આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં ડ્યૂપ્લિકેટ સંપર્કથી છુટકારો મેળવો

જ્યારે તમારી પાસે સંપર્કના ઘણાં સોર્સ હોય ત્યારે તમારી પાસે એક જ વ્યક્તિની એક કરતાં વધુ એંટ્રી હોઈ શકે છે. સંપર્ક ઍપમાં એક જ વ્યક્તિના વિવિધ અકાઉંટનાં સંપર્ક કાર્ડને લિંક કરો જેથી તે તમારી તમામ સંપર્ક સૂચીમાં ફક્ત એક જ વાર દેખાય. લિંક કરેલાં સંપર્ક કાર્ડને એક જ યુનિફાઇડ સંપર્ક તરીકે ડિસ્પ્લે કરવામાં આવે છે.

ડ્યૂપ્લિકેટ સંપર્કને ઉકેલવા માટે

જો તમારી પાસે એક જ નામ અને અટકવાળાં એકથી વધુ સંપર્ક કાર્ડ હોય તો સંપર્ક ઍપ તમારા માટે ડ્યૂપ્લિકેટ સંપર્કને મર્જ કરી શકે છે.

  1. તમારા iPadમાં સંપર્ક ઍપ પર જાઓ.

  2. “મારું કાર્ડ”ની નીચે “ડ્યૂપ્લિકેટ બતાવો” પર ટૅપ કરો.

  3. વ્યક્તિગત સંપર્કને રિવ્યૂ કરીને મર્જ કરવા માટે તેમના પર ટૅપ કરો અથવા તમામ ડ્યૂપ્લિકેટ સંપર્કને મર્જ કરવા માટે “તમામ મર્જ કરો” પર ટૅપ કરો.

સંપર્કને મૅન્યુઅલ રીતે લિંક કરવા માટે

જો એક જ વ્યક્તિની બે એન્ટ્રી ઑટોમૅટિક રીતે લિંક ન થાય તો તમે તેમને મૅન્યુઅલ રીતે યુનિફાઇ કરી શકો છો.

  1. તમારા iPadમાં સંપર્ક ઍપ પર જાઓ.

  2. કોઈ એક સંપર્ક પર ટૅપ કરીને “સંપાદિત કરો” પર ટૅપ કરો અને પછી “સંપર્ક લિંક કરો” પર ટૅપ કરો.

  3. લિંક કરવા માટે સંપર્કની અન્ય એંટ્રી પસંદ કરો અને પછી “લિંક કરો” પર ટૅપ કરો.

જ્યારે તમે વિવિધ નામ અથવા અટકના સંપર્કને લિંક કરો છો ત્યારે વ્યક્તિગત કાર્ડ પર નામ બદલાતું પરંતુ યુનિફાઇડ કાર્ડ પર માત્ર એક જ નામ દેખાય છે. યુનિફાઇડ કાર્ડ પર બતાવવા માટેનું નામ પસંદ કરવા માટે લિંક કરેલા કોઈ પણ એક કાર્ડ પર ટૅપ કરીને તે કાર્ડમાં સંપર્કના નામ પર ટૅપ કરો અને પછી “યુનિફાઇડ કાર્ડ માટે આ નામનો ઉપયોગ કરો” પર ટૅપ કરો.

નોટ : જ્યારે તમે સંપર્કને લિંક કરો છો ત્યારે તે સંપર્ક મર્જ થતા નથી. જો તમે યુનિફાઇડ સંપર્કમાં માહિતીમાં ફેરફાર અથવા ઉમેરો કરો છો તો તે માહિતી પહેલાંથી અસ્તિત્વમાં હોય તેવા દરેક સોર્સ અકાઉંટમાં તેને કૉપિ કરવામાં આવે છે.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.