આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં સંગીત ઍપમાં ગીતને શફલ અથવા રિપીટ કરો

તમે તમારી લાઇબ્રેરીમાં તમામ ગીત અને ઍલ્બમને શફલ કરી શકો છો (તેમને રૅન્ડમ ક્રમમાં પ્લે કરી શકો છો) અથવા માત્ર પ્લેલિસ્ટ અથવા ઍલ્બમને શફલ કરી શકો છો. તમે વ્યક્તિગત ગીત, પ્લેલિસ્ટ અથવા ઍલ્બમ પણ રિપીટ કરી શકો છો.

  1. તમારા iPadમાં સંગીત ઍપ પર જાઓ.

  2. જ્યારે ગીત પ્લે થઈ રહ્યું હોય ત્યારે હમણાં પ્લે થઈ રહેલ સ્ક્રીન ખોલવા માટે મિનિપ્લેયર પર ટૅપ કરો.

  3. “આગામી પ્લે થાય છે” બટન પર ટૅપ કરો નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • તમારા ગીત રૅન્ડમ ક્રમમાં પ્લે કરો (શફલ) : “શફલ” બટન પર ટૅપ કરો. શફલ બંધ કરવા ફરી ટૅપ કરો.

    • ઍલ્બમ, પ્લેલિસ્ટ અથવા સમગ્ર કતારને રિપીટ કરો : “રિપીટ” બટન પર ટૅપ કરો.

      નોટ : જ્યારે મલ્ટિપલ ગીત રિપીટ થાય છે ત્યારે તમે જોઈ શકો છો કે કેટલા ગીત રિપીટ થશે-માત્ર કતારની નીચે સુધી સ્ક્રોલ કરો.

    • એક ગીત રિપીટ કરો : “રિપીટ” બટન પર ડબલ-ટૅપ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.