આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં સ્ટૉક્સ ચેક કરો

માર્કેટ ઍક્ટિવિટી ટ્રૅક કરવા અને તમે ફૉલો કરતા હોવ તે સ્ટૉક્સનું પર્ફૉર્મન્સ જોવા માટે સ્ટૉક્સ ઍપનો ઉપયોગ કરો.

Siri: Siriને આવું કંઈક કહો, “How are the markets doing? ”Siriનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણો.

iPadમાં સ્ટૉક્સ સ્ક્રીનમાં સવાર દરમિયાન સ્ટૉકના પ્રદર્શનને દર્શાવતો ચાર્ટ. ડાબી બાજુએ ટિકર ચિહ્નની સૂચી છે. ચાર્ટની ઉપર એક અઠવાડિયાંથી લઈને મહિનાઓ અને વર્ષોના મોટા વધારામાં 10 વર્ષ સુધી સ્ટૉકનું પર્ફૉર્મન્સ ડિસ્પ્લે કરવા માટે બટન છે. ચાર્ટની નીચે શરૂઆતી કિંમત, ઉપર, નીચે અને માર્કેટ કૅપ જેવી સ્ટૉકની વિગતો અને વ્યવસાય સંબંધિત સમાચારની લિંક છે.

સ્ટૉક્સ તપાસો

તમે સ્ટૉક્સની સૌથી તાજેતરની કિંમત, દૈનિક ફેરફાર ટકાવારીમાં, માર્કેટ કૅપિટલાઇઝેશન વૅલ્યૂ વગેરે જોઈ શકો છો.

  1. તમારા iPadમાં સ્ટૉક્સ ઍપ પર જાઓ.

  2. તમારા વૉચલિસ્ટમાં ટિકર ચિહ્ન પર ટૅપ કરો અથવા ચિહ્ન સર્ચ કરવા માટે ઉપર સર્ચ ફીલ્ડનો ઉપયોગ કરો પછી સર્ચ પરિણામમાં ચિહ્ન પર ટૅપ કરો.

વધુ વિગતો માટે નીચે ચાર્ટ, વિગતો અને સમાચાર જુઓ જુઓ.

“મારાં ચિહ્નો” વૉચલિસ્ટમાં ચિહ્નો મૅનેજ કરો

જ્યારે તમે પહેલી વાર સ્ટૉક્સ ઍપ ખોલો છો ત્યારે સ્ક્રીન પર ટિકર ચિહ્નોનું લિસ્ટ દેખાય છે; તેને મારાં ચિહ્નોનું વૉચલિસ્ટ કહેવાય છે. તમે “મારાં ચિહ્નો” વૉચલિસ્ટને અપડેટ અને મૅનેજ કરી શકો છો અને તમારું પોતાનું વૉચલિસ્ટ બનાવી શકો છો .

  1. તમારા iPadમાં સ્ટૉક્સ ઍપ પર જાઓ.

  2. નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • ચિહ્ન ઉમેરવા માટે : સર્ચ ફીલ્ડમાં ટિકર ચિહ્ન, કંપનીનું નામ, ફંડનું નામ અથવા ઇંડેક્સ એંટર કરો. સર્ચ પરિણામોમાં “ઉમેરો” બટન પર ટૅપ કરો પછી ટેક્સ્ટ ક્લિઅર કરો બટન પર ટૅપ કરો.

    • ચિહ્ન ડિલીટ કરવા માટે : તમારા વૉચલિસ્ટમાં ચિહ્ન પર ડાબી બાજુ સ્વાઇપ કરો પછી કાઢી નાખો પર ટૅપ કરો.

      નોટ : જો તમે “મારાં ચિહ્નો” વૉચલિસ્ટમાંથી કોઈ ચિહ્ન ડિલીટ કરો છો તો તે ચિહ્ન તમારાં અન્ય વૉચલિસ્ટમાંથી પણ ડિલીટ થઈ જાય છે (ઘણાં વૉચલિસ્ટને મૅનેજ કરો જુઓ).

    • ચિહ્નનો ક્રમ ફરી ગોઠવો : “વધુ” બટન પર ટૅપ કરો, વૉચલિસ્ટ સંપાદિત કરો પર ટૅપ કરો, “ક્રમ ફરી ગોઠવો” બટનને ટચ કરી દબાવી રાખીને પછી ચિહ્નને નવી જગ્યા પર ડ્રૅગ કરો.

    • સ્ટૉકનો વેપાર કયા ચલણમાં થાય છે તે ડિસ્પ્લે કરવા માટે : “વધુ” બટન પર ટૅપ કરીને વૉચલિસ્ટ શો પર ટૅપ કરો પછી કરંસી બતાવો પર ટૅપ કરો.

    • ચિહ્ન શેર કરો : તમારા વૉચલિસ્ટમાં ચિહ્ન પર ડાબી બાજુ સ્વાઇપ કરો, શેર કરો પર ટૅપ કરો પછી મેસેજ અથવા Mail જેવો શેરિંગનો વિકલ્પ પસંદ કરો.

ચાર્ટ, વિગતો અને સમાચાર જુઓ

તમે તમારા વૉચલિસ્ટમાં ટિકર ચિહ્ન અને તમે જે ચિહ્ન શોધી રહ્યા છો તેના વિષેના ઇંટરૅક્ટિવ ચાર્ટ, પર્ફૉર્મન્સની વિગતો અને સંબંધિત સમાચાર જોઈ શકો છો.

  1. તમારા iPadમાં સ્ટૉક્સ ઍપ પર જાઓ.

  2. તમે જેના વિષે વધુ વિગતો જોવા ઇચ્છો છો તે ચિહ્ન પર ટૅપ કરો પછી નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • સમયાંતરે પર્ફૉર્મન્સ જોવા માટે : ચાર્ટની ટોચ પર સમય રેંજના સિલેક્શનના વિકલ્પ પર ટૅપ કરો.

    • ચોક્કસ તારીખ અથવા સમય માટે વૅલ્યૂ જોવા માટે : એક આંગળીથી ચાર્ટને ટચ કરીને હોલ્ડ કરો.

    • સમયાંતરે વૅલ્યૂમાં તફાવત જુઓ : ચાર્ટને બે આંગળીઓથી ટચ કરીને હોલ્ડ કરો.

    • વધુ વિગતો જુઓ : ચાર્ટની નીચે સ્ટૉકની 52-સપ્તાહના મહત્તમ અને ન્યૂનતમ, બીટા, EPS અને સરેરાશ ટ્રેડિંગ વૉલ્યૂમ જેવી વધારાની વિગતો જુઓ.

    • સમાચાર વાંચો : ચિહ્ન સાથે સંબંધિત વધારે સમાચારો જોવા માટે ઉપર સ્વાઇપ કરો અથવા સાઇડબારમાં વ્યાપાર સમાચાર પર ટૅપ કરો પછી સ્ટોરી પર ટૅપ કરો.

ટિપ : તમારા વૉચલિસ્ટમાં ચિહ્નના પર્ફૉર્મન્સનો ઝડપથી સારાંશ જોવા માટે તેને ટચ કરીને હોલ્ડ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.