આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં Mailમાં ઇમેલ અટૅચમેંટ ઉમેરો

તમે ઇમેલ મેસેજમાં ફોટો, વીડિયો અને ડૉક્યુમૅન્ટ અટૅચ કરી શકો છો. તમે પેપર ડૉક્યુમૅન્ટને સ્કૅન કરીને તેને PDF અટૅચમેંટ તરીકે મોકલી શકો છો અથવા સીધા મેસેજમાં દોરી શકો છો અને ડ્રૉઇંગને અટૅચમેંટ તરીકે મોકલી શકો છો. ફાઇલની સાઇઝના આધારે અટૅચમેંટ મેસેજમાં ટેક્સ્ટની સાથે ઇનલાઇન દેખાઈ શકે છે અથવા મેસેજના અંતે “અટૅચમેંટ ઇંસર્ટ કરો” બટન તરીકે દેખાઈ શકે છે.

કીબોર્ડની ઉપરના અટૅચમેંટ વિકલ્પ સાથે ડ્રાફ્ટ ઇમેલ કંપોઝ કરવામાં આવી રહ્યો છે.

ઇમેલમાં ફોટો, વીડિયો અથવા ડૉક્યુમૅન્ટ અટૅચ કરો

તમે પ્રાપ્તકર્તાઓ સરળતાથી ડાઉનલોડ અને સેવ કરી શકે તે માટે તમારા ઇમેલ મેસેજમાં ડૉક્યુમૅન્ટ, વીડિયો અને ફોટો અટૅચ કરી અને મોકલી શકો છો.

  1. તમારા iPadમાં Mail ઍપ પર જાઓ.

  2. તમે જ્યાં અટૅચમેંટ ઇંસર્ટ કરવા માંગો છો તે મેસેજમાં ટૅપ કરીને “અટૅચમેંટ ઍક્શન ઇંસર્ટ કરો” બટન પર ટૅપ કરો પછી નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • ડૉક્યુમૅન્ટ અટૅચ કરો : ફાઇલ અટૅચ કરો પર ટૅપ કરીને પછી ફાઇલમાં ડૉક્યુમૅન્ટ લોકેટ કરો.

      ફાઇલમાં “તાજેતરના” અથવા “શેર કરેલ” પર ટૅપ કરો પછી તેને ખોલવા માટે ફાઇલ, લોકેશન અથવા ફોલ્ડર પર ટૅપ કરો.

    • સેવ કરેલો ફોટો અથવા વીડિયો અટૅચ કરો : ફોટો લાઇબ્રેરી પર ટૅપ કરો પછી ફોટો અથવા વીડિયો પસંદ કરો. મેસેજ પર પાછા જવા માટે પૂર્ણ બટન પર ટૅપ કરો.

    • નવો ફોટો અથવા વીડિયો લો અને તેને મેસેજ સાથે અટૅચ કરો : ફોટો અથવા વીડિયો લો પર ટૅપ કરો પછી નવો ફોટો અથવા વીડિયો લો. તેને તમારા મેસેજમાં ઇંસર્ટ કરવા માટે “ફોટોનો ઉપયોગ કરો” અથવા “વીડિયોનો ઉપયોગ કરો” પર ટૅપ કરો અથવા જો તમે તેને રીશૂટ કરવા માંગતા હો તો “રીટેક” પર ટૅપ કરો.

નોટ : જો તમારી ફાઇલ તમારા ઇમેલ અકાઉંટ દ્વારા માન્ય મહત્તમ સાઇઝ કરતાં વધારે મોટી હોય તો તેને Mail Dropનો ઉપયોગ કરીને મોકલવા માટે ઑનસ્ક્રીન સૂચનાઓનું પાલન કરો. Apple સપોર્ટ લેખ Mail Drop લિમિટ જુઓ.

ઇમેલમાં ડૉક્યુમૅન્ટ સ્કૅન કરીને અટૅચ કરો

તમે પેપર ડૉક્યુમૅન્ટ સ્કૅન કરી શકો છો અને તેને PDF તરીકે મોકલી શકો છો.

  1. તમારા iPadમાં Mail ઍપ પર જાઓ.

  2. તમે મેસેજમાં જ્યાં સ્કૅન કરેલા ડૉક્યુમૅન્ટને ઇંસર્ટ કરવા માંગો છો ત્યાં ટૅપ કરો અને પછી કીબોર્ડની ઉપર “અટૅચમેંટ ઍક્શન ઇંસર્ટ કરો” બટન પર ટૅપ કરો.

  3. ડૉક્યુમૅન્ટ સ્કૅન કરો પર ટૅપ કરીને iPadની પોઝિશન એવી રીતે રાખો જેથી ડૉક્યુમૅન્ટ પેજ સ્ક્રીન પર દેખાય—iPad ઑટોમૅટિક રીતે પેજ કૅપ્ચર કરે છે.

    પેજને મૅન્યુઅલ રીતે કૅપ્ચર કરવા માટે “ફોટો લો” બટન પર ટૅપ કરો અથવા વૉલ્યૂમ બટન દબાવો.

  4. વધારાનાં પેજ સ્કૅન કરો પછી જ્યારે સ્કૅન પૂર્ણ થઈ જાય ત્યારે “સેવ” પર ટૅપ કરો.

  5. સેવ કરેલા સ્કૅનમાં ફેરફાર કરવા માટે તેના પર ટૅપ કરો અને પછી નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • ઇમેજ ક્રૉપ કરવા માટે : “ક્રૉપ” બટન પર ટૅપ કરો.

    • ફિલ્ટર લાગુ કરવા માટે : “ફિલ્ટર સેટિંગ્સ બતાવો” બટન પર ટૅપ કરો.

    • ઇમેજ ફેરવવા માટે : “ફેરવો” બટન પર ટૅપ કરો.

    • સ્કૅન ડિલીટ કરવા માટે : “સ્કૅન ડિલીટ કરો” બટન પર ટૅપ કરો.

તમારા ઇમેલ પર ડ્રૉઇંગ બનાવો અને અટૅચ કરો

તમે શબ્દોમાં વર્ણવવા મુશ્કેલ હોય એવા વિચાર પ્રદર્શિત કરવા માટે ઇમેલ મેસેજમાં દોરી શકો છો. પ્રાપ્તકર્તાઓ તમારું ડ્રૉઇંગ જોઈ અને ડાઉનલોડ કરી શકે તે માટે અટૅચમેંટ તરીકે મેસેજમાં ઉમેરવામાં આવે છે.

  1. તમારા iPadમાં Mail ઍપ પર જાઓ.

  2. મેસેજમાં જ્યાં તમે ડ્રૉઈંગ ઇંસર્ટ કરવા માંગો છો ત્યાં ટૅપ કરો પછી માર્કઅપ ટૂલબાર બતાવવા માટે કીબોર્ડની ઉપર “ડ્રૉઇંગ ઇંસર્ટ કરો” બટન પર ટૅપ કરો.

  3. ડ્રૉઈંગ ટૂલ અને રંગ પસંદ કરો અને પછી તમારી આંગળીથી લખો અથવા દોરો.

    જુઓ : માર્કઅપથી ડૉક્યુમૅન્ટમાં લખો અને દોરો.

  4. તમે સમાપ્ત કરી લો ત્યારે પૂર્ણ બટન પર ટૅપ કરો પછી ડ્રૉઇંગ ઇંસર્ટ કરો પર ટૅપ કરો.

ડ્રૉઇંગ પર ફરી કામ શરૂ કરવા માટે મેસેજમાં ડ્રૉઇંગ પર ટૅપ કરો, દેખાતા મેન્યૂમાં ડિસક્લોઝર ઍરો પર ટૅપ કરો પછી માર્કઅપ પર ટૅપ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.