આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં વીડિયો કૉન્ફરંસિંગ ફીચરનો ઉપયોગ કરો

FaceTime ઍપ અથવા તૃતીય-પક્ષ વીડિયો કૉન્ફરંસિંગ ઍપમાં વીડિયો કૉલ દરમિયાન તમે ફુલ સ્ક્રીન વીડિયો ઇફેક્ટનો ઉપયોગ કરી શકો છો અને 3D ઈફેક્ટથી કૅમેરા ફ્રેમ ભરી દેતા હાથના જેસ્ચરવાળી પ્રતિક્રિયાઓ ઉમેરી શકો છો.

FaceTimeમાં વીડિયો ઇફેક્ટનો ઉપયોગ કરવા માટે

  1. FaceTime ઍપ માં વીડિયો કૉલ દરમિયાન તમારી ટાઇલ પર ટૅપ કરો.

  2. નીચેનામાંથી કોઈ પણ એક પસંદ કરો :

    • સેંટર સ્ટેજ : તમે વીડિયો કૉન્ફરંસ કૉલ દરમિયાન જોવા માટેના ફીલ્ડની આસપાસ ફરતા હોવ ત્યારે તમને (અને તમારી સાથે અન્ય કોઈ પણ વ્યક્તિને) ઑટોમૅટિક રીતે કૅમેરાની ફ્રેમમાં રાખે છે. (સપોર્ટેડ મૉડલ પર ઉપલબ્ધ.) જુઓ : સેંટર સ્ટેજ બંધ અથવા ચાલુ કરવા માટે.

    • પોર્ટ્રેટ : ઑટોમૅટિક રીતે બૅકગ્રાઉંડને બ્લર કરે છે અને તમારા પર વિઝ્યુઅલ ફોકસ મૂકે છે. બૅકગ્રાઉંડ બ્લરની માત્રાને ઍડજસ્ટ કરવા માટે કંટ્રોલ સેંટર ખોલો અને FaceTime પર ટૅપ કરીને પછી પોર્ટ્રેટ પર ટૅપ કરો. જુઓ : પોર્ટ્રેટ મોડની મદદથી બૅકગ્રાઉંડ બ્લર કરો.

    • સ્ટુડિયો લાઇટ : બૅકગ્રાઉંડને ડિમ કરીને તમારા ચહેરાને પ્રકાશિત કરે છે. સ્ટુડિયો લાઇટની ઇંટેંસિટીને ઍડજસ્ટ કરવા માટે કંટ્રોલ સેંટર ખોલો, FaceTime પર ટૅપ કરો પછી સ્ટુડિયો લાઇટ પર ટૅપ કરો.

    • Memoji : તમે પસંદ કરેલું Memoji પાત્ર તમારી મૂવમેંટ, ચહેરાના હાવભાવ અને અવાજને કૅપ્ચર કરે છે અને તેમને તમારા પાત્ર દ્વારા પહોંચાડે છે. TrueDepth કૅમરા સાથેના iPadમાં તમે મેસેજમાં બનાવ્યું હોય તે Memoji પાત્રનો ઉપયોગ કરી શકો છો. જુઓ : Memoji બનાવો અને મોકલો.

    • રિઍક્શન : રિઍક્શન ઉમેરવા માટે તમને હૅન્ડ જેસ્ચરનો ઉપયોગ કરવાની અનુમતિ આપે છે. જ્યારે પ્રતિક્રિયા બંધ કરેલી હોય ત્યારે તમે પ્રતિક્રિયા ઉમેરવા માટે હાથના જેસ્ચરનો ઉપયોગ કરી શકતા નથી પરંતુ તમે FaceTime કૉલમાં જ્યારે તમારી ટાઇલને ટચ કરી દબાવી રાખો ત્યારે જે આઇકન દેખાય તેના પર ટૅપ કરીને પ્રતિક્રિયા ઉમેરી શકો છો. (સપોર્ટેડ મૉડલ પર ઉપલબ્ધ.) જુઓ : વીડિયો કૉલમાં રિઍક્શન ઉમેરો.

તૃતીય પક્ષ વીડિયો કૉન્ફરંસિંગ ઍપમાં વીડિયો ઇફેક્ટનો ઉપયોગ કરવા માટે કંટ્રોલ સેંટર ખોલો, ઍપ પર ટૅપ કરીને પછી એક અથવા વધુ ઇફેક્ટ પર ટૅપ કરો.

નોટ : તૃતીય પક્ષ વીડિયો કૉન્ફરંસિંગ ઍપમાં Memoji ઉપલબ્ધ નથી.

પોર્ટ્રેટ મોડમાં બ્લરની માત્રા અથવા સ્ટુડિયો લાઇટની ઇંટેંસિટીને ઍડજસ્ટ કરવા માટે કંટ્રોલ સેંટર ખોલીને પછી FaceTime (અથવા તૃતીય પક્ષ વીડિયો કૉન્ફરંસિંગ ઍપ) પર ટૅપ કરો. પોર્ટ્રેટ અથવા સ્ટુડિયો લાઇટ પર ટૅપ કરો પછી સ્લાઇડર ઍડજસ્ટ કરો.

વીડિયો કૉલમાં રિઍક્શન ઉમેરો

FaceTime ઍપ (અને તૃતીય-પક્ષ વીડિયો કૉન્ફરંસિંગ ઍપ્સ)માં હાથના સરળ જેસ્ચરનો ઉપયોગ કરીને તમે ગમ્મત, હાર્ટ, બલૂન, ફાયરવર્ક્સ વગેરે સહિતની 3D ઑગ્મેંટેડ રિયાલિટી ઇફેક્ટથી ફ્રેમને ભરી દેતી પ્રતિક્રિયાઓ ઉમેરી શકો છો.

નોટ : હાથના જેસ્ચરનો ઉપયોગ કરવા માટે સપોર્ટેડ મૉડલ પર FaceTime કૉલ દરમિયાન તમારી ટાઇલ પર ટૅપ કરો (અથવા તૃતીય પક્ષ વીડિયો કૉન્ફરન્સિંગ ઍપમાં કૉલ દરમિયાન કંટ્રોલ સેંટર ખોલો) પછી ખાતરી કરો કે જેસ્ચર ચાલુ છે. જેસ્ચરનો ઉપયોગ કરતી વખતે તમારા હાથને તમારા ચહેરાથી દૂર રાખો અને ઇફેક્ટ ઍક્ટિવેટ થાય તે માટે સહેજ થોભો. FaceTimeમાં તમે કૉલમાં તમારી ટાઇલને ટચ કરી દબાવી રાખો પછી દેખાતા આઇકન પર ટૅપ કરીને પણ પ્રતિક્રિયા ઉમેરી શકો છો.

રિઍક્શન

જેસ્ચર

આઇકન

દિલ

લવ જેસ્ચર
“હાર્ટ” બટન

થંબ્સ અપ

“થંબ્સ અપ” જેસ્ચર
“થમ્સ અપ” બટન

થંબ્સ ડાઉન

થંબ્સ ડાઉન જેસ્ચર
“થમ્સ ડાઉન” બટન

બલૂન

બલૂન જેસ્ચર
“બલૂન” બટન

રેઇન

રેઇન જેસ્ચર
“રેઇન” બટન

કોંફેટી

કોંફેટી જેસ્ચર
“કોન્ફેટી” બટન

લેસર બર્સ્ટ

લેસર બર્સ્ટ જેસ્ચર
“લેસર” બટન

ફાયરવર્ક્સ

ફાયરવર્ક્સ જેસ્ચર
“ફાયરવર્ક્સ” બટન
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.