આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં નકશામાં સ્થળોને રેટ કરો અને ફોટો ઉમેરો

નકશો ઍપના અન્ય યૂઝરને મદદ કરવા માટે તમે વિઝિટ કરેલા સ્થળનાં રેટિંગ અને ફોટો પ્રદાન કરી શકો છો.

તમે એક જ Apple Accounમાં સાઇન ઇન કર્યું હોય તે તમામમાં તમારાં રેટિંગ્સ અને ફોટો દેખાય છે.

નોટ : Apple રેટિંગ અને ફોટોસ ફીચર તમામ દેશો અથવા વિસ્તારોમાં ઉપલબ્ધ નથી.

ફોટો ઉમેરવા અથવા બ્રાઉઝ કરવા અથવા સ્થળને રેટ કરવા માટે લોકેશન, ફોટો અને બટન માટે એકંદર રેટિંગ સાથે સ્થળ કાર્ડ સાથેનું iPad.

સ્થળને રેટ કરવા માટે

  1. તમારા iPadમાં નકશો ઍપ પર જાઓ.

  2. નકશામાં કોઈ સ્થળ પર અથવા સર્ચ પરિણામ પર ટૅપ કરો પછી “લાઇક” બટન પર ટૅપ કરો.

  3. ઉપલબ્ધ શ્રેણી માટે “લાઇક” બટન અથવા “ડિસલાઇક” બટન પર ટૅપ કરો પછી પૂર્ણ બટન પર ટૅપ કરો.

જો તમારો વિચાર બદલાયો હોય તો તમે પછીથી તમારાં રેટિંગને સંપાદિત કરી શકો છો.

સ્થળ માટે ફોટો ઉમેરવા માટે

  1. તમારા iPadમાં નકશો ઍપ પર જાઓ.

  2. નકશામાં કોઈ સ્થળ પર અથવા સર્ચ પરિણામ પર ટૅપ કરો પછી “વધુ” બટન પર ટૅપ કરો.

  3. “તમારા ફોટો ઉમેરો” પર ટૅપ કરો અને પછી ઑનસ્ક્રીન સૂચનાઓનું પાલન કરો.

    Appleમાં તમારા ફોટો અપલોડ કરવા માટે તમારી પાસે Apple અકાઉંટ હોવું જરૂરી છે.

    નોટ : જો તમને રેટિંગ શ્રેણી અથવા “રેટ કરો” બટન દેખાતું નથી તો તમે ફોટો ઉમેરી શકતા નથી.

  4. તમારા નામ અથવા ઉપનામનો ઉપયોગ કરીને તમે યોગદાન આપેલા ફોટો માટે પોતાને ક્રેડિટ આપવા માટે “ફોટો ક્રેડિટ” પર ટૅપ કરીને પછી “ક્રેડિટ બતાવો” ચાલુ કરો. જો ઇચ્છા હોય તો તમે તમારું ઉપનામ દાખલ કરી શકો છો. (તમે જે “ફોટો ક્રેડિટ” વિકલ્પ પસંદ કર્યો છે તે તમારા પહેલાં સબમિટ કરેલા અને સબમિટ કરવાનું ચાલુ રાખો તે તમામ ફોટોને લાગુ પડે છે.)

તમારા ફોટોને સાર્વજનિક રીતે શેર કરવા માટે

તમે કંપનીઓને પણ તેમના પોતાનાં પ્રૉડક્ટ અને સેવાઓમાં તમે નક્શો ઍપમાં ઉમેરેલા ફોટોનો ઉપયોગ કરવાની અનુમતિ આપી શકો છો.

  1. તમારા iPadમાં સેટિંગ્સ ઍપ પર જાઓ.

  2. ઍપ્સ પર ટૅપ કરો પછી “નકશો” પર ટૅપ કરો.

  3. “ફોટો પ્રદાતાને તમારા ફોટોનો ઉપયોગ કરવાની અનુમતિ આપો” ચાલુ કરો.

તમે શેર કરો છો તે ફોટામાં લોકેશનનો ડેટા સામેલ હોય છે પરંતુ તમારી ઓળખ સામેલ હોતી નથી. જો તમે આ સેટિંગ બંધ કરો છો તો ફોટો પ્રદાતા હવેથી તમારા ફોટોનો ઉપયોગ કરી શકશે નહિ. (તે લાગૂ થવામાં થોડા દિવસ લાગી શકે છે.)

સ્થળ માટેના તમારા ફોટો સંપાદિત કરો

તમે ફોટો ઉમેરી અને કાઢી શકો છો, તમારી ફોટો ક્રેડિટ ઉમેરી અથવા કાઢી શકો છો અને તમારી ફોટો ક્રેડિટને ઉપનામ આપી શકો છો.

  1. તમારા iPadમાં નકશો ઍપ પર જાઓ.

  2. “સ્થળ” પર ટૅપ કરો.

  3. તમે જે સ્થળના ફોટો સંપાદિત કરવા માંગો છો તેના પર ટૅપ કરો પછી તમારા ફોટો પર ટૅપ કરો.

  4. નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • બીજો ફોટો સબમિટ કરો : “ફોટો ઉમેરો” પર ટૅપ કરો.

    • ફોટો કાઢી નાખો : “વધુ વિકલ્પ” બટન પર ટૅપ કરો પછી “તમારો ફોટો ડિલીટ કરો” પર ટૅપ કરો.

    • તમારી ફોટો ક્રેડિટ બદલો : “વધુ વિકલ્પ” બટન પર ટૅપ કરો પછી “ફોટો ક્રેડિટ બદલો” પર ટૅપ કરો. તમે જે “ફોટો ક્રેડિટ” વિકલ્પ પસંદ કર્યો છે તે તમારા પહેલાં સબમિટ કરેલા અને સબમિટ કરવાનું ચાલુ રાખો તે તમામ ફોટાને લાગુ પડે છે.

રેટિંગ અને ફોટો સૂચનો મેળવવાનું રોકવા માટે

જો તમે કોઈ રસપ્રદ સ્થળની તાજેતરમાં વિઝિટ કરી હોય અથવા ફોટો લીધો હોય તો તમને નકશો ઍપમાં રેટિંગ અથવા ફોટો સબમિટ કરવા માટેનાં સૂચનો પ્રાપ્ત થઈ શકે છે. આ સૂચનો ઑન-ડિવાઇસ પ્રોસેસિંગનો ઉપયોગ કરે છે અને Apple દ્વારા વાંચી શકાતા નથી. જો તમે આ સૂચનો પ્રાપ્ત કરવા માંગતા ન હોવ તો તેને બંધ કરી શકો છો.

  1. તમારા iPadમાં સેટિંગ્સ ઍપ પર જાઓ.

  2. ઍપ્સ પર ટૅપ કરો પછી “નકશો” પર ટૅપ કરો.

  3. “રેટિંગ અને ફોટોસ સૂચનો બતાવો” બંધ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.