આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં નોટ્સ વ્યૂ બદલો

નોટ્સ ઍપમાં તમારી નોટ કેવી દેખાશે તે તમે બદલી શકો છો. તમારી નોટમાં લાઇન અથવા ગ્રિડ ઉમેરો, તમારી નોટને લિસ્ટ અથવા ગૅલેરી રૂપે જુઓ અને તમામ અટૅચમેંટ એક જગ્યાએ જુઓ.

તમારા iPadમાં નોટ્સનું ડિસ્પ્લે બદલો

  • ફુલ સ્ક્રીનમાં નોટ જોવા માટે : લૅન્ડસ્કેપ ઑરિએંટેશનમાં નોટ જોતી વખતે “ફૂલ સ્ક્રીનમાં જાઓ” બટન પર ટૅપ કરો અથવા iPadને પોર્ટ્રેટ ઑરિએંટેશનમાં ફેરવો.

  • તમારા અકાઉંટ, નોટની યાદી અને સિલેક્ટેડ નોટ એક સાથે જોવા માટે : iPadને લૅન્ડસ્કેપ ઑરિએંટેશનમાં ફેરવો પછી “સાઇડબાર ટૉગલ કરો” બટન પર ટૅપ કરો.

નોટમાં લાઇન અથવા ગ્રિડ બતાવવા માટે

  • પ્રવર્તમાન નોટમાં : “નોટ ઍક્શન” બટન પર ટૅપ કરીને લાઇન અને ગ્રિડ પર ટૅપ કરીને પછી શૈલી પસંદ કરો.

  • તમામ નવી નોટમાં : સેટિંગ્સ  > ઍપ્સ > નોટ્સ પર જઈને લાઇન અને ગ્રિડ પર ટૅપ કરીને પછી શૈલી પસંદ કરો.

લિસ્ટ અથવા ગૅલેરી રૂપે નોટ જુઓ

નોટ્સ સૂચીમાં “ફોલ્ડર ઍક્શન” બટન પર ટૅપ કરો પછી “સૂચી તરીકે જુઓ” અથવા “ગૅલેરી તરીકે જુઓ” પર ટૅપ કરો.

તમામ અટૅચમેંટ જુઓ

નોટની સૂચીમાં “ફોલ્ડર ઍક્શન” બટન પર ટૅપ કરીને પછી અટૅચમેંટ જુઓ પર ટૅપ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.