આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં Mailમાં ઇમેલ સર્ચ કરો

તમે અલગ માપદંડનો ઉપયોગ કરીને ઇમેલ મેસેજ સર્ચ કરી શકો છો.

Mail ઍપમાં મેસેજ ખુલ્લો છે અને સ્ક્રીનના સાઇડબારમાં સર્ચ કરવાના શબ્દો ટાઇપ કરવામાં આવે છે.

ઇમેલમાં ટેક્સ્ટ સર્ચ કરો

  1. તમારા iPadમાં Mail ઍપ પર જાઓ.

  2. સર્ચ ફીલ્ડ જાહેર કરવા માટે “સર્ચ કરો” બટન પર ટૅપ કરીને પછી તમે જે ટેક્સ્ટ શોધી રહ્યાં છો તે ટાઇપ કરો.

  3. “પરિણામ” લિસ્ટની ઉપરના તમામ મેલબૉક્સ અથવા વર્તમાન મેલબૉક્સને સર્ચ કરવા માટે કોઈ પણ પસંદ કરો.

  4. મેસેજ વાંચવા માટે પરિણામ સૂચીમાં તેના પર ટૅપ કરો.

Mail અડ્રેસ ફીલ્ડ, વિષય, ઇમેલ બોડી, ડૉક્યુમૅન્ટ અને લિંકને સર્ચ કરે છે. તમે ટાઇપ કરો ત્યારે સર્ચ સૂચનોની ઉપર સૌથી ઉપરની હિટમાં સૌથી સુસંગત મેસેજ દેખાય છે.

ટિપ : ફ્લાઇટ અને હોટલ માટે ટ્રાવેલ બુકિંગ પુષ્ટિને ઝડપથી શોધવા માટે ત્રણ અક્ષરનો એરપોર્ટ કોડ અથવા શહેરનું નામ એંટર કરો.

ટાઇમફ્રેમ મુજબ સર્ચ કરો

  1. તમારા iPadમાં Mail ઍપ પર જાઓ.

  2. મેલબૉક્સ લિસ્ટના સર્ચ ફીલ્ડ પર ટૅપ કરો.

  3. કોઈ ટાઇમફ્રેમ જેમ કે “સપ્ટેમ્બર” એંટર કરીને પછી તે ટાઇમફ્રેમના તમામ ઇમેલ જોવા માટે “કૅલેંડર સૂચન” બટન પર ટૅપ કરો.

    સર્ચને સંકુચિત કરવા માટે સર્ચ ફીલ્ડ પર ફરી ટૅપ કરો અને પછી “મીટિંગ” જેવો કીવર્ડ એંટર કરો.

ટિપ : મેસેજ સૂચીની ઉપર તારીખ, અગાઉ અથવા પછીના વિકલ્પોનો ઉપયોગ કરીને ટાઇમફ્રેમ દ્વારા તમારા સર્ચને રિફાઇન કરો.

ઇમેલ ઍટ્રિબ્યૂટ મુજબ સર્ચ કરો

  1. તમારા iPadમાં Mail ઍપ પર જાઓ.

  2. મેલબૉક્સમાં સર્ચ ફીલ્ડ પર ટૅપ કરો.

    તમે ટાઇપ કરવાનું શરૂ કરો તે પહેલાં તમે સૂચવેલાં તાજેતરના સર્ચ, તાજેતરનાં ડૉક્યુમૅન્ટ અને લિસ્ટેડ લિંક જોઈ શકો છો.

  3. તમારા સર્ચ માપદંડ એંટર કરો પછી લિસ્ટેડ આઇટમમાંથી એક પર ટૅપ કરો અથવા નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • ફ્લૅગ કરેલા તમામ મેસેજ શોધવા માટે : સર્ચ ફીલ્ડમાં “ફ્લૅગ” એંટર કરીને પછી સૂચનોની નીચે “મેસેજ ફ્લૅગ કરેલો છે” પર ટૅપ કરો.

    • વાંચ્યા વગરના તમામ મેસેજ શોધો : સર્ચ ફીલ્ડમાં “વાંચ્યા વગરના” એંટર કરીને પછી સૂચનોની નીચે “મેસેજ વાંચ્યા વગરનો છે” પર ટૅપ કરો.

    • અટૅચમેંટ સાથેના તમામ મેસેજ શોધો : સર્ચ ફીલ્ડમાં “અટૅચમેંટ” એંટર કરો પછી સૂચનોની નીચે “અટૅચમેંટ સાથેના મેસેજ” પર ટૅપ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.