આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં સ્ટૉક્સ ઍપમાં ઘણાં વૉચલિસ્ટ મૅનેજ કરો

તમે ફૉલો કરો છો તે સ્ટૉક્સને ગોઠવવા માટે તમે તમારું પોતાનું વૉચલિસ્ટ બનાવી શકો છો. ઉદાહરણ તરીકે તમે તેમને મનોરંજન અથવા સસ્ટેનેબિલિટી જેવી શ્રેણીઓ પ્રમાણે ગોઠવી શકો છો. તમે વૉચલિસ્ટ વચ્ચે સ્વિચ કરી શકો છો અને તેમને તમારા અન્ય ડિવાઇસ પર જોઈ શકો છો.

સ્ટૉક્સ ઍપમાં કસ્ટમાઇઝ કરેલા વૉચલિસ્ટની સૂચી : મારા ચિહ્ન, મમ્મીનો પૉર્ટફોલિઓ, સ્થિરતા અને મનોરંજન.

નવું વૉચલિસ્ટ બનાવો

  1. તમારા iPadમાં સ્ટૉક્સ ઍપ પર જાઓ.

  2. “વધુ” બટન ટૅપ કરીને પછી “નવું વૉચલિસ્ટ” પર ટૅપ કરો.

  3. વૉચલિસ્ટને નામ આપો પછી સેવ કરો પર ટૅપ કરો.

વૉચલિસ્ટ વચ્ચે સ્વિચ કરવા માટે હાલમાં તમે જોઈ રહ્યા હોવ તે વર્તમાન વૉચલિસ્ટના નામની બાજુમાં વૉચલિસ્ટ મેન્યૂ ટૅપ કરો પછી તમે જે વૉચલિસ્ટ જોવા માંગો છો તેના નામ પર ટૅપ કરો.

વૉચલિસ્ટમાં ચિહ્નો ઉમેરો

  1. તમારા iPadમાં સ્ટૉક્સ ઍપ પર જાઓ.

  2. સર્ચ ફીલ્ડમાં ટિકર ચિહ્ન, કંપની, ફંડ અથવા ઇંડેક્સ એંટર કરો.

  3. સર્ચ પરિણામમાં ચિહ્નની બાજુમાં “ઉમેરો” બટન પર ટૅપ કરો.

  4. “બંધ કરો” બટન પર ટૅપ કરો.

ટિપ : એક વૉચલિસ્ટમાંથી અન્ય વૉચલિસ્ટમાં ઝડપથી ચિહ્ન ઉમેરવા માટે ચિહ્ન પર ડાબી બાજુ સ્વાઇપ કરો, સૂચી પર ટૅપ કરો, વૉચલિસ્ટ સિલેક્ટ કરો પછી પૂર્ણ બટન પર ટૅપ કરો.

તમે વૉચલિસ્ટમાં ઉમેરો છો તે દરેક ચિહ્નને મારાં ચિહ્નોનું વૉચલિસ્ટમાં પણ ઉમેરવામાં આવે છે.

વૉચલિસ્ટમાંથી ચિહ્નો કાઢી નાખો

  1. તમારા iPadમાં સ્ટૉક્સ ઍપ પર જાઓ.

  2. ચિહ્ન પર ડાબે સ્વાઇપ કરો પછી કાઢી નાંખો પર ટૅપ કરો.

    નોટ : તમે બનાવેલ વૉચલિસ્ટમાંથી જ્યારે તમે ચિહ્નને કાઢી નાખો ત્યારે તે ચિહ્ન મારા ચિહ્નોની વૉચલિસ્ટમાં રહે છે. જો તમે “મારાં ચિહ્નો” વૉચલિસ્ટમાંથી ચિહ્ન કાઢી નાખો તો તે ચિહ્ન તમારા અન્ય વૉચલિસ્ટમાંથી પણ કાઢી નાખવામાં આવે છે.

વૉચલિસ્ટમાં ચિહ્નને ફરીથી ગોઠવવા અથવા સૉર્ટ કરવા માટે

તમારા વૉચલિસ્ટમાં ચિહ્ન સૉર્ટ કરવાની રીત તમે પસંદ કરી શકો છો.

  1. તમારા iPadમાં સ્ટૉક્સ ઍપ પર જાઓ.

  2. તમે જે વૉચલિસ્ટને સૉર્ટ કરવા માંગો છો તેમાં નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • વૉચલિસ્ટ મૅન્યુઅલ રીતે ફરી ગોઠવવા માટે : ચિહ્નને ટચ કરી દબાવી રાખો પછી તેને સૂચીમાં અન્ય કોઈ જગ્યાએ મૂકવા માટે ડ્રૅગ કરો.

    • વૉચલિસ્ટ ઑટોમૅટિક રીતે સૉર્ટ કરવા માટે : “વધુ” બટન પર ટૅપ કરીને આ પ્રમાણે વૉચલિસ્ટને સૉર્ટ કરો પર ટૅપ કરો પછી તમે જે રીતે સૂચીને સૉર્ટ કરવા માંગો છો તેના પર ટૅપ કરો. ઑટોમૅટિક રીતે સૉર્ટ કર્યા પછી મૅન્યુઅલ ક્રમ પર પાછા જવા માટે મૅન્યુઅલ પર ટૅપ કરો.

      ઑટોમૅટિક રીતે સૉર્ટ કરેલ વૉચલિસ્ટમાં ચિહ્નોનો ક્રમ ઉલટાવવા માટે “વધુ” બટન પર ટૅપ કરીને આ મુજબ વૉચલિસ્ટને સૉર્ટ કરો પર ટૅપ કરો પછી “ચડતા અથવા ઉતરતા ક્રમ” પર ટૅપ કરો.

વૉચલિસ્ટમાં દર્શાવેલી વૅલ્યૂ બદલો

તમે વૉચલિસ્ટમાં દરેક ચિહ્નની કિંમતની નીચે દર્શાવેલી વૅલ્યૂને બદલી શકો છો.

  1. તમારા iPadમાં સ્ટૉક્સ ઍપ પર જાઓ.

  2. તમે જે વૉચલિસ્ટ બદલવા માંગો છો તેમાં “વધુ” બટન પર ટૅપ કરો.

  3. વૉચલિસ્ટ બતાવો પર ટૅપ કરો પછી નીચેના વિકલ્પોમાંથી કોઈ પણ એક પર ટૅપ કરો :

    • કિંમતમાં ફેરફાર

    • ટકાવારીમાં ફેરફાર

    • માર્કેટ કૅપ

વૉચલિસ્ટનો ક્રમ ફરી ગોઠવવા, તેનું નામ બદલવા અથવા કાઢી નાખવા માટે

  1. તમારા iPadમાં સ્ટૉક્સ ઍપ પર જાઓ.

  2. વૉચલિસ્ટના નામ પર ટૅપ કરો અને વૉચલિસ્ટ મૅનેજ કરો પર ટૅપ કરો પછી નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • તમારાં વૉચલિસ્ટનો ક્રમ ફરી ગોઠવવા માટે : “ક્રમ ફરી ગોઠવો” બટનને ટચ અને હોલ્ડ કરો પછી વૉચલિસ્ટને ડ્રૅગ કરીને નવા સ્થાન પર લઈ જાઓ.

    • વૉચલિસ્ટનું નામ બદલવા માટે : “પેંસિલ” બટન પર ટૅપ કરો અને નવું નામ ટાઇપ કરો પછી સેવ કરો પર ટૅપ કરો.

    • વૉચલિસ્ટ કાઢી નાખવા માટે : “ડિલીટ કરો” બટન પર ટૅપ કરીને વૉચલિસ્ટ ડિલીટ કરો પર ટૅપ કરો પછી પુષ્ટિ કરવા માટે વૉચલિસ્ટ ડિલીટ કરો પર ટૅપ કરો.

  3. પૂર્ણ બટન પર ટૅપ કરો.

તમારાં તમામ ડિવાઇસ પર તમારાં વૉચલિસ્ટ જુઓ

તમે સમાન Apple અકાઉંટમાં સાઇન ઇન કરેલું હોય તેવા કોઈ પણ iPhone, iPad અથવા Mac પર તમારા વૉચલિસ્ટ જોઈ શકો છો.

  • તમારા iPhone અથવા iPad પર : સેટિંગ્સ  > [તમારું નામ] > iCloud પર જઈને તમામ જુઓ પર ટૅપ કરો (iCloudમાં સેવ કરેલાની બાજુમાં) પછી સ્ટૉક્સ ઍપ ચાલુ કરો.

  • macOS 13 અથવા પછીના વર્ઝન સાથેના Mac પર : Apple મેન્યૂ  > સિસ્ટમ સેટિંગ્સ પસંદ કરીને સાઇડબારની ટોચ પર તમારા નામ પર કિલક કરો પછી iCloud પર ક્લિક કરો પછી સ્ટૉક્સ ચાલુ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.