આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં સ્ટેજ મૅનેજર સાથે વિંડો ગોઠવો

તમે સ્ટેજ મૅનેજરનો ઉપયોગ મલ્ટીટાસ્ક કરવા માટે અને સરળતાથી કામ કરવા માટે કરી શકો છો. તમે ચોક્કસ ટાસ્ક અથવા પ્રોજેક્ટ માટે ઍપ્સને ગ્રૂપ કરી શકો છો અને વિંડોને ગોઠવી શકો છો, તેની સાઇઝ બદલી શકો છો અને તેને ઓવરલેપ કરી શકો છો.

સ્ટેજ મૅનેજર ચાલુ અથવા બંધ કરો

  1. તમારા iPadમાં સેટિંગ્સ ઍપ  પર જાઓ.

  2. મલ્ટિટાસ્કિંગ અને જેસ્ચર પર ટૅપ કરીને પછી સ્ટેજ મૅનેજર સિલેક્ટ કરો.

    iPad સેટિંગ્સ ઍપ મલ્ટિટાસ્કિંગ અને જેસ્ચર વિકલ્પ બતાવે છે જે તમે ઘણી ઍપ્સમાં કામ કરવા માટે પસંદ કરી શકો છો.

જ્યારે તમે સ્ટેજ મૅનેજર ચાલુ કરો ત્યારે તમે જે ઍપ્સ પર કામ કરી રહ્યા છો તે આગળ તરફ મુવ થાય છે અને અન્ય તમામ ખુલ્લી ઍપ્સ સ્ક્રીનની ડાબી બાજુએ તાજેતરની ઍપની સૂચી બનાવે છે.

સ્ટેજ મૅનેજર ચાલુ હોય તેવું iPad ડિસ્પ્લે. વર્તમાન વિંડો સ્ક્રીનના આગળ છે અને અન્ય તાજેતરની ઍપ્સ સ્ક્રીનની ડાબી બાજુએ સૂચીમાં છે.

સ્ટેજ મૅનેજરમાં ઍપ્સ વચ્ચે સ્વિચ કરો

સ્ટેજ મૅનેજર દ્વારા તમે તાજેતરની ઍપ્સની સૂચીમાં અન્ય ઍપ પર ટૅપ કરીને અથવા Dockમાં કોઈ આઇકન પર ટૅપ કરીને ઍપ્સ સ્વિચ કરી શકો છો.

જ્યારે તમે અન્ય ઍપ પર સ્વિચ કરો છો ત્યારે તમે જે ઍપ અથવા ગ્રૂપ પર કામ કરી રહ્યાં છો તે ડાબી બાજુમાં તાજેતરની ઍપ્સની સૂચીમાં મુવ થાય છે અને તમે જે ઍપને ટૅપ કરી છે તેના સ્થાને આવે છે.

ઍપ્સ સ્વિચ કરવા માટે તમે નીચેનામાંથી કોઈ પણ એક કરી શકો છો :

  • સ્ક્રીનમાં નીચેથી ઉપર સ્વાઇપ કરો પછી તાજેતરની ઍપ્સ અને ગ્રૂપ જોવા માટે સ્ક્રીનની મધ્યમાં પૉઝ કરો.

  • સ્ક્રીનની નીચેની ધાર પર એક આંગળીથી ડાબે અથવા જમણે સ્વાઇપ કરો. (હોમ બટન સાથેના iPadમાં આ જેસ્ચર સહેજ આર્ક સાથે કરો.)

  • ચાર અથવા પાંચ આંગળીથી ડાબે અથવા જમણે સ્વાઇપ કરો.

iPadમાં ઍપ્સ વચ્ચે સ્વિચ કરો જુઓ.

સ્ટેજ મૅનેજરમાં ઍપ્સને ગ્રૂપમાં ગોઠવો

તમે તાજેતરની ઍપની સૂચીમાંથી ઍપ વિંડોને સ્ક્રીનના સેંટરમાં ડ્રૅગ કરીને ચોક્કસ ટાસ્ક અથવા પ્રોજેક્ટ માટે વિંડોના ગ્રૂપ બનાવી શકો છો. તમે ઍપ આઇકનને Dockમાંથી સ્ક્રીનના સેંટરમાં ડ્રૅગ કરીને પણ તેને ગ્રૂપમાં ઉમેરી શકો છો.

તમે વિંડોને ડાબી બાજુએ ડ્રૅગ કરીને તેને તાજેતરની ઍપ્સની સૂચીમાં પાછી લાવી શકો છો. જો તમે ઍપ ગ્રૂપમાં વિંડોને મિનિમાઇઝ કરો છો તો ઍપ વિંડોને ગ્રૂપમાંથી કાઢી નાખવામાં આવે છે અને તાજેતરની ઍપ્સની સૂચીમાં પાછી મૂકવામાં આવે છે.

તાજેતરની ઍપ્સની યાદી છુપાવો અથવા બતાવો

  1. તમારા iPadમાં સેટિંગ્સ ઍપ  પર જાઓ.

  2. મલ્ટિટાસ્કિંગ અને જેસ્ચર પર ટૅપ કરીને પછી સ્ટેજ મૅનેજર માટે ચેકબૉક્સ સિલેક્ટ કરો અથવા સિલેક્શન હટાવો.

ટિપ : જ્યારે તમે વિંડોની ખૂબ નજીક મુવ કરો છો ત્યારે જો તાજેતરની ઍપ્સની સૂચી છુપાઇ જાય છે તો તમે સ્ક્રીનમાં ડાબી ધારથી સ્વાઇપ કરીને તેને ફરી દેખાડી શકો છો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.