઇન-ઍપ ખરીદીઓ માટે પ્રતિબંધ પસંદ કરો.

  5. App Store, મીડિયા, વેબ અને ગેમ પર ટૅપ કરો પછી ઉંમર-અનુરૂપ પ્રતિબંધો પસંદ કરો જેમ કે :

    • ઍપ્સ : ઉંમરના રેટિંગ મુજબ ઍપ્સને પ્રતિબંધિત કરો.

    • ઍપ ક્લિપ : ઍપ ક્લિપને ખૂલતાં અટકાવો.

બાળકો માટે સ્ક્રીન ટાઇમ લિમિટ અને App Store પ્રતિબંધ સેટ કરો

ફેમિલી શેરિંગથી આયોજક—અથવા માતા-પિતા/વાલી તરીકે નિયુક્ત બીજા કોઈ વયસ્ક વ્યક્તિ—ફેમિલી શેરિંગ ગ્રૂપના બાળકો અથવા અન્ય સભ્યો માટે નીચેનું વાલી નિયંત્રણ સેટ અપ કરી શકે છે :

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.