આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં એક સાથે ઘણી વિંડો સાથે કામ કરો

iPadમાં તમે ઘણી ઍપ્સ અને એક જ ઍપની ઘણી વિંડો સાથે કામ કરી શકો છો. જેમ તમે કામ કરો છો તેમ તમે વિંડોની સાઇઝ બદલી શકો છો, મુવ કરી શકો છો અને ઉમેરી શકો છો.

બે Mail વિંડોમાં અને એક નોટ્સ વિંડોમાં કામ પ્રગતિમાં હોવાનું બતાવતી iPadની સ્ક્રીન.

ઘણી વિંડોમાં કામ કરવા માટે iPad સેટ અપ કરો

  1. તમારા iPadમાં સેટિંગ્સ ઍપ  પર જાઓ.

  2. મલ્ટિટાસ્કિંગ અને જેસ્ચર પર ટૅપ કરીને પછી વિંડોવાળી ઍપ્સ સિલેક્ટ કરો.

    મલ્ટીટાસ્કિંગ અને જેસ્ચર સેટિંગ્સ બતાવતી iPad વિંડો.

વિંડોની સાઇઝ બદલો અને મુવ કરો

iPadમાં વિંડો ખુલ્લી છે, જેમાં નીચેના જમણા ખૂણામાં રીસાઇઝ હૅન્ડલ અને ઉપરના ડાબા ખૂણામાં વિંડો કંટ્રોલ છે.

ઍપ ખોલવા માટે તેને Dockમાં, તમારી હોમ સ્ક્રીનમાંથી કોઈ એક પર અથવા ઍપ લાઇબ્રેરીમાં ટૅપ કરો પછી નીચેનામાંથી કોઈ પણ એક કરો :

  • વિંડોની સાઇઝ બદલવા : વિંડોના નીચેના જમણા ખૂણામાં રીસાઇઝ હૅન્ડલને ડ્રૅગ કરો.

  • વિંડો મુવ કરવા : તેને ઉપરથી ડ્રૅગ કરો.

  • ઍપ વિંડો મૅનેજ કરો : તમે વિંડોની સાઇઝ બદલી લો પછી વિંડોમાં ઉપર ડાબી બાજુએ વિંડો કંટ્રોલ દેખાય છે. તમે આ કંટ્રોલનો ઉપયોગ તમારી વિંડો બંધ કરવા, મિનિમાઇઝ કરવા અથવા તેને ફરીથી ફુલ સ્ક્રીન કરવા માટે કરી શકો છો. વધુ વિકલ્પો જોવા માટે વિંડો કંટ્રોલને ટચ કરી દબાવી રાખો.

બીજી ઍપ અથવા વિંડો ખોલો

  • Dock અથવા ઍપ લાઇબ્રેરીમાં ઍપ પર ટૅપ કરો.

  • સ્ક્રીનની નીચેની ધારથી ઉપર સ્વાઇપ કરો. આ તમારી વિંડોને થોડા સમય માટે સ્ક્રીનની ધાર પર મુવ કરે છે જેથી તમે તમારી હોમ સ્ક્રીન પર ઍપ્સ જોઈ અને ખોલી શકો છો.

જો તમે ઍપને ફુલ સ્ક્રીનમાં ખોલો છો તો તમે તેની સાઇઝ બદલી શકો છો અને તમારી અન્ય સાઇઝ બદલેલી ઍપ વિંડોની સાથે મૂકી શકો છો.

વિંડોને ફૂલ સ્ક્રીન પર પાછી લઇ જવા માટે

જ્યારે તમારી પાસે સાઇઝ બદલેલી ઘણી વિંડો હોય ત્યારે તમે તેમાંથી કોઈ પણને બદલીને ફુલ સ્ક્રીનમાં કરી શકો છો. નીચેનામાંથી કોઈ પણ એક કરો :

  • વિંડોમાં ઉપર વિંડો કંટ્રોલ બટન પર ટૅપ કરીને પછી “ફુલ સ્ક્રીન” બટન પર ટૅપ કરો.

  • વિંડોની ઉપરના ભાગ પર ડબલ ટૅપ કરો.

  • વિંડોને ઉપરથી નીચે ડ્રૅગ કરીને દબાવી રાખો પછી તેને સ્ક્રીનની ઉપરની બાજુએ ઝડપથી સ્વાઇપ કરો.

જુઓ : વિંડોનું લેઆઉટ બદલો.

વિંડોને મિનિમાઇઝ કરવા અથવા બંધ કરવા માટે

વિંડોમાં ઉપર વિંડો કંટ્રોલ બટન પર ટૅપ કરીને પછી નીચેનામાંથી કોઈ પણ એક કરો :

  • વિંડોને મિનિમાઇઝ કરવા માટે “મિનિમાઇઝ” બટન પર ટૅપ કરો.

  • વિંડોને બંધ કરવા માટે “બંધ કરો” બટન પર ટૅપ કરો.

ટિપ : તમારી બધી વિંડોને ઝડપથી મિનિમાઇઝ કરવા માટે સ્ક્રીનમાં નીચેથી ઉપર સ્વાઇપ કરીને પછી ફરીથી ઉપર સ્વાઇપ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.