iPadમાં કૉન્ફરંસ અથવા થ્રી-વે કૉલ કરો

જ્યારે તમે ફોન કૉલ પર હોવ ત્યારે જો વાર્તાલાપમાં વધુ લોકોને સામેલ કરવા માંગતા હોવ તો વધારાના કૉલરને ઉમેરી શકો છો. જો તમને બીજો ઇનકમિંગ કૉલ આવે તો તમે તેનો પણ જવાબ આપી શકો છો અથવા તેને અવગણી શકો છો.

કૉન્ફરંસ અથવા થ્રી-વે કૉલ શરૂ કરવા માટે

GSMમાં તમે મહત્તમ પાંચ લોકો (તમારા નેટવર્ક પ્રોવાઇડર પર મુજબ) સાથે કૉન્ફરંસ કૉલ સેટ અપ કરી શકો છો.

નોટ : જો તમે VoLTE (વૉઇસ ઓવર LTE) અથવા Wi-Fi કૉલિંગનો ઉપયોગ કરીને કૉલ કરો છો તો કૉન્ફરંસ કૉલ અથવા કૉન્ફરંસ કૉલિંગના કેટલાક પાસાં ઉપલબ્ધ ન પણ હોય.

  1. તમારા iPadમાં ફોન ઍપ પર જાઓ.

  2. iPadમાં કૉલ પર હોવ ત્યારે કૉલ ઉમેરો પર ટૅપ કરીને બીજો કૉલ કરીને પછી કૉલ મર્જ કરો પર ટૅપ કરો.

    કૉલમાં વધુ લોકોને ઉમેરવા માટે આ પગલું રિપીટ કરો.

  3. કૉલ દરમિયાન નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • એક વ્યક્તિ સાથે પ્રાઇવેટ રીતે વાત કરો : “વધુ માહિતી” બટન પર ટૅપ કરો અને પછી વ્યક્તિના નામની બાજુમાં પ્રાઇવેટ પર ટૅપ કરો. કૉન્ફરંસ કૉલ ફરી શરૂ કરવા માટે “કૉલ મર્જ કરો” પર ટૅપ કરો.

    • સમાન લાઇન પર ઇનકમિંગ કૉલર ઉમેરો : “કૉલ હૉલ્ડ કરો અને જવાબ આપો” પર ટૅપ કરો અને પછી “કૉલ મર્જ કરો” પર ટૅપ કરો.

    • એક વ્યક્તિને કાઢી નાખો : તમે જે વ્યક્તિને કાઢવા માંગો છો તેના નામની બાજુમાં “વધુ માહિતી” બટન પર ટૅપ કરો અને પછી “સમાપ્ત કરો” પર ટૅપ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.