આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં Apple Intelligence દ્વારા ChatGPTનો ઉપયોગ કરો

જો તમે Apple Intelligenceને OpenAI*ના ChatGPT સાથે કામ કરવાની અનુમતિ આપવાનું પસંદ કરો છો તો તમે નીચે મુજબ કરી શકો છો :

Siri પાસેથી વધુ જવાબો મેળવો : અમુક વિનંતીઓના વધુ ઊંડાણપૂર્વક જવાબ આપવા માટે Siri ChatGPTનો ઉપયોગ કરી શકે છે—ઉદાહરણ તરીકે ફોટો અને ડૉક્યુમૅન્ટના વિષે જરૂરી માહિતી.

લેખનશિલ્પીમાં ટેક્સ્ટ કંપોઝ કરો : લેખનશિલ્પી માત્ર વર્ણનમાંથી ટેક્સ્ટ અથવા ઇમેજ બનાવવા માટે ChatGPTનો ઉપયોગ કરી શકે છે.

Image Playgroundમાં નવી શૈલીનો ઉપયોગ કરો : Image Playground તમને ઇમેજ બનાવવા માટે વિઝ્યુઅલ સ્ટાઇલની વિસ્તૃત શ્રેણી આપવા માટે ChatGPTનો ઉપયોગ કરી શકે છે.

શૉર્ટકટમાં મૉડલનો ઉપયોગ કરો : વધુ જટિલ વિનંતીઓ હૅન્ડલ કરવા માટે શૉર્ટકટ ChatGPTનો ઉપયોગ કરી શકે છે.

તમારું ChatGPT અકાઉંટ કનેક્ટ કરો : તમારે ChatGPT અકાઉંટની જરૂર નથી પરંતુ જો તમારી પાસે—ફ્રી અથવા પેડ—અકાઉંટ હોય તો તમે તેને તમારા અકાઉંટ સાથે કનેક્ટ કરી શકો છો. ChatGPT પેડ અકાઉંટથી તમારું iPad ઍડવાંસ ChatGPT ક્ષમતાનો વધુ વખત ઉપયોગ કરી શકે છે.

નોટ્સ ઍપમાં સ્ટોરી લખાતી બતાવતું iPad. સ્ક્રીનમાં જમણી બાજુએ “લેખનશિલ્પી દ્વારા કંપોઝ કરો” ડાયલૉગ છે જેમાં ફેરફારનું વર્ણન કરવા, ChatGPT સૂચનો પસંદ કરવા વગેરે વિકલ્પોનો સમાવેશ થાય છે.

નોટ : Apple Intelligence iPadનાં તમામ મૉડલ પર અથવા તમામ ભાષા અથવા વિસ્તારમાં ઉપલબ્ધ નથી. ** સૌથી તાજેતરનાં ઉપલબ્ધ ફીચર ઍક્સેસ કરવા માટે ખાતરી કરો કે તમે iPadOSના નવીનતમ વર્ઝનનો ઉપયોગ કરી રહ્યાં છો અને Apple Intelligence ચાલુ કરેલું છે. ChatGPT એક્સટેંશન ફક્ત ChatGPT ઍપ અને સેવા ઉપલબ્ધ હોય તેવા વિસ્તારમાં ઉપલબ્ધ છે. ChatGPTની ઉપલબ્ધતા માટે OpenAIનો સંદર્ભ લો.

ChatGPT સેટ અપ કરો

જો ChatGPT ઍક્સટેંશન બંધ હોય તો તમે તેને સેટિંગ્સમાં સેટ અપ કરી શકો છો.

નોટ : ChatGPTનો ઉપયોગ કરવા માટે સંમતિ આપવા તમારી ઉંમર ઓછામાં ઓછી 13 વર્ષ અથવા તમારા દેશમાં જરૂરી ન્યૂનતમ ઉંમર જેટલી હોવી આવશ્યક છે. વધુ માહિતી માટે OpenAIના ઉપયોગની શરતો જુઓ.

  1. તમારા iPadમાં સેટિંગ્સ ઍપ પર જાઓ.

  2. Apple Intelligence અને Siri પર ટૅપ કરો.

  3. એક્સટેંશનની નીચે ChatGPT પર ટૅપ કરો પછી સેટ અપ પર ટૅપ કરો.

  4. નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • અકાઉંટ વગર ChatGPTનો ઉપયોગ કરવા માટે : ChatGPT સક્ષમ કરો પર ટૅપ કરો.

      નોટ : જો તમે ઇચ્છતા હોવ કે તમારી વિનંતી તમારા ચૅટ હિસ્ટરીમાં સેવ થાય તો તમારે ChatGPT અકાઉંટમાં સાઇન ઇન કરવું આવશ્યક છે.

    • પ્રવર્તમાન અકાઉંટ સાથે ChatGPTનો ઉપયોગ કરવા માટે : અકાઉંટ સાથે “ChatGPTનો ઉપયોગ કરો” પર ટૅપ કરો પછી ઑનસ્ક્રીન સૂચનાઓનું પાલન કરો.

જો તમે પછીથી અકાઉંટ સાથે ChatGPTનો ઉપયોગ કરવાનું નક્કી કરો તો સેટિંગ્સ  > Apple Intelligence અને Siri પર જઈને ChatGPT પર ટૅપ કરો પછી સાઇન ઇન કરો પર ટૅપ કરો.

લેખનશિલ્પી દ્વારા ટેક્સ્ટ કંપોઝ કરવા માટે

તમે ChatGPT એક્સટેંશન સેટ અપ કરો તે પછી તમે લેખનશિલ્પી સાથે ટેક્સ્ટ કંપોઝ કરી શકો છો.

  1. ટાઇપ કરતી વખતે ટેક્સ્ટ ફીલ્ડ પર ટૅપ કરીને પછી લેખનશિલ્પી બટન પર ટૅપ કરો.

  2. ઉપર સ્વાઇપ કરો પછી કંપોઝ પર ટૅપ કરો.

  3. તમે ChatGPTમાં જે લખવા માંગો છો તેનું વર્ણન કરો—ઉદાહરણ તરીકે, “એક જાદુઈ દુનિયાની મુલાકાત લેતી છોકરીની સૂવાના સમયની સ્ટોરી જ્યાં તે કેટરપિલરની બટરફ્લાય બનવાની સફર દરમિયાન તેની સાથે મિત્રતા કરે છે”—તમામ ટેક્સ્ટ અથવા સિલેક્ટ કરેલા ટેક્સ્ટને સામેલ કરવાનું પસંદ કરીને પછી “મોકલો” બટન પર ટૅપ કરો.

  4. જો તમને વધુ વિગતો માટે પૂછવામાં આવે તો ફીલ્ડ પર ટૅપ કરીને પ્રતિસાદ એંટર કરો પછી “મોકલો” બટન પર ટૅપ કરો—અથવા વિગતો ઉમેર્યા વગર આગળ વધવા માટે અવગણો પર ટૅપ કરો.

  5. ટેક્સ્ટ જોયા પછી નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • ટેક્સ્ટ ફરી લખવા : ફરી લખો પર ટૅપ કરો.

    • ChatGPT દ્વારા સૂચનો સામેલ કરવા માટે : વિકલ્પ પર ટૅપ કરો પછી “મોકલો” બટન પર ટૅપ કરો.

    • તમારી ટેક્સ્ટના સંપાદિત ન થઈ શકે તેવા વર્ઝન પર રિવર્ટ કરવા : રિવર્ટ બટન પર ટૅપ કરો.

  6. તમે સમાપ્ત કરી લો ત્યારે પૂર્ણ બટન પર ટૅપ કરો.

ChatGPT પરથી જવાબ મેળવવા માટે Siriનો ઉપયોગ કરો

તમે ChatGPT એક્સટેંશન સેટ અપ કરો તે પછી જ્યારે તમને જોઈતી માહિતી મેળવવા માટે ChatGPT મદદરૂપ થઈ શકે તેમ હોય ત્યારે Siri તેનો ઉપયોગ કરી શકે છે.

Siri સક્રિય કરો પછી સપોર્ટેડ ભાષામાં આવું કંઈક કહો અથવા ટાઇપ કરો :

  • “Hey Siri, ask ChatGPT to compose a haiku about dragons.”

  • “What should I get my uncle for his 70th birthday? He loves to fish.”

  • “Hey Siri, ask ChatGPT for some ideas of how to spend a free afternoon in Malibu if I don’t feel like hitting the beach.”

  • “Hey Siri, compose a limerick about a tiger named Terry.”

  • ફોટોસ ઍપમાં ખુલ્લા ફળના ફોટો સાથે “What kind of recipes can I make with this?”.

  • ફાઇલ ઍપમાં ખોલેલી ઘર તપાસની રિપોર્ટની PDF જેવા ડૉક્યુમૅન્ટ સાથે “Hey Siri, ask ChatGPT to summarize this document for me”

જો Siri એવું નક્કી કરે કે ChatGPT મદદરૂપ થશે તો વિનંતી પૂર્ણ કરવા માટે તમે ChatGPTનો ઉપયોગ કરવા માંગો છો કે નહિ એવું તે પૂછે છે. તમને હંમેશાં કોઈ પણ ફોટો અથવા ફાઇલને ChatGTPને મોકલતા પહેલાં પુષ્ટિ કરવાનું કહેવામાં આવે છે.

ટિપ : જો તમે ઇચ્છતા હોવ કે Siri પુષ્ટિ કર્યા વિના વિનંતી મોકલે તો તમે તમારો પ્રશ્ન “ChatGPTને પૂછો”થી શરૂ કરી શકો છો. તમે Siriનાં પુષ્ટિકરણોને સેટિંગ્સમાંથી બંધ પણ કરી શકો છો. જુઓ : પુષ્ટિ કર્યા વગર ChatGPTને વિનંતીઓ મોકલવા માટે.

પુષ્ટિ કર્યા વગર ChatGPTને વિનંતીઓ મોકલવા માટે

ChatGPTનો ક્યારે ઉપયોગ કરવો તેના પર તમારો કંટ્રોલ રહે છે અને તમારી કોઈ પણ માહિતી શેર કરતા પહેલાં મંજૂરી માંગવામાં આવે છે. તમે પૂછ્યા વગર ઑટોમૅટિક રીતે ChatGPTને Siri વિનંતીઓ મોકલી શકે તેવો વિકલ્પ પસંદ કરી શકો છો.

  1. તમારા iPadમાં સેટિંગ્સ ઍપ પર જાઓ.

  2. Apple Intelligence અને Siri પર ટૅપ કરો.

  3. એક્સટેંશનની નીચે ChatGPT પર ટૅપ કરો.

  4. ChatGPTની વિનંતીની પુષ્ટિ બંધ કરો.

તમને હંમેશાં કોઈ પણ ફોટો અથવા ફાઇલને ChatGPTને મોકલતા પહેલાં પૂછવામાં આવે છે.

ChatGPT બંધ કરવા માટે

  1. તમારા iPadમાં સેટિંગ્સ ઍપ પર જાઓ.

  2. Apple Intelligence અને Siri પર ટૅપ કરો.

  3. ChatGPT પર ટૅપ કરો પછી “ChatGPTનો ઉપયોગ કરો” બંધ કરો.

જ્યારે તમે વિનંતી કરો ત્યારે જો તમે Siri દ્વારા ChatGPT સૂચવવાનું અટકાવવા માંગતા હોવ તો ChatGPT બંધ કરો પછી સેટ અપ પ્રૉમ્પ્ટ બંધ કરો.

તમે સ્ક્રીન ટાઇમ સેટિંગ્સમાં ChatGPT એક્સટેંશનનો ઍક્સેસ બ્લૉક કરી શકો છો. જુઓ : ઇંટેલિજંસ એક્સટેંશનનો ઍક્સેસ બ્લૉક કરવા માટે.

ChatGPT અને પ્રાઇવસિ

ChatGPT એક્સટેંશનનો ઉપયોગ કરતી વખતે તમે પસંદ કરો છો કે કયું કૉન્ટેંટ ChatGPT પર મોકલવામાં આવશે. તમારી વિનંતી અને અટૅચમેંટ તેમજ વિનંતી સાથે સંકળાયેલ મર્યાદિત ડેટા જેમ કે વર્તમાન ટાઇમઝોન, દેશ, ડિવાઇસનો પ્રકાર, ભાષા અને વિનંતી કરતી વખતે ઉપયોગ કરેલા ફીચરને તમારી વિનંતીનો જવાબ આપવા માટે ChatGPTને મોકલવામાં આવે છે અને તે ChatGPTને તમને સચોટ અને સુસંગત પરિણામ પ્રદાન કરવા માટે સક્ષમ બનાવે છે. તમારું IP અડ્રેસ ChatGPT પર અનામી છે પરંતુ છેતરપિંડી અટકાવવા અને ChatGPTને લાગુ કાયદાનું પાલન કરવા સક્ષમ બનાવવાના હેતુઓ માટે તમારી સામાન્ય લોકેશનની માહિતી પ્રદાન કરવામાં આવશે.

જો તમે અકાઉંટ વગર ChatGPT એક્સટેંશનને ઍક્સેસ કરો છો તો ઉપર જણાવેલી માહિતી જ ChatGPTને મોકલવામાં આવશે. OpenAIને તમારા Apple અકાઉંટ સાથે સંકળાયેલી કોઈ પણ માહિતી પ્રાપ્ત થતી નથી. OpenAI દ્વારા ફક્ત તમારી વિનંતીને પરિપૂર્ણ કરવાના હેતુથી જ તમારા ડેટા પર પ્રક્રિયા થવી જોઈએ અને કાયદા દ્વારા જરૂરી હોય ત્યાં સુધી તમારી વિનંતી અથવા તેના પ્રતિસાદોને સ્ટોર કરવા નહિ. OpenAI દ્વારા તેના મૉડલને સુધારવા અથવા તાલીમ આપવા માટે પણ તમારી વિનંતીઓનો ઉપયોગ ના જ થવો જોઈએ.

જ્યારે તમે ChatGPT અકાઉંટમાં સાઇન ઇન કરેલું હોય ત્યારે તમારું ChatGPT અકાઉંટ સેટિંગ્સ અને OpenAIની ડેટા પ્રાઇવસિ પૉલિસી લાગુ થશે.

વધુ માહિતી માટે જુઓ : ChatGPT એક્સ્ટેંશન અને પ્રાઇવસિ.

*Apple Intelligence અને ChatGPT જનરેટિવ મૉડલનો ઉપયોગ કરે છે અને આઉટપુટ અલગ હોઈ શકે છે. ચોકસાઈ માટે મહત્ત્વપૂર્ણ માહિતી તપાસો.
**Apple Intelligence નીચેની ભાષાઓ માટે સપોર્ટ સાથે બીટામાં ઉપલબ્ધ છે : અંગ્રેજી, ડેનિશ, ડચ, ફ્રેંચ, જર્મન, ઇટાલિયન, નોર્વેજિયન, પોર્ટુગીઝ, સ્પેનિશ, સ્વીડિશ, ટર્કિશ, ચીની (સરળીકૃત), ચીની (પરંપરાગત), જાપાનીઝ, કોરિયન અને વિયેતનામીઝ. અમુક ફીચર તમામ ભાષા અથવા વિસ્તારમાં ઉપલબ્ધ ન પણ હોઈ શકે. ભાષા અને ફીચરની ઉપલબ્ધતા અને સિસ્ટમની જરૂરિયાતો વિષે વધુ માહિતી માટે Apple સપોર્ટ લેખ જુઓ : Apple Intelligence કેવી રીતે મેળવવું.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.