આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં સ્માર્ટ ફોલ્ડર સાથેની તમારી નોટને ગોઠવો

નોટ્સ ઍપમાં તમે સ્માર્ટ ફોલ્ડરનો ઉપયોગ કરીને તમામ ફોલ્ડરમાં તમારી નોટને સરળતાથી સર્ચ અને ફિલ્ટર કરી શકો છો.

સ્માર્ટ ફોલ્ડર બનાવવા માટે

  1. તમારા iPadમાં નોટ્સ ઍપ પર જાઓ.

  2. “નવું ફોલ્ડર” બટન પર ટૅપ કરો, અકાઉંટ પસંદ કરો (જો તમારી પાસે એક કરતાં વધુ હોય તો), નામ એંટર કરો પછી “સ્માર્ટ ફોલ્ડરમાં બનાવો” પર ટૅપ કરો.

  3. એક અથવા વધુ ફિલ્ટર પસંદ કરો પછી કોઈ પણ અથવા તમામ સિલેક્ટ કરેલાં ફિલ્ટર સાથે મૅચ થતી નોટ સામેલ કરવાનું પસંદ કરો. તમે ટૅગ, તારીખ, ઉલ્લેખ વગેરે મુજબ ફિલ્ટર કરી શકો છો.

તમે ટૅગ કરેલી નોટની સૂચી જોતી વખતે પણ સ્માર્ટ ફોલ્ડર બનાવી શકો છો; એક અથવા વધુ ટૅગ પર ટૅપ કરીને “ફોલ્ડર ઍક્શન” બટન પર ટૅપ કરીને પછી સ્માર્ટ ફોલ્ડર બનાવો પર ટૅપ કરો.

ફોલ્ડરને સ્માર્ટ ફોલ્ડરમાં કંવર્ટ કરો

તમે જે ફોલ્ડરને કંવર્ટ કરવા ઇચ્છતા હોવ તે ફોલ્ડર જોતી વખતે “ફોલ્ડર ઍક્શન” બટન પર ટૅપ કરીને સ્માર્ટ ફોલ્ડરમાં કંવર્ટ કરો પર ટૅપ કરો.

જ્યારે તમે ફોલ્ડર કંવર્ટ કરો છો ત્યારે તેની નોટને નોટ્સ ફોલ્ડરમાં મુવ કરવામાં આવે છે અને સ્માર્ટ ફોલ્ડરના નામથી ટૅગ કરવામાં આવે છે.

નોટ : તમારા દ્વારા શેર કરવામાં આવેલું ફોલ્ડર, સબફોલ્ડર સાથેનું ફોલ્ડર અથવા લૉક કરેલી નોટ ધરાવતું ફોલ્ડર તમે કંવર્ટ કરી શકતા નથી.

સ્માર્ટ ફોલ્ડર સંપાદિત કરવા અથવા ડિલીટ કરવા માટે

નીચેનામાંથી કોઈ પણ એક કરો :

  • ફોલ્ડરની સૂચીમાં સંપાદિત કરો પર ટૅપ કરો, ફોલ્ડરને ઉમેરવા, મુવ કરવા, નામ બદલવા અને ડિલીટ કરવા માટે “ફોલ્ડર ઍક્શન” બટન પર ટૅપ કરો પછી પૂર્ણ બટન પર ટૅપ કરો.

  • સ્માર્ટ ફોલ્ડર પર ટચ કરી દબાવી રાખો પછી નામ બદલવા અથવા ફિલ્ટર કરવા અથવા ડિલીટ કરવા માટે સ્માર્ટ ફોલ્ડર સંપાદિત કરો પર ટૅપ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.