આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં આરોગ્ય ઍપમાં તમારો ડેટા જુઓ

તમે તમારા આરોગ્ય અને ફિટનેસની માહિતી એક જગ્યાએ જોઈ શકો છો. ઉદાહરણ તરીકે સમય જતા તમારા મેટ્રિક્સમાં ફેરફાર થાય છે કે કેમ તે તમે તાપસી શકો છો અને તમે ઍક્ટિવિટી, સ્લીપ, માઇંડફુલનેસ વગેરે લક્ષ્યોને કેટલી સારી રીતે પૂર્ણ કરી રહ્યાં છો તે જોઈ શકો છો.

સારાંશ સ્ક્રીન પર તમારી પિન કરેલી આરોગ્ય શ્રેણીને કસ્ટમાઇઝ કરો

તમે દવાઓ, હૃદય દર, પગલાં વગેરે જેવી તમારા માટે સૌથી મહત્ત્વની છે તેવી સ્વાસ્થ્ય શ્રેણીને પિન કરી શકો અને ગોઠવી શકો છો.

  1. તમારા iPadમાં આરોગ્ય ઍપ પર જાઓ.

  2. સારાંશ પર ટૅપ કરો પછી “પિન કરેલ”ની બાજુમાં “સંપાદિત કરો” પર ટૅપ કરો.

  3. નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • આરોગ્ય શ્રેણીને પિન કરો : શ્રેણીની બાજુમાં “પિન” બટન પર ટૅપ કરો.

    • આરોગ્ય શ્રેણીને અનપિન કરો : શ્રેણીની બાજુમાં ડિલીટ કરો બટન પર ટૅપ કરો.

    • તમારી પિન કરેલી યાદીમાં આરોગ્ય શ્રેણીને ફરી ગોઠવો : શ્રેણીની બાજુમાં “ક્રમ ફરી ગોઠવો” બટનને ઉપર અથવા નીચે ડ્રૅગ કરો.

  4. તમે સમાપ્ત કરી લો ત્યારે પૂર્ણ બટન પર ટૅપ કરો.

તમારી હાઇલાઇટ જુઓ

  1. તમારા iPadમાં આરોગ્ય ઍપ પર જાઓ.

  2. સારાંશ પર ટૅપ કરો પછી તમારા તાજેતરના આરોગ્ય અને ફિટનેસ ડેટાની હાઇલાઇટ જોવા માટે હાઇલાઇટ સુધી નીચે સ્ક્રોલ કરો.

  3. નીચે મુજબ કરો :

    • હાઇલાઇટ વિષે વધુ ડેટા જુઓ : તેના ગ્રાફ પર ટૅપ કરો.

    • તમામ હાઇલાઇટ જુઓ : “તમામ હાઇલાઇટ બતાવો” પર ટૅપ કરો.

તમારા આરોગ્ય ટ્રેંડ્સ જુઓ

સમય જતા તમારા આરોગ્ય ડેટાનો ટ્રૅક રાખવામાં તમારી મદદ માટે આરોગ્ય તમને હૃદય દર, પગલાં સંખ્યા અને ઊંઘની માત્રા જેવા ડેટાના પ્રકારોમાં નોંધપાત્ર ફેરફારો અંગે અલર્ટ કરી શકે છે. ટ્રેંડ લાઇન આ મેટ્રિક્સમાં કેટલો ફેરફાર થયો છે અને કેટલા સમય સુધી ચાલ્યો છે તે તમને બતાવશે.

  1. તમારા iPadમાં આરોગ્ય ઍપ ખોલો.

  2. “સારાંશ” પર ટૅપ કરો પછી કોઈ પણ તાજેતરના ટ્રેંડ્સ જોવા માટે નીચે સ્ક્રોલ કરીને ટ્રેંડ્સ પર જાઓ.

  3. જો આરોગ્ય ઍપ ટ્રેંડ્સને ડિટેક્ટ કરે છે તો તમે નીચે મુજબ કરી શકો છો :

    • ટ્રેંડ વિષે વધુ ડેટા જુઓ : તેના ગ્રાફ પર ટૅપ કરો.

    • તમામ ટ્રેંડ્સ જુઓ : “તમામ આરોગ્ય ટ્રેંડ્સ બતાવો” પર ટૅપ કરો.

તમારા આરોગ્યના ટ્રેંડ્સ વિષે સૂચનાઓ પ્રાપ્ત કરવા માટે સારાંશ પર ટૅપ કરો, ઉપર ડાબી બાજુએ તમારા ફોટોની બાજુમાં પ્રોફાઇલ અથવા પ્રથમાક્ષરો પર ટૅપ કરો અને સૂચનાઓ પર ટૅપ કરો પછી ટ્રેંડ્સ ચાલુ કરો.

વિશિષ્ટ આરોગ્ય શ્રેણી માટે ટ્રેંડ્સ, હાઇલાઇટ અને વિગતો જુઓ

  1. તમારા iPadમાં આરોગ્ય ઍપ પર જાઓ.

  2. આરોગ્ય શ્રેણીની સૂચી બતાવવા માટે “સર્ચ કરો” બટન ટૅપ કરો પછી નીચેનીમાંથી કોઈ પણ એક કરો :

    • શ્રેણી પર ટૅપ કરો. (તમામ શ્રેણી જોવા માટે ઉપર અને નીચે સ્ક્રોલ કરો.)

    • સર્ચ ફીલ્ડ પર ટૅપ કરો પછી શ્રેણીનું નામ (જેમ કે ગતિશીલતા) અથવા ડેટાનો ચોક્કસ પ્રકાર (જેમ કે વૉકિંગ સ્પીડ) ટાઇપ કરો.

  3. ડેટાના પ્રકારના આધારે તમે નીચે મુજબ કરી શકો છો :

    • કોઈ પણ ડેટા વિષે વિગતો જુઓ : “વિગતો” બટન પર ટૅપ કરો.

    • ડેટાના અઠવાડિક, માસિક અને વાર્ષિક વ્યૂ જુઓ : સ્ક્રીનમાં ઉપર ટૅબ પર ટૅપ કરો.

    • ડેટા મૅન્યુઅલ રીતે એંટર કરો : સ્ક્રીનમાં ઉપર-જમણા ખૂણામાં “ડેટા ઉમેરો” પર ટૅપ કરો.

    • સારાંશ સ્ક્રીન પર પિન કરો : સારાંશ માટે પિન પર ટૅપ કરો. (તમારે નીચે સ્ક્રોલ કરવાની જરૂર પડી શકે છે.)

    • કઈ ઍપ્સ અને ડિવાઇસને ડેટા શેર કરવાની અનુમતિ છે તે જુઓ : વિકલ્પોની નીચે ડેટા સોર્સ & ઍક્સેસ પર ટૅપ કરો. (તમારે નીચે સ્ક્રોલ કરવાની જરૂર પડી શકે છે.)

    • ડેટા ડિલીટ કરવા માટે : વિકલ્પોની નીચે “તમામ ડેટા બતાવો” પર ટૅપ કરો અને ડેટા રેકોર્ડ પર ડાબી બાજુ સ્વાઇપ કરો પછી “ડિલીટ” પર ટૅપ કરો. તમામ ડેટા ડિલીટ કરવા માટે “સંપાદિત કરો” પર ટૅપ કરો પછી “તમામને ડિલીટ કરો” પર ટૅપ કરો.

    • માપન યુનિટને બદલવા : વિકલ્પોની નીચે યુનિટ પર ટૅપ કરો અને પછી યુનિટને સિલેક્ટ કરો.

આરોગ્ય અને ફિટનેસ વિષે વધુ જાણો

  1. તમારા iPadમાં આરોગ્ય ઍપ પર જાઓ.

  2. સારાંશ પર ટૅપ કરો પછી આરોગ્ય અથવા લેખમાંથી વધુ મેળવવા માટે નીચે સ્ક્રોલ કરો.

  3. વધુ જાણવા માટે આઇટમ પર ટૅપ કરો.

જ્યારે તમે ઘણી આરોગ્ય શ્રેણીમાં વિગતો જુઓ છો ત્યારે તમારા ડેટા ઉપરાંત ભલામણ કરેલી ઍપ્સ બતાવવામાં આવે છે.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.