iPadમાં ઇનકમિંગ કૉલનો જવાબ આપો અથવા નકારો

તમે ઇનકમિંગ કૉલનો જવાબ આપી શકો છો, સાઇલેંટ કરી શકો છો અથવા નકારી શકો છો. જો તમે કૉલ નકારશો તો તે વૉઇસમેલ પર જશે. તમે ટેક્સ્ટ દ્વારા પણ કૉલનો જવાબ આપી શકો છો.

કૉલનો જવાબ આપો

નીચેનામાંથી કોઈ પણ એક કરો :

  • “કૉલનો જવાબ આપો” બટન પર ટૅપ કરો.

  • જો iPad લૉક હોય તો સ્લાઇડર ડ્રૅગ કરો.

ટિપ : ઇનકમિંગ કૉલની સૂચના આપવા માટે તમે Siriનો ઉપયોગ કરી શકો છો અને તમારા અવાજથી તેને સ્વીકારી અથવા નકારી શકો છો.

કૉલને સાઇલેંટ કરો

જ્યારે કૉલ આવી રહ્યો હોય ત્યારે સાઇડ બટન અથવા વૉલ્યૂમ બટન દબાવો.

તમે સાઇલેંટ કરેલો કૉલ વૉઇસમેલ પર ન જાય ત્યાં સુધી તેનો જવાબ આપી શકો છો.

નોટ : તમે અજ્ઞાત નંબરમાંથી આવતા કૉલને ઑટોમૅટિક રીતે સ્ક્રીન અને સાઇલેંટ પણ કરી શકો છો. જુઓ : અજ્ઞાત નંબરોને સ્ક્રીન અથવા સાઇલેંટ કરવા માટે.

કૉલ નકારો અને તેને સીધો વૉઇસમેલ પર મોકલો

ઇનકમિંગ કૉલ માટે નીચેનામાંથી કોઈ પણ એક કરો :

  • સાઇડ બટન બે વાર ઝડપથી દબાવો.

  • “કૉલ નકારો” બટન પર ટૅપ કરો.

  • કૉલ બૅનરમાં ઉપર તરફ સ્વાઇપ કરો.

વધુ વિકલ્પો માટે તમે કૉલ બૅનરમાં નીચે તરફ સ્વાઇપ પણ કરી શકો છો. નીચેનામાંથી કોઈ પણ એક કરો :

  • “મને રિમાઇંડ કરાવો” પર ટૅપ કરો અને પછી જ્યારે તમે કૉલ કરવાનું યાદ કરાવા ઇચ્છતા હોવ તે પસંદ કરો.

  • “મેસેજ” પર ટૅપ કરો અને પછી ડિફૉલ્ટ જવાબ પસંદ કરો અથવા “કસ્ટમ” પર ટૅપ કરો.

    તમારો પોતાનો ડિફૉલ્ટ જવાબ બનાવવા માટે સેટિંગ્સ  > ઍપ્સ > ફોન > ટેક્સ્ટ દ્વારા જવાબ આપો પર જઈને જવાબ આપોની નીચે કોઈ પણ ફીલ્ડ પર ટૅપ કરો અને પછી તમારો પોતાનો જવાબ ટાઇપ કરો.

નોટ : કેટલાક દેશ અથવા વિસ્તારમાં નકારવામાં આવેલા કૉલ વૉઇસમેલ પર મોકલ્યા વગર ડિસ્કનેક્ટ થઈ જાય છે.

કૉલનો જવાબ આપ્યા વિના કૉલરને વધુ માહિતી પૂછો

જ્યારે તમને કૉલ પ્રાપ્ત થાય ત્યારે તમે કૉલરને જવાબ આપવો કે નહિ તે નક્કી કરતા પહેલાં તેમની પાસેથી વધુ માહિતી પૂછતો મેસેજ ટાઇપ કરી શકો છો.

જવાબ આપવા માટે ટાઇપ કરો પર ટૅપ કરો પછી તમે iPad દ્વારા કૉલરને જે મેસેજ કહેવા માંગતા હોવ તે ટાઇપ કરો. તેમનો જવાબ તમારી સ્ક્રીન પર ટેક્સ્ટ તરીકે દેખાશે.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.