આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં ઍપની ઘણી વિંડો ખોલો અને જુઓ

ઍપમાં નવી વિંડો ખોલવા માટે

  1. ઘણી વિંડોને સપોર્ટ કરતી ઍપ (ઉદાહરણ તરીકે Mail, નોટ્સ, Safari, ફાઇલ અને અન્ય) માટે મેન્યૂ ન દેખાય ત્યાં સુધી ઍપ આઇકનને ટચ કરી દબાવી રાખો.

  2. મેન્યૂમાંથી નવી વિંડો પસંદ કરો.

    Freeform ઍપ મેન્યૂ ખુલ્લુ હોય તેવી iPadની હોમ સ્ક્રીન જે તમે પસંદ કરી શકો તેવી ઍક્શનની સૂચી બતાવે છે—જેમાં ઍપમાં નવી વિંડો ખોલો, નવું બોર્ડ બનાવો, તમામ ખુલ્લી ઍપની વિંડો બતાવો અને અન્ય સામેલ છે.

નોટ : વૈકલ્પિક રીતે, ઍપમાં નવી વિંડો ખોલવા માટે તમે Dockમાંથી ઍપ આઇકનને સમાન ઍપની બીજી વિંડોની ઉપર ડ્રૅગ કરી શકો છો અથવા માત્ર તે કૉન્ટેંટ માટે વિંડો ખોલવા માટે ઍપ વિંડોની બહાર અથવા iPadની કિનારીઓ પર કૉન્ટેંટ (જેમ કે નોટ અથવા Mail મેસેજ) ડ્રૅગ કરી શકો છો.

ઍપની ખુલેલી વિંડો જુઓ

જ્યારે તમારી પાસે ઍપમાં ઘણી વિંડો ખુલ્લી હોય ત્યારે તમે ઍપ Exposé સાથે એક જ સમયે કોઇ ચોક્કસ ઍપની તમામ ખુલ્લી વિંડો જોઈ શકો છો.

  1. નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • Dock દર્શાવવા માટે સ્ક્રીનની નીચેની ધારથી ઉપર સ્વાઇપ કરો.

    • હોમ સ્ક્રીન પર જાઓ.

  2. હોમ સ્ક્રીન પર અથવા Dockમાં તમે જે વિંડો જોવા માંગો છો તેને ટચ કરી દબાવી રાખો પછી તમામ વિંડો બતાવો પર ટૅપ કરો અથવા વિંડો હેઠળ સૂચીબદ્ધ કોઈ ચોક્કસ વિંડો પર ટૅપ કરો.

    નોટ : જો તમે હોમ સ્ક્રીન પર કોઈ ઍપને લાંબો સમય ટચ કરી દબાવી રાખો છો તો તમામ ઍપ્સ જિગલ કરવા લાગે છે. ઉપર જમણી બાજુએ પૂર્ણ પર ટૅપ કરો પછી ફરી પ્રયાસ કરો.

    Mail ઍપ માટે ખુલ્લી વિંડો સાથેની iPadની સ્ક્રીન અને કોઈ એક વિંડોમાં ઍપ માટે ઍપ મેન્યૂ બતાવે છે.

    ટિપ : ઍપની ખુલ્લી વિંડો જોવા માટે અહીં અન્ય રીત છે : સ્ક્રીનમાં નીચેથી ઉપરની તરફ સ્વાઇપ કરીને Exposé ખોલવા માટે મધ્યમાં પૉઝ કરીને પછી તે ઍપ માટે ઍપ Exposé ખોલવા માટે ઍપ આઇકનમાંથી કોઈ પણ એક પર ટૅપ કરો.

iPadમાં ઍપ્સ વચ્ચે સ્વિચ કરો જુઓ.

ઍપ માટે છુપાયેલી વિંડો જોવા માટે

જ્યારે તમે છુપાયેલી વિંડો સાથેની કોઈ ઍપ પર સ્વિચ કરો છો—જે મિનિમાઇઝ કરેલી હોય, ફુલ-સ્ક્રીન હોય અથવા બીજી ઍપની પાછળ હોય—ત્યારે ગોળી આકારનું બટન દેખાય છે જેના પર તમે ઍપની તમામ ખુલ્લી વિંડો જોવા માટે ટૅપ કરી શકો છો.

બે ઍપ ખુલ્લી હોય તેવી iPadની સ્ક્રીન અને ગોળી આકારનું બધી વિંડો બતાવો બટન, જેને ટૅપ કરવાથી ટાર્ગેટ ઍપમાં બધી ખુલ્લી વિંડો બતાવે છે.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.