iPadમાં કૉલ પર હોવ ત્યારે

iPadમાં તમે ફોન કૉલ પર હોવ ત્યારે ઑડિઓને સ્પીકર અથવા Bluetooth® ડિવાઇસ પર સ્વિચ કરી શકો છો.

કૉલ દરમિયાન ઑડિઓ ઍડજસ્ટ કરવા માટે

વૉલ્યૂમ બદલવા માટે iPadના બાજુના વૉલ્યૂમ બટનને દબાવો. અથવા કૉલ બૅનરમાં નીચે તરફ સ્વાઇપ કરો અને પછી નીચેનામાંથી કોઈ પણ એક કરો :

  • મ્યૂટ કરવા માટે : “મ્યૂટ” બટન પર ટૅપ કરો.

  • કૉલ હૉલ્ડ પર મૂકો : મ્યૂટ બટનને ટચ કરીને હૉલ્ડ કરો.

  • હેંડ્સ-ફ્રીથી વાત કરો : ઑડિઓ બટન પર ટૅપ કરો અને પછી ઑડિઓ ડેસ્ટિનેશન પસંદ કરો.

કૉલ પર હોવ ત્યારે બીજી ઍપનો ઉપયોગ કરવા માટે

  1. હોમ સ્ક્રીન પર જાઓ અને પછી ઍપ ખોલો.

  2. કૉલ પર પાછા જવા માટે સ્ક્રીનમાં ઉપર લીલા કૉલ ઇંડિકેટર પર ટૅપ કરો.

જ્યારે તમે હવેથી હોલ્ડ પર ન હોવ ત્યારે સૂચના પ્રાપ્ત કરો

જ્યારે તમને કૉલ દરમિયાન હોલ્ડ પર રાખવામાં આવે ત્યારે તમે લાઇવ એજંટ ઉપલબ્ધ હોય ત્યારે સૂચિત થવા માટે હોલ્ડ સહાયનો ઉપયોગ કરી શકો છો જેથી તમારે લાઇન પર રહેવાની જરૂર ન પડે.

નોટ : iPad Pro 12.9-inch (પાંચમી જનરેશન અથવા તેના પછીની), iPad Pro 11-ઇંચ (ત્રીજી જનરેશન અથવા તેના પછીની), iPad Air (ચોથી જનરેશન અથવા તેના પછીની), iPad (દસમી જનરેશન અથવા તેના પછીની) અને iPad mini (છઠ્ઠી જનરેશન અથવા તેના પછીની) પર ઉપલબ્ધ છે. હોલ્ડ સહાય તમામ દેશ અથવા વિસ્તારમાં ઉપલબ્ધ નથી. જુઓ : iOS અને iPadOS ફીચર ઉપલબ્ધતા વેબસાઇટ.

  1. તમારા iPadમાં ફોન ઍપ પર જાઓ.

  2. તમે કૉલમાં હોવ અને હોલ્ડ પર રાખવામાં આવ્યા હોય ત્યારે “વધુ” બટન પર ટૅપ કરો પછી હોલ્ડ સહાય પર ટૅપ કરો.

    મહત્ત્વપૂર્ણ : તમે કૉલથી દૂર જાઓ તે પહેલાં તમારી રિંગના સેટિંગ્સ તપાસો. જો તમારું iPad સાઇલેંટ પર હોય અથવા ડૂ નૉટ ડિસ્ટર્બ ચાલુ હોય તો એજંટ ઉપલબ્ધ હોય ત્યારે તમને ઇનકમિંગ કૉલ સંભળાશે નહિ. જુઓ : iPadના સાઉંડ બદલો અથવા બંધ કરો.

  3. એજંટ ઉપલબ્ધ હોય ત્યારે હોલ્ડ સહાય તમને સૂચિત કરશે અને તમે ચૂકી ગયેલ કૉલનો ભાગ ટ્રાંસ્ક્રાઇબ કરશે. કૉલમાં ફરી જોડાવા માટે “કૉલનો જવાબ આપો” બટન પર ટૅપ કરો.

નોટ : ફોન હોલ્ડ સંગીતને પણ ઑટોમૅટિક રીતે ડિટેક્ટ કરી શકે છે અને તમને હોલ્ડ સહાય શરૂ કરવાનું કહી શકે છે. સેટિંગ્સ > ઍપ્સ > ફોન પર જાઓ પછી હોલ્ડ સહાય ડિટેક્શન ચાલુ કરો.

સમાન લાઇન પર બીજા કૉલનો જવાબ આપવા માટે

જો તમે કૉલ પર હોવ અને બીજો કૉલ આવે તો નીચેનામાંથી કોઈ પણ એક કરો :

  • કૉલને અવગણો અને તેને વૉઇસમેલ પર મોકલો : “અવગણો” પર ટૅપ કરો.

  • પહેલો કૉલ સમાપ્ત કરીને નવા કૉલનો જવાબ આપો : GSM નેટવર્કનો ઉપયોગ કરતી વખતે “સમાપ્ત કરી સ્વીકારો” પર ટૅપ કરો. CDMA નેટવર્કમાં સમાપ્ત કરો પર ટૅપ કરો; જ્યારે બીજો કૉલ ફરી આવે ત્યારે સ્વીકારો પર ટૅપ કરો અથવા જો iPad લૉક હોય તો સ્લાઇડર ડ્રૅગ કરો.

  • પહેલો કૉલ હોલ્ડ પર મૂકો અને નવા કૉલનો જવાબ આપો : “હોલ્ડ કરી સ્વીકારો” પર ટૅપ કરો.

    જ્યારે કૉલ હૉલ્ડ પર હોય ત્યારે કૉલ વચ્ચે સ્વિચ કરવા માટે “સ્વેપ” પર ટૅપ કરો અથવા બંને વ્યક્તિ સાથે એકસાથે વાત કરવા માટે “કૉલ મર્જ કરો” પર ટૅપ કરો. જુઓ : કૉન્ફરંસ અથવા થ્રી-વે કૉલ શરૂ કરવા માટે.

નોટ : CDMAમાં જો બીજો કૉલ આઉટગોઇંગ હોય તો તમે કૉલ વચ્ચે સ્વિચ કરી શકતા નથી પરંતુ કૉલને મર્જ કરી શકો છો. જો બીજો કૉલ ઇનકમિંગ હોય તો તમે કૉલ મર્જ કરી શકતા નથી. જો તમે બીજો કૉલ અથવા મર્જ કરેલો કૉલ સમાપ્ત કરો છો તો બંને કૉલ સમાપ્ત થાય છે.

લાઇવ અનુવાદનો ઉપયોગ કરવા માટે

જો Apple Intelligence* ચાલુ હોય તો તમે ફોન કૉલ દરમિયાન વાતચીતનો અનુવાદ મેળવવા માટે તેનો ઉપયોગ કરી શકો છો. જુઓ : મેસેજ અને કૉલનો અનુવાદ કરો.

*Apple Intelligence નીચેની ભાષાઓ માટે સપોર્ટ સાથે બીટામાં ઉપલબ્ધ છે : અંગ્રેજી, ડેનિશ, ડચ, ફ્રેંચ, જર્મન, ઇટાલિયન, નોર્વેજિયન, પોર્ટુગીઝ, સ્પેનિશ, સ્વીડિશ, ટર્કિશ, ચીની (સરળીકૃત), ચીની (પરંપરાગત), જાપાનીઝ, કોરિયન અને વિયેતનામીઝ. અમુક ફીચર તમામ ભાષા અથવા વિસ્તારમાં ઉપલબ્ધ ન પણ હોઈ શકે. ભાષા અને ફીચરની ઉપલબ્ધતા અને સિસ્ટમની જરૂરિયાતો વિષે વધુ માહિતી માટે Apple સપોર્ટ લેખ જુઓ : Apple Intelligence કેવી રીતે મેળવવું.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.