iPadમાં ડાયરીની મદદથી આદત બનાવો

ડાયરી ઍપ દ્વારા તમે તમારા ડાયરીના લક્ષ્યો પર નજર રાખી શકો છો અને નવી આદતો બનાવી શકો છો.

ઇનસાઇટની મદદથી ડાયરી લખવાનાં લક્ષ્યને ટ્રૅક કરવા માટે

  1. તમારા iPadમાં ડાયરી ઍપ પર જાઓ.

    તમારી વર્તમાન સ્ટ્રીક—તમે ડાયરી લખેલા સળંગ દિવસો અથવા અઠવાડિયાંની સંખ્યા—અને અન્ય ઇનસાઇટ સાઇડબારમાં છે.

  2. ઇનસાઇટ પર ટૅપ કરો પછી વધુ વિગતો જોવા માટે કોઈ પણ ટાઇલ પર ટૅપ કરો.

    ટિપ : સાઇડબાર ખોલવા અને બંધ કરવા માટે “સાઇડબાર ટૉગલ કરો” બટન પર ટૅપ કરો.

    ડાયરી ઍપમાં વર્તમાન સ્ટ્રીક અને લખેલા શબ્દોની સંખ્યા જેવા મેટ્રિક્સ દર્શાવતી સ્ક્રીન.

ડાયરી લખવાનું શેડ્યૂલ સેટ કરવા માટે

તમને ડાયરી લખવાની સૂચનાઓ દ્વારા લખવાનું યાદ અપાવી શકાય છે.

  1. તમારા iPadમાં ડાયરી ઍપ પર જાઓ.

  2. સાઇડબારમાં “વધુ” બટન પર ટૅપ કરો પછી સૂચનાઓ પર ટૅપ કરો.

  3. કસ્ટમ પર ટૅપ કરો અને પછી સાપ્તાહિક શેડ્યૂલ સેટ કરો.

ડાયરી વિજેટ વાપરવા માટે

તમારી હોમ સ્ક્રીન અથવા લૉક સ્ક્રીન પર તમારી વર્તમાન સ્ટ્રીક અથવા દરેક ક્ષણે શું થઈ રહ્યું છે તેના પર વિચાર કરી શકો તે માટે આખો દિવસ બદલાતા રહેતા લેખન પ્રૉમ્પ્ટ સાથે વિજેટને ઉમેરો.

  1. iPadમાં હોમ સ્ક્રીન અથવા લૉક સ્ક્રીન પર ડાયરી વિજેટ ઉમેરો.

  2. વિજેટ બદલવા માટે તેને ટચ કરીને હૉલ્ડ કરો અને પછી “વિજેટ સંપાદિત કરો” પર ટૅપ કરો.

  3. વિવિધ લેખન પ્રૉમ્પ્ટમાંથી સિલેક્ટ કરવા માટે, નવી એંટ્રી શરૂ કરવા માટે અથવા તમારી વર્તમાન સ્ટ્રીકની વિગત જોવા માટે વિજેટ પર ટૅપ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.