આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં મેસેજમાં તમારું લોકેશન શેર કરો

લોકેશન શેરિંગનો ઉપયોગ કરીને તમે ક્યાં છો તે અન્ય લોકોને જણાવી શકો છો (અથવા તેઓ ક્યાં છે તે જાણી શકો છો).

તમારું લોકેશન શેર કરો અને ઑટોમૅટિક રીતે અપડેટ કરો

જ્યારે તમે મેસેજ વાર્તાલાપમાં તમારું લોકેશન શેર કરો છો ત્યારે તે વાર્તાલાપમાં જ રિઅલ ટાઇમમાં અપડેટ થાય છે.

  1. તમારા iPadમાં મેસેજ ઍપ પર જાઓ.

  2. વાર્તાલાપમાં “ઉમેરો” બટન પર ટૅપ કરો.

  3. લોકેશન પર ટૅપ કરો પછી “શેર કરો” પર ટૅપ કરો.

  4. તમે તમારું લોકેશન કેટલા સમય સુધી શેર કરવા માંગો છો તે નક્કી કરો.

    જ્યાં સુધી તમે તમારું લોકેશન શેર કરવાનું મૅન્યુઅલ રીતે બંધ ન કરો ત્યાં સુધી “અનિશ્ચિતકાળ માટે” પર ટૅપ કરો.

  5. તમારું લોકેશન મોકલવા માટે “મોકલો” બટન પર ટૅપ કરો. (અથવા જો તમારો વિચાર બદલાય તો મેસેજ બટનમાંથી ઍપ કાઢી નાખો પર ટૅપ કરો.)

ટિપ : જ્યારે કોઈ તમને પૂછે કે તમે ક્યાં છો ત્યારે વર્તમાન લોકેશન (કીબોર્ડની ઉપર) પર ટૅપ કરીને ઝડપથી તમારું લોકેશન શેર કરો.

જો તમે તમારું લોકેશન ગ્રૂપ સાથે શેર કરો અને પછી અન્ય લોકોને ગ્રૂપમાં ઉમેરો તો ત્યારે તમે ક્યાં છો તે દરેકને જણાવવા માટે તમે તમારું લોકેશન ફરી શેર કરી શકો છો.

જ્યારે તમે SMS વાર્તાલાપમાં તમારું લોકેશન શેર કરવા માંગતા હોવ ત્યારે તેના બદલે પિન કરેલું લોકેશન મોકલો.

જ્યારે તમે તમારું લોકેશન શેર કરો છો ત્યારે મેસેજ “ખોજી” ઍપનો ઉપયોગ કરે છે. કેવી રીતે તમારું લોકેશન શેર કરવું અને કેવી રીતે કોઈ વ્યક્તિને લોકેટ કરવી તે જાણો.

પિન કરેલું લોકેશન મોકલો

  1. તમારા iPadમાં મેસેજ ઍપ પર જાઓ.

  2. વાર્તાલાપમાં “ઉમેરો” બટન પર ટૅપ કરીને પછી લોકેશન પર ટૅપ કરો.

  3. નકશાની ઉપરની ડાબી બાજુએ “નકશો પિન” બટન પર ટૅપ કરો પછી પિન યોગ્ય જગ્યાએ ન આવે ત્યાં સુધી નકશો ડ્રૅગ કરો.

  4. “પિન મોકલો” પર ટૅપ કરો પછી તમારો પિન મોકલવા માટે “મોકલો” બટન પર ટૅપ કરો.

જેમ તમે મુવ કરો તેમ પિન કરેલાં લોકેશન અપડેટ થતાં નથી.

બીજા કોઈના લોકેશન માટે પૂછો

  1. તમારા iPadમાં મેસેજ ઍપ પર જાઓ.

  2. અન્ય એક વ્યક્તિ સાથેના વાર્તાલાપમાં નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • “ઉમેરો” બટન પર ટૅપ કરીને લોકેશન પર ટૅપ કરો પછી વિનંતી કરો બટન પર ટૅપ કરો.

    • “તમે ક્યાં છો?” પ્રશ્ન સાથે સમાપ્ત થતો મેસેજ મોકલો. લોકેશનની વિનંતી કરો પર ટૅપ કરો (કીબોર્ડની ઉપર).

  3. તમારી વિનંતી મોકલવા માટે “મોકલો” બટન પર ટૅપ કરો.

કોઈ તમારી સાથે તેમનું લોકેશન શેર કરે પછી તેમનું લોકેશન વાર્તાલાપની ટોચ પર તેમના નામની નીચે દેખાય છે. તમે તેમના નામ પર ટૅપ કરીને નકશા પર તેઓ ક્યાં છે તે જોઈ શકો છો. નકશો મોટો કરવા માટે તેના પર ટૅપ કરો.

તમારું લોકેશન શેર કરવાનું બંધ કરો

  1. તમારા iPadમાં મેસેજ ઍપ પર જાઓ.

  2. તમે જેની સાથે તમારું લોકેશન શેર કરી રહ્યાં છો તે વ્યક્તિ સાથેનો વાર્તાલાપ ખોલીને પછી વાર્તાલાપની ટોચ પર રહેલા સંપર્ક આઇકન પર ટૅપ કરો.

  3. મારું લોકેશન શેર કરવાનું બંધ કરો પર ટૅપ કરો.

વાર્તાલાપમાં અગાઉના બબલ હવેથી નકશો ડિસ્પ્લે નહિ કરે.

નોટ : લોકેશન શેરિંગ સાથે લોકોને શોધવાનું તમામ દેશ અથવા વિસ્તારમાં ઉપલબ્ધ નથી. જો તમે લોકેશન શેરિંગ સેટ અપ કર્યું હોય અને અન્ય લોકો હજુ પણ તમારું લોકેશન જોઈ શકતા ન હોય તો તમે ઍક્સેસની અનુમતિ આપી છે તેની ખાતરી કરો. સેટિંગ્સ  > પ્રાઇવસિ & સુરક્ષા > લોકેશન સેવા > ખોજી પર જાઓ પછી વિકલ્પ પસંદ કરો. જુઓ : તમે શેર કરો છો તે લોકેશનની માહિતી કંટ્રોલ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.