આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં ઇમેલ સૂચનાઓ સેટ કરો

તમે તમારા Mail સૂચના સેટિંગ્સને બદલી શકો છો અને કયા મેલબૉક્સ અને ઇમેલ થ્રેડમાંથી સૂચનાઓ પ્રાપ્ત કરવી તે પસંદ કરી શકો છો.

ઇમેલ સૂચનો મ્યૂટ કરો

વ્યસ્ત ઇમેલ થ્રેડના વિક્ષેપોને ઘટાડવા માટે તમે વાર્તાલાપમાં મેસેજની સૂચનાઓને મ્યૂટ કરી શકો છો.

  1. તમારા iPadમાં Mail ઍપ પર જાઓ.

  2. વાર્તાલાપમાં મેસેજ ખોલો.

  3. નીચેના જમણા ખૂણામાં “વધુ ઍક્શન” બટન પર ટૅપ કરો પછી “મ્યૂટ“ પર ટૅપ કરો.

તમે મ્યૂટ કરેલા ઇમેલ મેસેજ સાથે શું કરવા માંગો છો તે સ્પષ્ટ કરવા માટે સેટિંગ્સ  > ઍપ્સ > Mail > મ્યૂટ કરેલા થ્રેડ ઍક્શન પર જાઓ પછી વિકલ્પ પસંદ કરો.

ટિપ : મ્યૂટ બટનનો ઍક્સેસ સરળ બનાવવા માટે તમે Mail ટૂલબારમાં તેને ઉમેરી શકો છો. જુઓ : Mail ટૂલબારને કસ્ટમાઇઝ કરવા માટે.

ઇમેલ અથવા થ્રેડના જવાબ વિષે સૂચનાઓ પ્રાપ્ત કરો

તમે મેલ સૂચનાઓ સેટ અપ કરી શકો છો જે તમને તમારા મનપસંદ મેલબૉક્સમાં અથવા તમારા VIP તરફથી ઇમેલ મેસેજ પ્રાપ્ત થાય ત્યારે તમને જણાવશે.

  1. તમારા iPadમાં Mail ઍપ પર જાઓ.

  2. નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • મેસેજ વાંચતી વખતે : નીચેના જમણા ખૂણામાં “વધુ ઍક્શન” બટન પર ટૅપ કરો પછી “મને સૂચિત કરો“ પર ટૅપ કરો.

    • મેસેજ લખતી વખતે : વિષય ફીલ્ડ પર ટૅપ કરો, વિષય ફીલ્ડમાં “મને સૂચિત કરો” બટન પર ટૅપ કરો અને પછી “મને સૂચિત કરો” પર ટૅપ કરો.

સૂચનાઓના દેખાવને બદલવા માટે સેટિંગ્સ  > ઍપ્સ > Mail > સૂચનાઓ પર જાઓ.

તમારી Mail સૂચનાઓ બદલવા માટે

  1. તમારા iPadમાં સેટિંગ્સ ઍપ  પર જાઓ.

  2. ઍપ્સ પર ટૅપ કરો પછી Mail પર ટૅપ કરો.

  3. સૂચનાઓ પર ટૅપ કરો અને પછી ખાતરી કરો કે “સૂચનાઓને અનુમતિ આપો” ચાલુ છે.

  4. “સૂચનાઓ કસ્ટમાઇઝ કરો” પર ટૅપ કરો અને પછી તમે ફેરફાર કરવા માંગો છો તે ઇમેલ અકાઉંટ પર ટૅપ કરો.

  5. તમે ઇચ્છો તે સેટિંગ્સ સિલેક્ટ કરો, જેમ કે અલર્ટ અથવા બૅજ. તમે અલર્ટ ચાલુ કરો ત્યારે તમારી પાસે અલર્ટ ટોન અથવા રિંગટોન બદલીને તમારા સાઉંડને કસ્ટમાઇઝ કરવાનો વિકલ્પ હોય છે.

જ્યારે તમે Mail ઍપમાંથી સૂચનાઓને અનુમતિ આપવા માંગતા હો તે સમય તમે સેટ કરી શકો છો. જુઓ : સૂચના સેટિંગ્સ બદલો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.