આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં Safariનો ઉપયોગ કરીને વેબસાઇટ સર્ચ કરો

વેબસાઇટ અથવા ચોક્કસ માહિતી શોધવા માટે URL અથવા જે સર્ચ કરવું હોય તે શબ્દ એંટર કરો.

સર્ચ ફીલ્ડમાં “atlas” ટાઇપ કર્યાની સાથેનું વેબપેજ અને બાકીનું URL ઑટોમૅટિક રીતે ભરાઈ જાય છે. સર્ચ ફીલ્ડની નીચે Google સર્ચનાં સૂચનો છે.

વેબ સર્ચ કરવા માટે

  1. તમારા iPadમાં Safari ઍપ પર જાઓ.

  2. સર્ચ ફીલ્ડમાં જે સર્ચ કરવું હોય તે શબ્દ, શબ્દસમૂહ અથવા URL એંટર કરો.

  3. સર્ચ સૂચન પર ટૅપ કરો અથવા કીબોર્ડ પર શરૂ કરો બટન પર ટૅપ કરો.

જો તમે સૂચવેલા સર્ચ શબ્દો જોવા નથી માંગતા તો સેટિંગ્સ  > ઍપ્સ > Safari પર જાઓ પછી સર્ચ એંજિન સૂચનો (સર્ચની નીચે) બંધ કરો.

સર્ચ કરતી વખતે તમારી મનપસંદ વેબસાઇટ જુઓ

તમે સરનામું એંટર કરો, સર્ચ કરો અથવા નવું ટૅબ બનાવો ત્યારે તમારા મનપસંદ સૂચનો તરીકે દેખાય છે.

  1. તમારા iPadમાં સેટિંગ્સ ઍપ  પર જાઓ.

  2. ઍપ્સ પર ટૅપ કરો પછી Safari પર ટૅપ કરો.

  3. શરૂઆતના પેજ પર મનપસંદ પર ટૅપ કરીને પછી મનપસંદ પર ટૅપ કરો.

    જો તમારી પાસે તમારા મનપસંદમાં ઘણાં ફોલ્ડર હોય તો તમે જેને Safari સર્ચ સૂચનોમાં જોવા માંગો છો તેને પસંદ કરી શકો છો.

વેબપેજ સર્ચ કરો

વેબપેજ પર તમે કોઈ ચોક્કસ શબ્દ અથવા શબ્દસમૂહ શોધી શકો છો.

  1. તમારા iPadમાં Safari ઍપ પર જાઓ.

  2. વેબપેજ પર જાઓ.

  3. પેજ મેન્યૂ બટન પર ટૅપ કરો પછી ડૉક્યુમૅન્ટ સર્ચ કરો બટન પર ટૅપ કરો.

  4. સર્ચ ફીલ્ડમાં શબ્દ અથવા શબ્દસમૂહ એંટર કરો.

  5. અન્ય ઉદાહરણ શોધવા માટે “આગામી પરિણામ” બટન પર ટૅપ કરો.

સર્ચ એંજિન પસંદ કરો

  1. તમારા iPadમાં સેટિંગ્સ ઍપ પર જાઓ.

  2. ઍપ્સ પર ટૅપ કરો પછી Safari પર ટૅપ કરો.

  3. સર્ચ એંજિન પર ટૅપ કરો અને પછી સર્ચ એંજિન પસંદ કરો.

તમારા ફોટોમાં ઑબ્જેક્ટ સર્ચ કરવા માટે

વિઝ્યુઅલ લુક અપ દ્વારા તમે તમારા ફોટો અને વીડિયોમાં દેખાતા લોકપ્રિય સીમાચિહ્નો, છોડ, પાલતું પ્રાણીઓ વગેરેને ઓળખી અને જાણી શકો છો. તમારા ફોટો અને વીડિયોમાં ઑબ્જેક્ટની ઓળખ કરવા માટે વિઝ્યુઅલ લુક અપનો ઉપયોગ કરો જુઓ.

ફોટો ઍપમાં એક ફોટો ખુલ્લો છે. સ્ક્રીનમાં ઉપર માહિતી બટન વિઝ્યુઅલ ખોજો માહિતી ઉપલબ્ધ હોવાનું દર્શાવતું આઇકન ડિસ્પ્લે કરે છે.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.