આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં Freeform બોર્ડની કૉપિ અથવા PDF મોકલો

તમે Freeform બોર્ડની કૉપિની લિંક મોકલી શકો છો જેથી અન્ય લોકો કૉપિ ડાઉનલોડ કરી શકે અને તેને તેમના બોર્ડમાં ઉમેરી શકે—જો તમે તમારા Apple અકાઉંટમાં સાઇન ઇન કરેલું હોય તો. તમે તમારા Freeform બોર્ડની કૉપિ અન્ય લોકોને મોકલવા માટે તેને PDF તરીકે પણ એક્સપોર્ટ કરી શકો છો.

બોર્ડની કૉપિ મોકલવા માટે

માત્ર લિંકથી તમારા બોર્ડની કૉપિ કોઈ પણ વ્યક્તિને મોકલો. તેઓ બોર્ડની કૉપિ લઈ શકે છે અને તેને પોતાની બનાવી શકે છે. બોર્ડની કૉપિ મોકલવા માટે તમારે ઑનલાઇન હોવું અને iCloudમાં સાઇન ઇન કરવું આવશ્યક છે.

  1. તમારા iPadમાં Freeform ઍપ પર જાઓ.

  2. નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • તમામ બોર્ડ બ્રાઉઝ કરતી વખતે : તમે જે બોર્ડ શેર કરવા માંગો છો તેને ટચ કરીને હોલ્ડ કરો અને પછી “શેર કરો” પર ટૅપ કરો.

    • બોર્ડની અંદરથી : “બોર્ડ શેર કરો” બટન પર ટૅપ કરો.

  3. બોર્ડના નામની નીચે આવતા પૉપ-અપ મેન્યૂ પર ટૅપ કરીને “કૉપિ મોકલો” પસંદ કરો અને પછી નીચેનામાંથી કોઈ પણ એક પર ટૅપ કરો :

    • iCloud લિંક કૉપિ કરો : લિંકને તમારા ક્લિપબોર્ડ પર કૉપિ કરવામાં આવી છે. પછી તમે તેને ગમે ત્યાં પેસ્ટ કરી શકો છો.

    • કોઈ પણ સંપર્ક અથવા ઍપ આઇકન : ઑનસ્ક્રીન સૂચનાઓનું પાલન કરો.

તમે ઇચ્છો તેટલા પ્રાપ્તકર્તાઓને આ લિંક મોકલી શકો છો. લિંક ધરાવતી કોઈ પણ વ્યક્તિ 30 દિવસ સુધી કૉપિ ડાઉનલોડ કરી શકે છે. બોર્ડ બ્રાઉઝ કરતી વખતે પ્રાપ્તકર્તા તેને શેર કરેલા સેક્શનમાં નહિ પણ તમામ બોર્ડમાં શોધી શકે છે. (માત્ર તમે કોલૅબરેટ કરી રહ્યાં હોવ તેવા બોર્ડ માટે “શેર કરેલ” છે.)

તમે બધા એકબીજાના અપડેટ જોઈ શકો તે માટે જો તમે તમારા બોર્ડને કોલૅબરેટ રીતે શેર કરવા માંગતા હોવ તો Freeform બોર્ડ શેર કરો અને કોલૅબરેટ કરો જુઓ.

દરેક નવી લિંક તમે લિંક બનાવો તે સમયની બોર્ડની કૉપિ મોકલે છે. જ્યારે તમે કોઈને કૉપિ મોકલો છો ત્યારે લિંકથી નવું બોર્ડ ખુલે છે. તમારા બોર્ડ પર થતા ફેરફાર તેમના બોર્ડ પર દેખાતા નથી અને અન્ય વ્યક્તિ દ્વારા કરવામાં આવતા કોઈ પણ ફેરફારથી તમારા બોર્ડ પર કોઈ અસર થતી નથી.

નોટ : કૉપિ મોકલવાથી મૂળ બોર્ડનો ઍક્સેસ ધરાવનારમાં કોઈ ફેરફાર થતો નથી. બોર્ડનો ઍક્સેસ બદલવા માટે શેરિંગ સેટિંગ્સ મૅનેજ કરવા માટે જુઓ.

બોર્ડની PDF મોકલવા માટે

  1. તમારા iPadમાં Freeform ઍપ પર જાઓ.

  2. બોર્ડ ખોલો અથવા નવું બોર્ડ શરૂ કરવા માટે “નવું બોર્ડ” બટન પર ટૅપ કરો.

  3. તમારે જે બોર્ડ મોકલવું હોય તેમાં ઍક્શન મેન્યૂ બટન પર ટૅપ કરીને પછી PDF તરીકે એક્સપોર્ટ કરો પર ટૅપ કરો.

    જો તમે તમારા બોર્ડમાં સીન સેવ કર્યા હોય તો નીચેનામાંથી કોઈ પણ એકને એક્સપોર્ટ કરવાનું પસંદ કરો :

    • આખા બોર્ડને એક પેજ તરીકે : બોર્ડ પર ટૅપ કરો.

    • દરેક પેજ પર એક સીન તરીકે : સીન પર ટૅપ કરો.

  4. તમે PDF મોકલવા માટે મેસેજ અથવા Mail જેવી રીત પસંદ કરો પછી ઑનસ્ક્રીન સૂચનાઓનું પાલન કરો.

    જે લોકો અને ગ્રૂપ સાથે તમે તાજેતરમાં સંચાર કર્યો તે આઇકન તરીકે દેખાય છે. તેમને બોર્ડ મોકલવા માટે કોઈ એક પર ટૅપ કરો.

તમે તમામ બોર્ડ બ્રાઉઝ કરતી વખતે બોર્ડને PDF તરીકે એક્સપોર્ટ પણ કરી શકો છો. બોર્ડની થંબનેલ અથવા નામને ટચ કરીને હોલ્ડ કરો અને “શેર કરો” પર ટૅપ કરો પછી “PDF તરીકે એક્સપોર્ટ કરો” પર ટૅપ કરો.

ટિપ : તમારા બોર્ડની PNG મોકલવા માટે સ્ક્રીનશૉટ લો પછી ફોટોસ ઍપમાંથી તેને શેર કરો. તમે જે આઇટમ શેર કરવા માંગો છો તેને સિલેક્ટ કરીને કૉપિ કરી શકો છો અને પછી તેને અન્ય ઍપ્સમાં (ઉદાહરણ તરીકે Mail અથવા ફાઇલમાં) PNG તરીકે પેસ્ટ પણ કરી શકો છો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.