આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં iCloud Drive સેટ અપ કરો

તમે iCloud Drive ઍક્સેસ કરી શકો છો અને ફાઇલ સ્ટોર કરી શકો છો, ફોલ્ડર બનાવી શકો છો અને મિત્રો અને પરિવાર સાથે ડૉક્યુમૅન્ટ શેર કરી શકો છો. તમે જેમાં Finderમાં iCloud Drive હોય તેવા Mac સહિત એક જ Apple અકાઉંટથી સાઇન ઇન કર્યું હોય તેવા તમારાં તમામ ડિવાઇસમાંથી તમારા કૉન્ટેંટને ઍક્સેસ કરી શકો છો.

iCloud Driveને iOS 11, iPadOS 13 અથવા તે પછીના વર્ઝનવાળા ડિવાઇસમાં ફાઇલ ઍપમાં બિલ્ટ-ઇન હોય છે. તમે Mac કંપ્યૂટર (OS X 10.10 અથવા તેના પછીનું વર્ઝન), Windows ડિવાઇસ (Windows 7 અથવા તેના પછીના વર્ઝન માટે iCloud) અથવા iCloud.com પર ઑનલાઇન પણ iCloud Drive ઉપયોગ કરી શકો છો. સ્ટોરેજ લિમિટનો આધાર તમારા iCloud સ્ટોરેજના પ્લાન પર હોય છે.

iCloud Drive ચાલુ કરવા માટે

  1. સેટિંગ્સ  > [તમારું નામ] > iCloud પર જાઓ.

  2. ડ્રાઇવ પર ટૅપ કરો પછી “આ iPadને સિંક કરો” ચાલુ કરો.

iCloud Drive બ્રાઉઝ કરવા માટે

  1. તમારા iPadમાં ફાઇલ ઍપ પર જાઓ.

  2. સ્ક્રીનમાં ઉપર “સાઇડબાર” બટન પર ટૅપ કરો.

  3. લોકેશનની નીચે iCloud Drive પર ટૅપ કરો.

    જો તમને લોકેશન દેખાતું નથી તો “સાઇડબાર” બટન પર ફરી ટૅપ કરો. જો તમને લોકેશનની નીચે iCloud Drive દેખાતું નથી તો “લોકેશન” પર ટૅપ કરો.

  4. ફોલ્ડર ખોલવા માટે તેને ટૅપ કરો.

    જુઓ : ફાઇલ અને ફોલ્ડરમાં ફેરફાર કરો અને ડાઉનલોડ જુઓ.

iCloud Driveના ઉપયોગની મંજૂરી આપવા માટે ઍપ્સ પસંદ કરવા માટે

iCloud Driveમાં કૉન્ટેંટ સ્ટોર કરવા અને સંપાદિત કરવાનો ઍક્સેસ આપવા માટે તમે ઍપ્સને પસંદ કરી શકો છો.

  1. સેટિંગ્સ  > [તમારું નામ] > iCloud પર જાઓ.

  2. iCloudમાં સેવ કરેલની બાજુમાં “તમામ જુઓ” પર ટૅપ કરો.

  3. તમે જે ઍપને iCloud પર સેવ કરવા માંગો છો તે દરેક ઍપને ચાલુ કરો અને જેને સેવ કરવા માંગતા નથી તે દરેકને બંધ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.