આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં Apple TV ઍપમાં હોમ ટૅબને પર્સનલાઇઝ કરો

હોમ ટૅબ તમારા મનપસંદ શો, મૂવિ, ચૅનલ અને સ્પોર્ટને એક જગ્યાએ એક સાથે લાવે છે. “જોવાનું ચાલુ રાખો” દ્વારા જ્યાં તમે છોડ્યું હતું ત્યાંથી શરૂ કરો અથવા ફક્ત તમારા માટે પર્સનલાઇઝ કરેલી Apple TV ચૅનલ અને સ્ટ્રીમિંગ ઍપ્સ શોધો.

નોટ : Apple મીડિયા સેવાની ઉપલબ્ધતા દેશ અથવા પ્રદેશ પ્રમાણે બદલાય છે. Apple સપોર્ટ લેખ Apple મીડિયા સર્વિસની ઉપલબ્ધતા જુઓ.

જોવાનું ચાલુ રાખો હરોળમાં તમે જ્યાં છોડ્યું હોય ત્યાંથી શરૂ કરવા માટે

તમે પહેલેથી જ જોવાનું શરૂ કરેલું અથવા જોવાનું પ્લાન કરેલું કૉન્ટેંટ “જોવાનું ચાલુ રાખો” હરોળમાં ડિસ્પ્લે થાય છે. શો અને મૂવિ તમે તેમને જે ક્રમમાં જોવા માંગો છો તે ક્રમમાં દેખાય છે. ઉદાહરણ તરીકે જ્યારે TV ઍપિસોડ સમાપ્ત થાય છે ત્યારે આગામી ઍપિસોડ “જોવાનું ચાલુ રાખો”માં ઑટોમૅટિક રીતે દેખાય છે. તમે ફૉલો કરો છો તે ટીમની લાઇવ સ્પોર્ટ ઇવેંટ ચાલતી હોય ત્યારે જો તે Apple TV ઍપમાં જોવા માટે ઉપલબ્ધ હોય તો તે “જોવાનું ચાલુ રાખો” સૂચીમાં પહેલા દેખાય છે.

  1. તમારા iPadમાં Apple TV ઍપ પર જાઓ.

  2. સાઇડબારમાં હોમ પર ટૅપ કરીને “જોવાનું ચાલુ રાખો” હરોળમાં સ્વાઇપ કરો પછી આઇટમ પર ટૅપ કરો.

    જો આઇટમ તમારા જોવા માટે ઉપલબ્ધ હોય તો જોવા માટે તે તરત જ પ્લે થવાનું શરૂ થાય છે.

નોટ : હોમ ટૅબ પર “જોવાનું ચાલુ રાખો” હરોળ તમે Apple TV ઍપ સાથે કનેક્ટ કરેલી કોઈ પણ ઍપ અથવા ચૅનલમાંથી મૂવિ, ટીવી શો અને લાઇવ સ્પોર્ટ ઇવેંટ ડિસ્પ્લે કરે છે. ઍપ્સ કનેક્ટ કરવા અને ચૅનલ વિષે વધુ માહિતી માટે જુઓ : ચૅનલ અને ઍપ શોધો.

તમારા વૉચલિસ્ટમાં આઇટમ ઉમેરો અથવા કાઢી નાખો

તમે પછીથી જોવા માટે સેવ કરવા માંગતા હોવ તે મૂવિ અને ટીવી શોને વૉચલિસ્ટમાં ઉમેરી શકો છો. તમારા વૉચલિસ્ટમાંની મૂવિ અને ટીવી શો “જોવાનું ચાલુ રાખો” અને “વૉચલિસ્ટ હરોળ”માં દેખાય છે.

નોટ : તમે સ્પોર્ટ ઇવેંટ ઉમેરો છો તો તે લાઇવ હોય ત્યારે “જોવાનું ચાલુ રાખો” અને “વૉચલિસ્ટ હરોળ”માં દેખાય છે.

  1. તમારા iPadમાં Apple TV ઍપ પર જાઓ.

  2. નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • તમારા વૉચલિસ્ટમાં આઇટમ ઉમેરો : આઇટમને ટચ અને હૉલ્ડ કરો પછી “વૉચલિસ્ટમાં ઉમેરો” પર ટૅપ કરો.

    • તમારા વૉચલિસ્ટમાંથી આઇટમ કાઢી નાખો : “જોવાનું ચાલુ રાખો” અથવા “વૉચલિસ્ટ” હરોળમાં આઇટમને ટચ અને હૉલ્ડ કરો પછી “વૉચલિસ્ટમાંથી કાઢી નાખો” પર ટૅપ કરો.

    • બીજા ડિવાઇસ પર જોવાનું ફરી શરૂ કરો : જ્યાં તમે સમાન Apple અકાઉંટમાં સાઇન ઇન કર્યું હોય તેવા તમારા iPhone, iPad, Mac, Apple TV, Apple Vision Proમાં Apple TV 4K ઍપમાં તમારા વૉચલિસ્ટમાં અથવા સપોર્ટેડ સ્માર્ટ TVમાં જોઈ શકો છો.

તમારા વૉચલિસ્ટમાં ઉમેરવામાં આવેલી આઇટમ હોમ ટૅબમાં “જોવાનું ચાલુ રાખો” હરોળ અને “વૉચલિસ્ટ” હરોળમાં દેખાય છે.

ટિપ : તમને હોમ ટૅબમાં ઉપર ફીચર કરેલી આઇટમમાં આ વિકલ્પ દેખાય ત્યારે તમે “ઉમેરો” બટન પર ટૅપ કરીને તમારા વૉચલિસ્ટમાં આઇટમ ઉમેરી શકો છો.

ચૅનલ અને ઍપ શોધો

Apple TV ઍપ તમે કનેક્ટ કરેલી ઍપમાંથી (ફક્ત સપોર્ટેડ સ્ટ્રીમિંગ ઍપ્સ) જુઓ છો તે સિરીઝના નવા કૉન્ટેંટ અથવા આગામી ઍપિસોડની ભલામણ કરે છે.

  1. તમારા iPadમાં Apple TV ઍપ પર જાઓ.

  2. હોમ ઍપ પર ટૅપ કરીને ચૅનલ અને ઍપ્સની હરોળ સુધી નીચે સ્ક્રોલ કરો પછી નીચેનામાંથી કોઈ એક બ્રાઉઝ કરવા માટે ડાબી બાજુ સ્વાઇપ કરો :

    • ચૅનલ અને ઍપ્સ : તમે સબ્સ્ક્રાઇબ કરો છો તે તમામ ચૅનલ અથવા તમે Apple TV ઍપ સાથે કનેક્ટ કરેલી ઍપ્સને ડિરેક્ટ રીતે ઍક્સેસ કરો.

    • એક્સપ્લોર કરવા માટે વધુ : સબ્સ્ક્રાઇબ કરવા અથવા જોવા માટે નવી ચૅનલ અથવા ઍપ શોધો.

  3. આઇટમ ખોલવા માટે તેના પર ટૅપ કરો.

તમારી ચૅનલ & ઍપ્સ તમારા તમામ ડિવાઇસમાં હોમ ટૅબમાં ચૅનલ અને ઍપ્સની હરોળમાં દેખાય છે જ્યાં તમે તમારા Apple અકાઉંટમાં સાઇન ઇન કર્યું છે.

Apple TV ઍપ સાથે ઉપલબ્ધ વીડિયો ઍપ્સની સૂચી માટે Apple સપોર્ટ લેખ Apple TV ઍપમાં સપોર્ટેડ ઍપની ઉપલબ્ધતા જુઓ.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.